Charchapatra

દલાલી

આજે જ્યારે રોકેટની ગતિથી વસ્તી વધી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે બધાને જ રોજગાર, નોકરી મળવી મુશ્કેલ છે.આથી થોડાં વર્ષો પહેલાં સુધી માણસ બીજા માણસને મદદ કરતો જે માણસાઈ કહેવાતી. આંગળી ચિંધવાનું પુણ્ય પ્રાપ્ત થાય તેવું કહેવાતું. ત્યાર બાદ લોકોને સગવડ મળી રહે તે હેતુથી અલગ અલગ વ્યવસાય કે રોજગારમાં કમિશન પર એજન્ટોની નિમણૂક થવા લાગી.આજે આ એજન્ટ કે દલાલી પ્રથા એટલી હદે વધી ગઈ છે કે મકાન વેચવાની વાત જવા દો, મકાન ભાડે રાખવું હોય તો પણ એક ભાડું દલાલી ચૂકવવાની પ્રથા ઘણી સોસાયટીમાં શરૂ થઈ ગઈ છે.

લોકો પણ કોઈ વાતનો વિરોધ કરતા જ નથી અને આજે કોઈ પણ વ્યક્તિએ બીજા વ્યક્તિની મદદ માત્ર સ્વાર્થ માટે જ કરે છે.પછી આપણે કહીએ છીએ કે માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી. પરંતુ આ માણસાઈને મારનાર આપણે જ છીએ.દરેક બાબતના સારાં અને નરસાં પાસાં હોય છે. મકાન લે-વેચમાં દલાલી એ સારું પાસું છે, પરંતુ મકાન ભાડે રાખવું તેમાં દલાલી એ એનું નબળું પાસું છે.જે લોકો ભાડે મકાન રાખે તેના ૩ મહિના ભાડાની ડિપોઝિટ અને એક ભાડું માલિકને અને એક ભાડું દલાલને માણસના અડધો લાખ રૂપિયા તો એક જ ઝાટકે જતા રહે.આ ચર્ચા પછી જો એક પણ સોસાયટીમાં ભાડા માટે દલાલી બંધ થાય તો લેખનો અર્થ સરે.
સુરત     – કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આપણી નિષ્ઠા
આપણા વૈજ્ઞાનિકો સૈનિકોને સલામ. તેમની પરખા યા સાંભળી આંખો છલકાય કોઇ પ્રદાનકર્તા વ્યક્તિ તેની પ્રકૃતિથી સાદગી સાથે નિષ્ઠાથી પ્રદાન કરતા હોય છે. વફાદારી નિભાવતા રહે છે. ખેલાડીઓ ચેમ્પિયન બને કે મેડલ જીતે તો કરોડોનું ઇનામ મેળવે. ટી.વી.ના રિયાલિટી શોના વિજેતા જંગી રકમ મેળવે તો ઇસરોના વિજ્ઞાનીઓને કોઇ વિશેષ ઇનામ  આપી શકાય. આ માટે કોર્પોરેટ જૂથ પણ આગળ આવી શકે. વિજ્ઞાનીઓ સોશ્યલ મિડિયાથી દૂર કોઇને બતાવવા નહીં, પણ પોતાના નિજાનંદ અને સાધના તરીકે પ્રોજેકટમાં ગળાડૂબ રહેતા હોય છે. અંગત સિદ્ધિ અને તગડી કમાણી માટે ક્રિકેટરો હવામાં ઉછાળ જોશ અને ઝનૂનમિશ્રિત ઉજવણી લાખો રૂપિયા મેળવે જયારે આપણા વિજ્ઞાનિકોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો. કોઇ પુરસ્કારથી વંચિત ફકત વાહ વાહ અને તાવીજ મળી પણ ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન માધવ નાયરે આપણા રાજકારણી અને કોરપોરેટ જગતને છોભીલા પાડયા. મેરા દેશ મહાન.
ગંગાધરા       જમીયતરામ શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top