SURAT

સુરતના કોલ સેન્ટરમાંથી મહિલા સહિત 7 પકડાયા, આ ગેરકાયદે કામ ચાલતું હતું

સુરત(Surat) : સુરતમાં ગેરકાયદે (Illegal) ચાલતા કોલ સેન્ટર (Call Center) પર પોલીસે લાલ આંખ કરી છે. મોટા વરાછામાંથી (Mota Varacha) બોગસ કોલ સેન્ટર ઝડપાયાના ગણતરીના દિવસોમાં જ સલાબતપુરા વિસ્તારમાંથી વધુ એક કોલ સેન્ટર પકડાતા ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસે કરેલી રેડ માં મહિલા સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 2.55 લાખનો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો છે. ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી.

  • સલાબતપુરામાંથી કોલ સેન્ટર ઝડપાયું : 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત
  • કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ કેસ કરવાની ધમકી આપી વકીલના લેટર પેડ પર નોટિસ મોકલવામાં આવતી
  • ઓનલાઈન રૂપિયા ખખેરી લેવાતા

સલાબતપુરા પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મહિલા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ડેટા એન્ટ્રીના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. 80થી 85 ટકા નીચે કામ થાય તો કોન્ટ્રાકટર ભંગના નામે રૂપિયા પડાવવામાં આવતા હતા. કોન્ટ્રાકટ ભંગના નામે પોલીસ કેસ કરવાની ધમકી આપી વકીલના લેટર પેડ પર નોટિસ મોકલવામાં આવતી હતી. કેસ કરવાની ધમકી ઓનલાઈન અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ દ્વારા ગુગલ પર કવિકર.ડો.કોમ પર પૈસા ભરી ગ્રાહકોના મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી મેળવવામાં આવતી હતી. ગ્રાહકોનો વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરવામાં આવતો હતો. આરોપીઓએ “પ્રિવેન્ટ એન્ટરપ્રાઇઝ “નામથી કંપની શરૂ કરી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા હતા. કોલ સેન્ટર પરથી પોલીસે બે કોમ્પ્યુટર સેટ, નવ મોબાઈલ, કી-પેડવાળા 11 મોબાઈલ, લેપટોપ, પેનડ્રાઇવ સહિત પોલીસે 2.55 લાખની મત્તાનો મુદ્દામાલ કર્યો જપ્ત કરાયો છે.

આરોપી ડાનીશ સલીમ શાહ,કામિલ શેખ,અર્શદ રફત, સાકીર પઠાણ, ઇમરાન મણિયાર, સાહિલ નારિયેલી સહિત સાનિયા સાકીર આસિફ પઠાણની ધરપકડ કરી હતી. અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

Most Popular

To Top