CBSE ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) હવે ગમે ત્યારે ધોરણ 12નું પરિણામ જાહેર કરી શકે છે. DigiLocker પર દેખાતા Coming Soon મેસેજ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા વધી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે બોર્ડે ડિજિટલ માર્કશીટ અને પ્રમાણપત્ર અપલોડ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી દીધી છે. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in અને results.cbse.nic.in પર જઈ પોતાનું પરિણામ ચકાસી શકશે. ઉપરાંત DigiLocker અને UMANG એપ મારફતે પણ માર્કશીટ ડાઉનલોડ કરી શકાશે. બોર્ડ તરફથી હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ અગાઉના ટ્રેન્ડ મુજબ પરિણામ 12 અથવા 13 મે સુધી જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે પણ જણાવ્યું હતું કે CBSE મે 2026ના ત્રીજા અઠવાડિયા દરમિયાન પરિણામ જાહેર કરી શકે છે. આ વર્ષે બોર્ડે ઉત્તરવહીઓનું ડિજિટલ વેરિફિકેશન કર્યું છે, જેના કારણે રિઝલ્ટ પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની છે. આથી કુલ ગુણની ગણતરીમાં ભૂલ થવાની શક્યતા પણ ઓછી રહેશે.
વિદ્યાર્થીઓએ સૌથી પહેલા CBSEની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યારબાદ CBSE 12th Result 2026 લિંક પર ક્લિક કરવું. પછી રોલ નંબર, સ્કૂલ નંબર અને એડમિટ કાર્ડ ID દાખલ કર્યા બાદ સ્ક્રીન પર પરિણામ દેખાશે. વિદ્યાર્થીઓ પરિણામનું પ્રિન્ટ અથવા સ્ક્રીનશોટ પણ સાચવી શકશે. DigiLocker મારફતે માર્કશીટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ digilocker.gov.in પર જઈ લોગિન કરવું પડશે. આધાર નંબર અથવા મોબાઇલ નંબરથી સાઇન ઇન કર્યા બાદ Education વિભાગમાં જઈ CBSE પસંદ કરવું. ત્યારબાદ Class XII Marksheet વિકલ્પ પર ક્લિક કરીને રોલ નંબર અને એડમિટ કાર્ડ ID દાખલ કરવી. ત્યારબાદ માર્કશીટ સ્ક્રીન પર ઉપલબ્ધ થઈ જશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ આપવામાં આવતી APAAR ID ધરાવતા વિદ્યાર્થીઓ માટે વધુ સરળતા રહેશે. આવા વિદ્યાર્થીઓની માર્કશીટ આપમેળે DigiLockerમાં ઉપલબ્ધ થઈ જશે. CBSE વિદ્યાર્થીઓને વધુમાં વધુ 6 વિષયોની પરીક્ષા આપવાની મંજૂરી આપે છે, પરંતુ અંતિમ ટકાવારી અને પરિણામ શ્રેષ્ઠ 5 વિષયોના ગુણના આધારે તૈયાર કરવામાં આવે છે. એટલે કે જો વધારાના વિષયમાં ઓછા ગુણ આવે તો તેની અસર કુલ પરિણામ પર નહીં પડે.
પરિણામ ચેક કરવા માટેની સત્તાવાર વેબસાઇટ્સ