ભારતની સૌથી પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય છે એવી રીતે યમનોત્રી ધામમાં યમુનાના પાનથી વ્યક્તિની પુણ્ય રાશિ વધે છે. છતાં બંને નદીઓમાં પરિક્રમાનો કોઈ ઉપક્રમ નથી પરંતુ માત્ર નર્મદા નદીની જો વાત કરીએ તો સ્કંધ પુરાણમાં રેવા ખંડનો એક શ્લોક. ‘નર્મદા સરિતા શ્રેષ્ઠતા શિવતત્ત્વ સમન્વિતામ્ શિવસ્મરણ પ્રાપ્તયે, સર્વ પાપવિનાશિની.’ અર્થાત્ નર્મદા શ્રેષ્ઠ નદી છે, જે શિવસ્મરણ કરાવે છે. શંભુનાથ સ્મરણ માત્રથી સર્વ પાપનો વિનાશ થાય છે. આથી લોકો નર્મદાની 21 kmની પરિક્રમા કરે છે.
દર ચૈત્ર મહિનામાં મા નર્મદાની ઉત્તરવહીની પરિક્રમા શરૂ થાય છે, જે તિલકવાડા અથવા રામપુરાથી શરૂ થાય છે. પરિક્રમા દરમિયાન અનેક નાનાં મોટાં પ્રાચીન અર્વાચીન મંદિરો, આશ્રમો અને સિદ્ધ સ્થળો આવે છે, જ્યાં ભક્ત દર્શન કરી પાવન થાય છે. મોટા ભાગની નદીઓનું વહેણ ઉત્તરથી દક્ષિણ અથવા પશ્ચિમથી પૂર્વ તરફનું છે. એક માત્ર રેવા નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. એ વહેણમાં નર્મદા રાજપીપળા જિલ્લાના 9 કિલોમીટરના વિસ્તારમાં પોતાની દિશા છોડીને ઉત્તર તરફ વહેવા લાગે છે. વૈદિક પરંપરામાં ઉત્તર દિશા મોક્ષની દિશા છે. આથી ઉત્તરવાહિની પરિક્રમા અને મોક્ષ, મુક્તિદાતા પરિક્રમા ગણાય છે. ચૈત્ર મહિનામાં થતી આ યાત્રાના થોડા દિવસો બાકી છે તો આ પરિક્રમા કરો.
સુરત – યોગેન્દ્ર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.