SURAT

ચા પીધા બાદ વેસુનો સિક્યુરિટી ગાર્ડ અચાનક જમીન પર ઢળી પડ્યો

સુરત: વેસુમાંથી (Vesu) એક ચોંકાવનારી (Shocking) ઘટના સામે આવી છે. ચા (Tea) પીધા બાદ વેસુનો સિક્યુરિટી ગાર્ડ (Security guard) અચાનક જમીન ઉપર ઢળી પડ્યો હતો. સવારે 8 વાગ્યાની આસપાસ બનાવ બન્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ (New Civil Hospitl) ખસેડાયો હતો. જ્યાં તબીબોએ (Doctors) તેને મૃત (Died) જાહેર કર્યો હતો. મૃત્યુનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી પરંતુ હાર્ટ એટેકની સંભાવના જણાઇ છે. ગાર્ડની મૃત્યુ બાદ બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી મુજબ વેસુની આગમ ચોકડી નજીકના એટમોસ્ફિયર રેસિડન્સીના ગેટ પાસે ફોર્સ-1 સિક્યુરિટી ગાર્ડ ચા પીધા બાદ અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે નવી સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેન મૃત જાહેર કર્યો હતો.

મૂળ યુપીના રહેવાસી જયરામ શાહુ પાછલા 4 મહિનાથી વેસુની એક કંપનીમાં ગાર્ડ તરીકે જોડાયા હતાં. સારવાર માટે સિવિલ લવાયા બાદ સિવિલના ડોક્ટરોએ જણાવ્યું હતું કે જયરામ શાહુને હૃદય રોગનો હુમલો આવ્યો હોવાનું લાગી રહ્યું છે જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટ મોર્ટમ બાદ જ જાણુી શકાશે.

જયરામ શાહુના સાથી કર્મચારીઓએ જણાવ્યું હતું કે, જય રામ શાહુની ઉંમર 46 વર્ષ હતી અને તેઓ કૈલાશ ચોકડી પાંડેસરામાં રહેતા હતા. જયરામ શાહુ 4 મહિના પહેલા ફોર્સ-1 સિક્યુરિટી એજન્સીમાં જોડાયા હતા. વેસુના એટમોસ્ફિયર રેસિડેન્સીમાં નાઈટ ડ્યુટી કર્યા બાદ સવારે તેઓ ઘરે જવા ગેટની બહાર નીકળ્યા હતા. ત્યાર બાદ નજીકની ચાની લારી પર ચા પીધા બાદ અચાનક જમીન પર ઢળી પડ્યા હતાં. આથી તેમને 108ની મદદથી સારવાર માટે સિવિલ લવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

વધુમાં સાથી કર્મચારીએ જણાવ્યું હતું કે, ઘટના સવારે 8 વાગ્યે બની હતી. જયરામ ભાઈ શાહુ યુપીના રહેવાસી હતા. તેમજ તેમનો પરિવાર વતનમાં રહે છે. પરિવારમાં પત્ની રીતુ અને એક 14 વર્ષનો પુત્ર અને એક 9 વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેઓ સુરતના પાંડેસરામાં રહેતા સંબંધી પંકજભાઈને ઘટનાની જાણ કરાઈ છે. હાલ પોલીસે પોસ્ટમોર્ટમની દિશામા આગળની તપાસ કરી રહી છે.

Most Popular

To Top