Vadodara

વાઘોડિયા રોડ પર મતદાન કરવા લોકો ઉમટી પડ્યા

*લોકશાહીના પર્વ એટલે 20 લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સવારે મતદાન શરૂ થતાં વાઘોડિયારોડ પર આવેલા બુથમા લોકો મતદાન કરવા પહોંચ્યા*

*મતદાન અંગેની લોકોની જાગૃતિ અને કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને લોકો વહેલા મતદાન કરવા મતદાન મથકો ઉપર જોવા મળ્યા*


આજે વડોદરા 20 લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થઇ ગયું હતું ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત જય અંબે સ્કુલ ખાતે ભાનં.221,બાપોદ-46 ખાતે સવારથી લોકો મતદાન માટે પહોંચ્યા હતા. મતદાન અંગેની સરકાર તથા તંત્રની પહેલ અને મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમોની અસર સાથે જ કાળઝાળ ગરમીને પણ ધ્યાનમાં રાખીને લોકોએ વહેલી સવારે ઠંડકભર્યા વાતાવરણમાં મતદાન કરવાનું મુનાસીબ માન્યું હતું અને મતદાન કરવા માટે પહોંચી ગયા હતા.પોલીસ તંત્ર સાથે જ મેડિકલ ટીમ, ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન મથક પર પૂરતા બંદોબસ્ત સાથે જોવા મળ્યા હતા અહીં પોલીસ બોડીવોર્મ કેમેરા સાથે સજ્જ જોવા મળી હતી સાથે જ પ્રવેશદ્વાર પરથી જ નાગરિકો માટે મોબાઇલ પ્રવેશબંધી હોવાથી કેટલાક મોબાઇલ સાથે આવેલા નાગરિકોના મોબાઇલ બહાર જમા લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top