Sports

સૌરવ ગાંગુલીની ભવિષ્યવાણી, આ ટીમ ભારત સામે સેમિફાઈનલમાં ટકરાઈ શકે છે

નવી દિલ્હી: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ (SauravGanguly) પહેલી સેમિફાઈનલ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રમાય તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, “પાકિસ્તાન પણ સેમિફાઈનલની રેસમાં છે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાન અને ભારત વચ્ચે સેમિફાઈનલ મેચ થાય છે તો તેનાથી મોટું કંઈ હોઈ શકે નહીં. હું ઈચ્છું છું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઈનલ મેચ રમાય અને ચાહકોને બીજી શાનદાર મેચ જોવા મળે. કારણ કે તેનાથી મોટી કોઈ સેમિફાઈનલ હોઈ શકે નહીં.”

આ તરફ બાંગ્લાદેશે શ્રીલંકાને હરાવીને અને ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવીને આ બંને ટીમની સેમિફાઇનલની રેસ લગભગ સમાપ્ત કરી દીધી છે. જો ન્યૂઝીલેન્ડ તેની છેલ્લી મેચ શ્રીલંકા સામે જીતી જાય છે તો પાકિસ્તાનની મુશ્કેલી વધશે. સેમિફાઈનલમાં પ્રવેશવા માટે પાકિસ્તાને ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવવું પડશે. 

તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડને હરાવીને પાકિસ્તાન હજુ પણ સેમિફાઈનલની રેસમાં છે. હવે પાકિસ્તાનની ટીમ તેની આગામી મેચ 11 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે રમવા જઈ રહી છે.  તે પહેલા ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 9 નવેમ્બરે મેચ રમાવાની છે. જો ન્યુઝીલેન્ડ આ મેચ જીતી જશે તો કિવી ટીમ સેમિફાઈનલની રેસમાં આગળ વધી જશે. 

આવી સ્થિતિમાં પાકિસ્તાને આશા રાખવી પડશે કે શ્રીલંકા ન્યુઝીલેન્ડને હરાવે, ત્યારબાદ 11 નવેમ્બરે પાકિસ્તાને પૂરી તાકાતથી રમી ઈંગ્લેન્ડને હરાવવું પડશે. જો શ્રીલંકાની ટીમ ન્યુઝીલેન્ડને હરાવવામાં સફળ રહે છે અને પાકિસ્તાન તેની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે તો પાકિસ્તાન 10 પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડથી આગળ નીકળી જશે. આ સાથે જ પાકિસ્તાન સેમિફાઈનલમાં ચોથું સ્થાન હાંસલ કરશે.

Most Popular

To Top