Sports

US ઓપનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા બોપન્ના, બનાવ્યો આ ખાસ વર્લ્ડ રેકોર્ડ

ભારતના (Indian) રોહન બોપન્ના (Rohan Bopanna) અને તેઓના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન ગુરુવારે ચાલી રહેલી યુએસ ઓપન ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા હતા. સેમિફાઇનલ મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયન જોડીનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી હતું કારણ કે તેઓએ નિકોલસ માહુત અને પિયરે-હ્યુજસ હર્બર્ટની ફ્રેન્ચ જોડી સામે સીધા સેટમાં 7-6 (7-3), 6-2થી જીત નોંધાવી હતી.

ભારતના રોહન બોપન્ના અને તેમના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબ્ડેન ગુરુવારે ચાલી રહેલી યુએસ ઓપન ટુર્નામેન્ટમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા હતા. સેમિફાઇનલ મેચમાં ભારત-ઓસ્ટ્રેલિયન જોડીનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી હતું કારણ કે તેઓએ નિકોલસ માહુત અને પિયર-હ્યુજસ હર્બર્ટની ફ્રેન્ચ જોડી સામે સીધા સેટમાં 7-6 (7-3), 6-2થી જીત નોંધાવી હતી. લુઈસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં રમી રહેલા બોપન્ના અને એબ્ડેનને શરૂઆતના સેટમાં ફ્રેન્ચ જોડીએ હંફાવ્યા હતા. જો કે પ્રથમ સેટ ટાઇ-બ્રેકમાં ગયો તે સમયે ભારત-ઓસ્ટ્રેલિયન જોડીએ પોતાનું સંયમ જાળવી રાખ્યું. આ મુકાબલો એક કલાક અને 34 મિનિટ સુધી ચાલ્યો અને તે દરમ્યાન ચાહકોને હાઈ-ફ્લાઈંગ ટેનિસ એક્શન જોવા મળ્યો. ભારતના બોપન્ના હવે બીજી વખત ગ્રાન્ડ સ્લેમ મેન્સ ડબલ્સની ફાઇનલમાં રમશે.

બોપન્નાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
ગુરુવારની જીતે બોપન્નાને એક અનોખો રેકોર્ડ નોંધાવવામાં મદદ કરી અને જેના પર તે ખૂબ જ ગર્વ અનુભવશે. 43 વર્ષીય બોપન્ના ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો હતો. તેણે કેનેડાના ડેનિયલ નેસ્ટરનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે નેસ્ટરે આ રેકોર્ડ બનાવ્યો ત્યારે તે 43 વર્ષ અને ચાર મહિનાનો હતો અને બોપન્ના હવે તેનાથી આગળ નીકળી ગયો છે.

આ જોડી ફાઇનલમાં ટકરાશે
બોપન્ના 2010 પર યુએસ ઓપનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા છે. ગત વખતે તેમણે પોતાના પાકિસ્તાની પાર્ટનર એહસામ ઉલ હક કુરેશી સાથે મળીને આ સિદ્ધિ મેળવી હતી. બોપન્ના અને એબ્ડેન આ વખતે ફાઇનલમાં અમેરિકન પાર્ટનર રાજીવ રામ અને જો સેલિસ્બરી સામે ટકરાશે. બોપન્ના પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમમાં મેન્સ ડબલ્સ ટાઈટલ જીતવા ઈચ્છશે. તેણે અત્યાર સુધી 2017માં એકવાર ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સનું ટાઈટલ જીત્યું છે.

Most Popular

To Top