Charotar

કરજણના કુરઈ ગામની સીમમાં દીપડો દેખાયો

ખેડૂતે ટ્રેકટર પરથી દીપડાના દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા :

વનવિભાગે દીપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી

કરજણ તાલુકાના કુરઈ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. રાત્રી દરમિયાન ખેડૂત ટ્રેકટર લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે ખેતરમાં આરામ ફરમાવી રહેલા દીપડાને તેણે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. હાલ મામલે વનવિભાગ દીપડાને પાંજરે પુરવા આગળની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું.

વડોદરા જિલ્લામાં ફરીથી દીપડો દેખાયો છે. અગાઉ શહેર નજીક દીપડાનો આતંક જોવા મળ્યો હતો. તેમજ પશુઓનું મારણ કર્યું હોવાની ઘટનાઓ પણ બની ગઈ છે. ત્યારે હવે કરજણ તાલુકાના કુરઈ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. કુરઈ ગામની સીમમાં દીપડો જોવા મળ્યો છે. રાત્રી દરમિયાન ખેતરમાં ટ્રેકટર લઈ નીકળેલા એક ખેડૂતને ખેતરમાં દીપડો દેખાયો હતો. જેને જોઈ ખેડૂતે દીપડા પર લાઈટ મારી હતી. તેમજ પોતાના મોબાઈલમાં દીપડાનો વીડિયો કેદ કર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દીપડો ખેતરમાં આરામ ફરમાવી રહ્યો છે. આ દરમિયાન તેનો વિડીયો ઉતારનાર ટ્રેક્ટર ચાલક તેની ઉપર લાઇટ મારી રહ્યો છે. આ જોઈ દિપડો તેની જગ્યાએથી ઊભો થઈ થોડો દૂર સુધી જઈ પરત ખેતરમાં બેસી જાય છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઇ ગામના લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આ વિડીયો વાયરલ થતા વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top