Business

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી જનતાની સુખાકારી માટે પ્રાર્થના

ગાંધીનગર

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના બોટાદ જિલ્લાના પ્રવાસની ભવ્ય શરૂઆત કરી હતી. ભૂપેન્દ્ર પટેલએ દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ દાદાના આશીર્વાદ લીધા બાદએ બોટાદ જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો.

Most Popular

To Top