Entertainment

Singham Again: “લેડી સિંઘમ” કરીના કપૂરનો ધમાકેદાર લુક આવ્યો સામે

મુંબઇ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના (BollyWood) લોકપ્રિય નિર્દેશક રોહિત શેટ્ટી (Rohit Shetty) તેમની લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘સિંઘમ’નો (Singham) ત્રીજો ભાગ બનાવી રહ્યા છે. ત્યારે રોહિત શેટ્ટીએ તેમની આગામી ફિલ્મ ‘સિંઘમ 3’ના (Singham) સ્ટાર્સના લુક્સને જાહેર કરી દીધા છે. થોડા દિવસો પહેલા ફિલ્મમાંથી ATS ચીફ વીર સૂર્યવંશી ‘અક્ષય કુમાર‘ (Akshay Kumar) નો લુક સામે આવ્યો હતો. હવે કરીના કપૂરે (Karina Kapoor) પણ આ ફિલ્મમાં એન્ટ્રી કરી લીધી છે. અભિનેત્રીના ફર્સ્ટ લૂકમનું પોસ્ટર અને ફિલ્મના પાત્રનું નામ પણ સામે આવ્યું છે.

કરીનાએ રોહિત શેટ્ટીની પોસ્ટને રીપોસ્ટ કરી લખ્યું, “સમય આવી ગયો છે… સિંઘમની ટીમને હું જોઇન કરી રહી છું” રીપોસ્ટમાં રોહિત શેટ્ટીના કેપ્શનમાં લખ્યું છે કે, “સિંઘમની તાકાતને મળો…અવની બાજીરાવ સિંઘમ…‘‘ આ સાથે જ તેમણે લખ્યુ કે ‘અમે પહેલીવાર 2007માં સાથે કામ કર્યું હતું…અને અત્યાર સુધી 3 બ્લોકબસ્ટર ફિલ્મો કરી છે. ગોલમાલ રિટર્ન્સ, ગોલમાલ 3, સિંઘમ રિટર્ન્સ.”

તેમણે વધુમાં લખ્યુ કે “હવે અમારા ચોથા પ્રોજેક્ટ ઉપર હું અને કરીના કામ કરી રહ્યા છીએ… સિંઘમ અગેઇન… 16 વર્ષનો લાંબો સહયોગ. તેમ છતાં કંઈ બદલાયું નથી, બેબો હજી પણ એવી જ છે. સરળ, મીઠી અને મહેનતુ.”

દિપીકા પાદુકોણ રોહિત શેટ્ટીની કોપ જોડાઇ. ફિલ્મમાં તેનો પહેલો લુક શેર કરતાં તેણે લખ્યું, “ઇંટ્રોડ્યુસિંગ…શક્તિ શેટ્ટી.” જણાવી દઇયે કે દિપીકાએ અગાઉ રોહિત શેટ્ટી સાથે ચેન્નાઈ એક્સપ્રેસમાં કામ કર્યું હતું. ત્યારબાદ સર્કસના એક ગીતમાં નાનકડી ભૂમિકા ભજવી હતી.

ટાઇગર શ્રોફ સિંઘમ અગેઇન સ્ક્વોડમાં જોડાયો અને લખ્યું, “એસીપી સત્યા સિંઘમ સર ડ્યુટી પર રિપોર્ટિંગ કરી રહ્યાં છે.‘

રોહિત શેટ્ટીની કોપમાં વિશે વાત કરીયે તો 2021ની ફિલ્મ સૂર્યવંશી રોહિત શેટ્ટીની કોપની તુકડીની ચોથી ફિલ્મ હતી. 2018ની ફિલ્મ સિમ્બામાં રણવીર સિંહે પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી હતી, જ્યારે અજય દેવગને કોપની સિરીઝ સિંઘમમાં અભિનય કર્યો હતો. સૂર્યવંશીમાં, અક્ષયે વીર સૂર્યવંશીની મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેની 2018ની ફિલ્મ સિમ્બામાં એક નાનકડી ભૂમિકા તરીકે આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS) અધિકારી તરીકે રજૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top