SURAT

Video: મોઢામાં પેટ્રોલ લઈ સ્ટંટબાજીનો ખેલ વિદ્યાર્થીને ભારે પડ્યો, દાઝતા બચ્યો

સુરત: જન્માષ્ટમીની (Janmashtami) ઉજવણી દરમિયાન એક કોલેજમાં મોઢામાં પેટ્રોલ (Petrol) લઈ સ્ટંટ બાજી કરતો યુવક ગંભીર રીતે દાઝી ગયો હોવાનો વીડિયો વાઇરલ (Video Viral) થતાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુરુવારે શહેરમાં જન્માષ્ટમી પર્વની રંગે-ચંગે ઉજવણી થઈ હતી.

જન્માષ્ટમીના પર્વને લઈ શાળા-કોલેજમાં એક દિવસ અગાઉ જ મટકી ફોડવાનો કાર્યક્રમ સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવતો હોય છે. જોકે, સ્ટંટ બાજીનો વીડિયો વાઇરલ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

  • સુરતની SD જૈન કોલેજનો વીડિયો વાઇરલ થયા બાદ ચર્ચાનો વિષય
  • શાળા દ્વારા સ્ટંટબાજી ન કરવાની અપીલ કરવામાં આવી હતી છતાં સ્ટંટ કરાયા

સોશિયલ મીડિયામાં સતત હાજરી આપતા લોકોએ કહ્યું હતું કે, વીડિયો લગભગ સુરતના એક કોલેજનો છે. સ્ટંટ બાજી કરવી વિદ્યાર્થીને મોંઘી પડી છે. સ્ટંટ બાજી દરમિયાન મોઢામાં પેટ્રોલ ભરી આગ સામે પિચકારી મારી ખેલ કરવામાં યુવક દાઝતા દાઝતા બચ્યો છે.

ઘટના સુરતના એસ.ડી.જૈન કોલેજમાં મટકી ફોડનો કાર્યક્રમ દરમિયાન સ્ટંટ બાજી કરવા એક ગ્રુપને બોલાવવામાં આવ્યું હતું. પેટ્રોલ ફુકી હવામાં આગ લગાડવાની બાજી ચાલી રહી હતી. અચાનક પેટ્રોલ મોઢા પર પડતા આગ મોઢા પર લાગી ગઈ હતી. સદનસીબે પેટ્રોલ વધુ પ્રમાણમાં ન હોવાથી આગ તરત ઓલવાઈ ગઈ હતી.

કોલેજ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓના જીવને પણ જોખમમાં મુકવામાં આવ્યો હતો. બીજી તરફ આવી સ્ટંટ બાજી ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી તો સમગ્ર મતે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે.

Most Popular

To Top