સુરત (Surat) : વિશ્વમાં (World) જે ચમકતા હીરાએ (Diamond) સુરતને ડાયમંડ સિટીની (DiamondCity) ઓળખ આપી, એ સુરતનો હીરા ઉદ્યોગ એની ચમક ગુમાવી...
સુરત : સુરતની (Surat) એચડીએફસી બેંકમાંથી (HDFC Bank) 92 લાખ રૂપિયાની લોન (Loan) લઈને હપ્તા ભરવામાં અખાડા કરનારા વિરૂદ્ધ બેંક મેનેજર દ્વારા...
સુરત (Surat) : શહેરમાં થયેલી આંગડિયાની (Angadiya) સવા છ કરોડના ડાયમંડની લૂંટની (Diamond Robbery) મોડસ ઓપરેન્ડી (Modes Operandi ) તે મની હીસ્ટ...
ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે .આ વિપક્ષનો આક્ષેપ નથી, સરકારે પોતે જ ગુણોત્સવ યોજીને અનુભવેલી બાબત છે. સરકારે ગુજરાતના શિક્ષણ માટે પોતે...
સુરત : આ સિવિલ હોસ્પિટલ છે કે બેજવાબદાર વ્યક્તિઓ માટે ગરીબ-શ્રમજીવીઓ ની લાગણી સાથે રમવાનું મેદાન એ સમજાતું નથી એવું કહી વેસુના...
આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને તેમાં માફકસરનો વરસાદ થશે તેવી હવામાન ખાતાની આગાહી હતી પરંતુ હવે આ આગાહી ખોટી પડી રહેલી...
ખેડા: ખેડા તાલુકાના હરીયાળા ગામના એક પરિવાર દ્વારા રાંધણછઠ્ઠ નિમિત્તે ખેડા-માતર તાલુકાનાના 50 થી વધુ ગામોની વિધવા મહિલાઓ તેમજ ગરીબ પરિવારોમાં 3000...
આણંદ : બોરસદ સબ જેલની દિવાલ કુદી ભાગી જનારા ચાર કેદીમાંથી એકની ધરપકડ કરી હતી. આ આરોપીની પ્રાથમિક પુછપરછમાં ફરજ પર એક...
આણંદ: આણંદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોની રંજાડ વધી ગઇ છે. પોલીસની નિષ્ક્રિયતાનો લાભ લેતા તસ્કર ગેંગ એક પછી સ્થળે હાજરી દેખાડી...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ટિચર્સ એસોસિએશન દ્વારા સૂચિત ગુજરાત કોમન યુનિવર્સિટી બિલનો વિરોધ કર્યો છે. ખાસ કરીને આ બિલથી...
વડોદરા: શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર સાથે નાગ પંચમીનું પણ સમન્વય હોઈ મહાદેવના મંદિરોમાં આજે ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ ભગવાન...
વડોદરા: આગામી તહેવારોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટો પોલીસ તંત્ર કમરકસી રહ્યું છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં દિવસ સાથે રાત્રીના સમયે...
વડોદરા: શહેરના જુદા જુદા વિસ્તારોમા પાંચ જેટલી એકટીવા મેસ્ટ્રો મોપેડોની ઉંઠાતરી કરનાર ચોર વાહનચોરને ક્રાઇમ બ્રાન્ચે સરદાર માર્કેટ પાસેથી ઝડપી પાડયો છે....
વડોદરા: મહાનગરપાલીકાનું મેયર પદ આમ જોવા જઈએ તો કાંટાળો તાજ છે પરંતુ વડાપ્રધાનની શીખ કે આફતને અવસરમાં ફેરવવું જોઈએ તેને કેટલાક અહીં...
નવસારી: (Navsari) નેશનલ હાઇવે નં. 48 ઉપર સુરત પોલીસે (Surat Police) ફિલ્મી ઢબે પલસાણાથી પીછો કર્યો હતો. જે નવસારી પોલીસની મદદ લેતા...
બારડોલી: (Bardoli) બારડોલીના બાબેન ગામે આવેલી શબરી ધામ સોસાયટીમાં બે પરિવાર વચ્ચે કાર મૂકવા માટે ઝઘડો (Quarrel) થયો હતો. એક પરિવારના સભ્યો...
સુરત: સિવિલ હોસ્પિટલના (New civil hospital) રેડીયોલોજી વિભાગમાં એક્સ-રે અને સોનોગ્રાફી માટે લવાયેલા એસિડ પોઇઝનના (Acid poison) દર્દીની (Patient) અચાનક તબિયત લથડતા...
ગાંધીનગર: સાળંગપુર (Sarangpur Mandir) મંદિર ખાતેના હનુમાનજીની (Hanumanji) પ્રતિમાના ભીંતચિત્રોના વિવાદમાં (Controversy) બે દિવસ પહેલા આ ભીંતચિત્રો ઉપર કાળો રંગ લગાવીને તેને...
વ્યારા: (Vyara) સોનગઢ, ઉચ્છલ અને નિઝર દારૂનું (Alcohol) હબ ગણાતું હતું, પણ હવે જીએસટી (GST) વિભાગના અધિકારીઓના આશીર્વાદે ગુટખાનું (Gutkha) હબ બની...
સુરત: કિમ (Kim ચાર રસ્તા નજીકના એક કોમ્પ્લેક્ષ બહાર યુવકો વચ્ચે થયેલી મારામારીના CCTV વાઇરલ (Viral) થતા ચર્ચાનો વિષય બન્યો છે. બે...
વાંસદા: (Vasda) વાંસદા તાલુકાના લાછકડી ગામમાં (Village) પુત્રોએ ‘તું જ અમારા બધા વચ્ચે ઝઘડો કરાવે છે’ કહી માતાને (Mother) લાકડાના સપાટા મારતા...
નવી દિલ્હી: એશિયા કપ 2023ની (Asia cup 2023) 5મી મેચ ભારત (India) અને નેપાળ (Nepal) વચ્ચે રમાઈ રહી છે. કેન્ડીના પલ્લેકેલે સ્ટેડિયમમાં...
વાપી: (Vapi) વાપીમાંથી બે અલગ અલગ જગ્યાએથી પોલીસે બે ઇસમોની દારૂ સાથે ધરપકડ કરી હતી. ડુંગરા પોલીસે કરિયાણાની દુકાનમાં રેડ કરી દારૂ...
મુંબઇ: બોલિવૂડ (Bollywood) એક્ટર સની દેઓલની (Sunny deol) ફિલ્મ ‘ગદર 2’ (Gadar-2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન સની...
સુરત: ઓલપાડ (Olpad) ગોઠાણ રોડ ઉપર ટ્રકની (Truck) અડફેટે ચઢેલા 7 વર્ષના માસુમ નું ટૂંકી સારવાર બાદ ખાનગી હોસ્પિટલમાં (Hospital) મોત (Death)...
ગાંધીનગર(Gandhinagar): હનુમાનજીને (Hanumanji) સ્વામિનારાયણના (Swaminarayan) દાસ તરીકે દર્શાવતા ભીંતચિત્રોના (Mural) લીધે છેલ્લાં કેટલાંક દિવસથી વિવાદ (Controversy) ચાલી રહ્યો હતો. આ મામલે સનાતની...
નવી દિલ્હી: ભારતના (India) નેતૃત્વમાં 9 અને 10 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં (New Delhi) G-20 સમિટનું (G20 Summit) આયોજન ચાલી રહ્યું છે. જેને...
નવી દિલ્હી: આગામી વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલા કેન્દ્ર સરકારે દેશની મોટી વસ્તી, ખાસ કરીને કામદારોને વિશાળ...
સુરત: પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રત્ન કલાકારની (diamond worker) એકની એક 12 વર્ષની દીકરીએ ગળે ફાંસો (Suicide) ખાઈ જીવન ટુંકાવી લેતા ચર્ચાનો વિષય...
નેત્રંગ- હાલમાં સગીર બાળકો વાહનોને હાથમાં લઈ અકસ્માતો (Accident) સર્જતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે નેત્રંગ (Netrang) પોલીસ દ્વારા...
ઈરાન તણાવથી IPO બજાર ઠપ, રૂ. 3 લાખ કરોડના ઇશ્યૂ અટવાયા, કરોડોના પ્રોજેક્ટ પર લાગી બ્રેક
ટાઇમ 100માં ભારતીયોનો જલવો, સુંદર પિચાઈ અને રણબીર કપૂરનો સમાવેશ
કોમનવેલ્થ ગેમ્સ 2030માં સુરતનું ઈન્ડોર સ્ટેડિયમ કેમ નહિ?
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ મારામારી: કપડાં ફાટ્યા અને અફરાતફરી મચી
મહુધા તાલુકા પંચાયતની વડથલ બેઠક પર કોંગ્રેસના ટેકેદારે ફોર્મ ખેંચતા હોબાળો
વોર્ડ નં.2માં ‘અદ્રશ્ય રમત’! ઉમેદવારી પરત પાછળ કોનો હાથ?
સેન્ટ્રલ બોર્ડ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ જાહેર
ઇન્ફોસિસની મોટી જાહેરાત: 7 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ, કુલ 94 ઉમેદવારોએ મેદાન છોડ્યું
પ્રયાગરાજમાં ટ્રેનની અડફેટે ચાર યુવાનોના મોત, પોલીસ અને GRP ઘટનાસ્થળે
સ્માર્ટ સિટીના નકશા પરથી ગાયબ થયેલું વડોદરા કારેલીબાગ ખાતે આવેલું જલારામ નગર
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર US સંદેશ લઈને તેહરાન પહોંચ્યા
વાઘોડિયા સેવા સદનમાં કોંગ્રેસ પ્રમુખ અને ભાજપ વચ્ચે ખેંચતાણ: જિલ્લા પંચાયતની 2 બેઠક પર ભાજપ બિનહરીફ
બોડેલી નગરપાલિકામાં ભાજપના વધુ ૨ ઉમેદવારો બિનહરીફ વિજેતા: કુલ ૬ બેઠકો પર આગવી જીત
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે – હર્ષ સંઘવી
‘નારીશક્તિ વંદન અધિનિયમ’ને ક્રાંતિકારી પગલું ગણાવતા જગદીશ વિશ્વકર્મા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આણંદમાં કોંગ્રેસના ‘ગઢ’માં ભાજપનું ગાબડું, ‘હોર્સ ટ્રેડિંગ’ના ડરે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે અર્પી ભાવભીની પુષ્પાંજલિ
ગાંધીનગરમાં સામાજિક સમરસતાનો મહાકુંભ – છેવાડાના માનવીનો ઉત્કર્ષ એ જ સાચી રાષ્ટ્રસેવા – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ગાંધીનગર સચિવાલયમાં SRP જવાનની આત્મહત્યાથી ચકચાર- રહસ્ય યથાવત
હોર્સ ટ્રેડિંગના ડરે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’ શરૂ, ચૂંટણી આયોગમાં કોંગ્રેસની ધા : ‘પોલીસ ભાજપના એજન્ટ તરીકે કામ કરે છે, ઉમેદવારોને રક્ષણ આપો’
અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત
RRU પદવીદાન સમારોહ: સુરક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરતા તરફ અગ્રેસર, NSA અજીત ડોવાલને માનદ ડોક્ટરેટ એનાયત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ફોર્મ રદ કરવાના દબાણમાં ઉમરગામના મામલતદારનો આપઘાત
રાજકુમાર રાવની આ કોમેડી ફિલ્મ પેટ પકડીને હસાવશે..
યુકેના વર્ક વિઝાના બહાને યુવક અને મહિલા સાથે રૂ. 11.50 લાખથી વધુની છેતરપિંડી
પશ્ચિમ બંગાળ: ભાજપ મહિલાઓને દર મહિને ₹3,000 આપશે, ચૂંટણી પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ટ્રમ્પે હોર્મુઝ પર વલણ નરમ પાડ્યું, ઈરાન સાથે યુદ્ધવિરામ વધુ બે અઠવાડિયા લંબાઈ શકે છે
પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી: AAPનો દાવો છે કે તેમને કેન્દ્ર તરફથી Z+ સુરક્ષા મળશે
વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી
સુરત (Surat) : વિશ્વમાં (World) જે ચમકતા હીરાએ (Diamond) સુરતને ડાયમંડ સિટીની (DiamondCity) ઓળખ આપી, એ સુરતનો હીરા ઉદ્યોગ એની ચમક ગુમાવી રહ્યોં છે. રશિયા-યુક્રેન યુદ્ધ (RussiaUkraineWar) અને વૈશ્વિક મંદી (Recession) વચ્ચે ચીન(China) , અમેરિકા (America), યુરોપ (Europe) અને મિડલ ઇસ્ટમાં (Middle East) ડાયમંડ જ્વેલરીની (Diamond Jewelry) માંગ (Demand) ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતનો હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં સપડાયો છે.
નાના હીરાના કારખાનેદારો પાસે પોતાનું અને જોબવર્કનું કામ પણ નહીં રહેતા પ્રથમવાર નાના હીરાના કારખાનેદારો જન્માષ્ટમીથી (Janmashtami) 8 દિવસનું મીની વેકેશન (Mini Vacation) રાખશે. અગાઉના વર્ષોમાં જન્માષ્ટમી નિમિતે બે-ત્રણ દિવસ કારીગરો રજા રાખતા હતા. પણ આ વખતે કારખાનેદારોએ કારીગરોને બોલાવી 7/8 દિવસનો બ્રેક લેવા કહ્યું છે. બીજી તરફ આર્થિક સંકડામણને લીધે સુરતમાં છેલ્લા ચાર મહિનામાં 23 રત્નકલાકારોએ જીવન ટુંકાવ્યું છે.
ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતે આ વખતની મંદીમાં જિલ્લાવાર વિગતો ભેગી કરી મુખ્યમંત્રી, ઉદ્યોગમંત્રી અને રાજ્યના શ્રમ મંત્રીને વારંવાર રજૂઆત કરવા છતાં સરકારના પેટનું પાણી હાલ્યું નથી. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરીયાએ જણાવ્યું હતું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરતના ઘણીવાર વખાણ કર્યા છે, પરંતુ જે સુરતના વખાણ કર્યા તે સુરતને આગળ લઈ જવામાં જેમનું મહત્વ, યોગદાન, પરિશ્રમ, શ્રમ શક્તિ છે. એમના પરીવાર માટે ક્યારેય પણ સંવેદના વ્યક્ત કરી નથી. મંદી હોય, કોરોના હોય કે કુદરતી આફત ગરીબ, મધ્યમ વર્ગના રત્નકલાકારોને ભગવાન ભરોસે છોડી સરકારે કોઈ મદદ કરી નથી.
ડાયમંડ વર્કર યુનિયનના એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રૂબરૂ રજુઆત કરી પણ કોઈ પરિણામ આવ્યું નથી. માત્ર ઠાલા આશ્વાસન મળ્યાં છે. યુનિયને સરકારની બંધ પડેલી કારીગરો માટેની રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગ કરી રહ્યું છે. કારીગર વર્ગ માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજુઆત કરી રહ્યાં છે.
રશિયન રફ પર પ્રતિબંધની વ્યાપક અસર સુરતનાં હીરા ઉદ્યોગને થઈ
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકા અને યુરોપિયન યુનિયનના દેશોએ રશિયન રફ પર પ્રતિબંધ મૂક્યો એની વ્યાપક અસર સુરતનાં હીરા ઉદ્યોગને થઈ છે. 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે. જેના વેચાણ પર અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ પ્રતિબંધ મૂક્યો છે.
આ નિર્ણયની ખરાબ અસર ભારત અને બેલ્જિયમ જેવા દેશો પર પડી છે. તૈયાર હીરા અને જ્વેલરીનું મુખ્ય બજાર ચીન, અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહીં ડાયમંડ જ્વેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. એની અસર ભારતના એક્સપોર્ટ પર જોવા મળી છે. ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ નાણાકીય વર્ષ 2022 (FY22)માં રૂ. 1.82 લાખ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2023 (FY23)માં રૂ. 1.76 લાખ કરોડ થઈ છે.
રશિયા-યુક્રેન યુદ્ધને લીધે રશિયાથી થતી ઘરેલુ અને ઔદ્યોગિક ગેસની કિંમતો વધી ગઈ હતી. બીજી તરફ અમેરિકન બેંકોએ નાદારી નોંધાવતાં મંદી ઘેરી બની છે. સુરત અને મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે. ડિમાન્ડ નથી એની અસર જોબવર્ક પર ચાલતા સુરતનાં હીરાના નાના કારખાનાઓ પર પડી છે. સિન્થેટિક અથવા લેબગ્રોન ડાયમંડના પ્રમોશને પણ નેચરલ ડાયમંડના વેપારને અસર કરી છે. એને લીધે અવિશ્વાસનો માહોલ ઊભો થયો છે. યુરોપમાં મંદીને લીધે ડાયમંડ જ્વેલરી જેવી હાઈ વેલ્યુ પ્રોડકટ લોકોની પ્રયોરિટીની વસ્તુ રહી નથી.