Dakshin Gujarat

દારૂનું હબ ગણાતું સોનગઢ, ઉચ્છલ અને નિઝર હવે જીએસટી અધિકારીઓના આશીર્વાદથી ગુટખાનું હબ બન્યું!

વ્યારા: (Vyara) સોનગઢ, ઉચ્છલ અને નિઝર દારૂનું (Alcohol) હબ ગણાતું હતું, પણ હવે જીએસટી (GST) વિભાગના અધિકારીઓના આશીર્વાદે ગુટખાનું (Gutkha) હબ બની ગયું છે. ગુજરાતમિત્રએ ગુટખા માફિયાઓની મોડરસ ઓપરેન્ડી સાથે પ્રતિબંધિત એવા ગુટખાની મહારાષ્ટ્રમાં થતી બિન અધિકૃતની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ત્યારે જીએસટી વિભાગની ગુટખા માફિયાઓ સાથેની સીધી સંડોવણી હોય તેમ મહારાષ્ટ્રમાં ગુટખા સપ્લાયનું નેટવર્ક ડામવા નિષ્ફળ ગયું છે.

  • દારૂનું હબ ગણાતું સોનગઢ, ઉચ્છલ અને નિઝર હવે જીએસટી અધિકારીઓના આશીર્વાદથી ગુટખાનું હબ બન્યું!
  • નંદુરબારના ગુટખા કિંગ હોલા શેઠના ગોડાઉનમાંથી ગુટખાથી હેરાફેરી યથાવત્, કુલ રૂ.૧૮,૩૦,૪૧૬ના મુદ્દામાલ સાથે બે ઝડપાયા
  • જીએસટીના અધિકારીઓની નિષ્ઠા અને કામગીરી સામે ફરી સવાલો, ઉચ્છલ, સોનગઢનાં ગોડાઉનો પર પણ પોલીસની નજર જરૂરી

જીએસટીની બે સ્ક્વોડ ટીમ કાર્યરત હોય છેલ્લા પાંચેક માસથી અધિકારીઓ એકજ જિલ્લામાં ફરજ બજાવતા હોય ત્યારે તેઓ એકેય ગુટખાની બિલ વગરની ગાડી પકડી શક્યા નથી. બીજી તરફ એક જ તાલુકામાંથી એલસીબીએ ઉપરાછાપરી બે ગાડી ઝડપી પાડી છે. બીજા દિવસે વિમલ પાન મસાલા તથા તમાકુનાં કુલ પેકેટ નંગ-૧૩૩૬૨ કિ.રૂ. ૧૫,૨૦,૪૧૬ તથા અશોક લેલન્ડ ગાડી કિં.રૂ. ૩ લાખ, બે મોબાઇલ કિં.રૂ. ૧૦ હજાર મળી કુલ કિં.રૂ.૧૮,૩૦,૪૧૬ના મુદ્દામાલ સાથે બેની અટક કરી જીએસટી વિભાગની કામગીરી સામે ફરી સવાલો ઊભા કરી દીધા છે.

નિઝરના કેસરપાડા ચાર રસ્તા પર તા.૦૩/૦૯/૨૦૨૩ના રોજ તાપી જિલ્લા એલસીબીએ વાહન ચેકિંગ દરમિયાન રૂમકી તળાવ તરફથી આવતી છોટા હાથી ગાડી નં. MH-39- AD-1877ને ચેક કરતાં પાછળ કોથળાઓ, પૂઠાનાં બોક્સોમાં બિલ વગરના વિમલ પાન-મસાલા તથા તમાકુનાં પેકેટ મળી આવ્યાં હતાં. વિનોદ પપ્પુભાઇ પાડવી (ઉં.વ.૨૪)(રહે., નંદુરબાર સરગમ કોલોની, તા.જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર), રાહુલ વાસુદેવભાઇ પાટીલ (ઉં.વ.૩૦)(રહે., નંદુરબાર શિવાજી રોડ, તા.જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. આ વિમલ પાન-મસાલા ક્યાંથી લાવ્યા? અને ક્યાં લઇ જનાર છે તેની એલસીબીએ પૂછપરછ કરતાં નંદુરબારના હોલા શેઠના રૂમકીતળાવ ખાતે આવેલ ગોડાઉનમાંથી લાવી મહારાષ્ટ્ર તરફ લઇ જતા હોવાનું જણાવ્યું હતું.

વિમલ પાન મસાલાનાં કુલ ૨૦૮ પેકેટ્સ સેફરોન બ્લેન્ડેડ વિમલ પાન મસાલા લખેલ હતાં. કંતાનના ૩૧ કોથળામાં કુલ ૬૪૪૮ વિમલ પાન મસાલાનાં પેકેટ M.R.P. જોતાં ૧૮૭ લેખે કુલ ૬૪૪૮ પેકેટ વિમલ પાન મસાલાની કિં.રૂ.૧૨,૦૫,૭૬૪ જથ્થો, પુઠાના બોક્સમાં કુલ ૨૦૦ પેકેટ વિમલ પાન-મસાલાની કિં.રૂ.૯૪ હજારનો જથ્થો, જેમાં મિરાજ સેલ્સ એન્ડ માર્કેટિંગ એલેલપી ઓડન નાથદ્વારા, રાજસ્થાન લખેલું છે. કુલ ૪૨ પેકેટની કિ.રૂ.૮,૪૦૦નો જથ્થો મળી આવ્યો હતો. મીણીયા કોથળાઓમાં વિમલનાં પેકેટો કુલ ૧૦૪૦, મીણીયાના ૫ કોથળામાં મળી કુલ ૫૨૦૦ વી-૧ તમાકુનાં પેકેટ કિં.રૂ.૧,૭૧,૬૦૦, બોક્સમાં કિ.રૂ.૬ હજાર મળી વિમલ પાન-મસાલા તથા તમાકુનાં કુલ પેકેટ નંગ-૧૩૩૬૨ કિં.રૂ.૧૫,૨૦,૪૧૬ તથા અશોક લેલન્ડ ગાડી કિં.રૂ. ૩ લાખ તથા બે મોબાઇલ કિં.રૂ.૧૦ હજાર મળી કુલ કિં.રૂ.૧૮,૩૦,૪૧૬નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ CRPC કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી કલમ-૪૧ (૧) ડી મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top