Gujarat

અમદાવાદમાંથી ડ્રગ્સ – ગાંજાનો જથ્થો ઝડપાયો- ચાર પેડલરોની ધરપકડ- લાખોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નશીલા પદાર્થો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં બે અલગ-અલગ કેસોમાં લાખો રૂપિયનો ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો જપ્ત કરી ચાર પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ઘીકાંટા વિસ્તારમાં નવતાડ પોળ સામે લક્ષ્મી માર્કેટ પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ રીતે પસાર થતાં બે શખ્સો7ને રોકી તપાસ કરતાં તેમની પાસેથી 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામાન સહિત કુલ 12.59 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પકડાયેલા પેડલરોમાં માલારામ મગારામ દેવાસી (ઉ.વ. 36, મૂળ રાજસ્થાન) અને 35 વર્ષીય અશોકકુમાર દરજી (મૂળ બનાસકાંઠા)ની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ હાલ સરસપુર વિસ્તારમાં રહેતા હતા. પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બીજી તરફ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા બોપલના શીલજ સર્કલ નજીક ટુ-વ્હીલર પર જઈ રહેલા બે શખ્સોને રોકી તપાસ કરતાં તેમની પાસેથી 245 ગ્રામ પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને વાહન સહિત કુલ 8.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નીરજ પ્રવિણભાઈ પટેલ અને યશ કનૈયાલાલ ચૌહાણની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ વ્યસનના બંધાણી છે અને નશીલા પદાર્થોના વેચાણમાં સંડોવાયેલા હતા. બંને એકબીજાના પરિચિત હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસ આ બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top