Vadodara

વડોદરા જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતોની 19 અને નગરપાલિકાની 17 બેઠકો ભાજપે બિનહરીફ જીતી

વડોદરા જિલ્લામાં ભાજપનો વિજયી શંખનાદ, ચૂંટણી પહેલા જ કેસરીયો માહોલ, કુલ 40 બેઠકો બિનહરીફ

(પ્રતિનિધિ), વડોદરા. તા.15
વડોદરા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની મજબૂત પકડ સાબિત કરી દીધી છે. જિલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ” દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વિરોધ પક્ષોએ મેદાન છોડી દેતા અથવા મજબૂત ઉમેદવારના અભાવે ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જિલ્લા પંચાયતની કુલ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ બિનહરીફ જીત મેળવીને વિરોધ પક્ષોને પછડાટ આપી છે.

* 1) કરજણ (ચોરંદા બેઠક) :- જ્યોત્સનાબેન વસંતભાઈ રબારી.
* 2) વડોદરા (રણોલી બેઠક) :- કૈરવીબા ગિરીરાજસિંહ વાઘેલા.
* 3) વાઘોડીયા (જરોદ બેઠક) :- નવીનભાઈ ડાહ્યાભાઈ વસાવા.
* 4) ગુતાલ બેઠક :- વિશાલકુમાર ભીખાભાઈ વસાવા.

તાલુકા પંચાયત સ્તરે પણ ભાજપે પ્રચંડ દેખાવ કર્યો છે. જિલ્લાની વિવિધ 19 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

* કરજણ મંડલમાં :- સામરી, સાયર, સીમળી, ધાવટ, હાંડોદ અને વલણ-2 જેવી બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.
* વડોદરા મંડલમાં :- નંદેસરી, બાજવા, ઇંટોલા અને સોખડા-1 બેઠકો પર પક્ષનો વિજય થયો છે.
* ડેસર મંડલમાં :- વચ્છેસર, વેજપુર, વરસડા અને કડાછલા બેઠકો બિનહરીફ રહી છે.
* અન્ય વિજેતાઓ :- વાઘોડીયાના ગુતાલ અને રાજપુરા, શિનોરની 1 બેઠક તેમજ ડભોઈની લીંગસ્થળી અને કુંઢેલા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ભાજપના ઉમેદવારોનો દબદબો રહ્યો છે. કુલ 17 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ થયા છે.

* પાદરા નગરપાલિકામાં :- પાદરાના વોર્ડ-2, 3, 4, 6 અને 7 માં મળીને સૌથી વધુ 11 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
* વાઘોડીયા નગરપાલિકામાં :- વોર્ડ-3 ની તમામ 4 બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે, જેમાં સૂર્યાબેન ભોઈ, ભાવનાબેન જાદવ, જીતેશકુમાર વસાવા અને સંદીપકુમાર ડોડીયાનો સમાવેશ થાય છે.
* ડભોઈ અને સાવલીમાં :- ડભોઈ નગરપાલિકાના વોર્ડ-3 અને સાવલીના વોર્ડ-3 માં પણ ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોએ આ ભવ્ય સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના વિકાસકાર્યો અને કાર્યકરોની મહેનતનું પરિણામ ગણાવ્યું છે. આ બિનહરીફ બેઠકોથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં વડોદરા જિલ્લામાં ભાજપ ઐતિહાસિક વિજય નોંધાવવા જઈ રહ્યો છે.

Most Popular

To Top