Vadodara

ભાજપના ઉમેદવારે વેમાલી, કોંગ્રેસના ઉમેદવારે એકલબારામાં મતદાન કર્યું

ડો. હેમાંગ જોશીએ લાઇનમાં ઊભા રહી મત આપ્યો

વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીએ વેમાલીની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. આ મતદાન કેન્દ્ર વાઘોડિયા વિધાનસભા હેઠળ આવતું હોવાથી તેમણે વાઘોડિયાની પેટાચૂંટણી માટે પણ મતદાન કર્યું હતું.

કોંગ્રેસના ઉમેદવાર પોતાને જ મત આપી શક્યા નહિ


કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે પાદરા તાલુકા એકલબારા થી મતદાન કર્યું હતું. આ મતદાન કેન્દ્ર છોટા ઉદેપુર લોકસભા બેઠક હેઠળ આવે છે. તેથી કોંગ્રેસના ઉમેદવાર પોતાને જ મત આપી શક્યા નહોતા , પરંતુ અન્ય બેઠક પર મતદાન કર્યું હતું.

Most Popular

To Top