ગાંધીનગર
ખેડા જિલ્લાના માતર અને નડિયાદ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે આયોજિત જાહેરસભાઓમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આઝાદી બાદ ૬૦ વર્ષ શાસન કરનાર કોંગ્રેસ માટે સત્તા માત્ર પરિવારવાદ અને જનતાના શોષણનું સાધન રહી છે, જ્યારે ભાજપ વિકાસની રાજનીતિમાં માને છે. નડિયાદની ઐતિહાસિક ભૂમિને વંદન કરતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ ભૂમિ પર નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. નડિયાદના ૧૩ વોર્ડના ૫૨ ઉમેદવારો અને ખેડા જિલ્લાના તમામ ભાજપા ઉમેદવારોના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, સરદાર સાહેબની આ ભૂમિ પર નગરસેવક તરીકે ચૂંટાવું એ ગૌરવનો વિષય છે.
વિકાસની રાજનીતિનો નવો યુગ
પ્રદેશ અધ્યક્ષે પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને બિરદાવતા કહ્યું હતું કે • પરિવર્તન: વર્ષ ૨૦૦૦ની આસપાસ કુદરતી હોનારતો અને પાણીની તંગીથી ઝઝૂમતા ગુજરાતની ધુરા મોદીજીએ સંભાળી હતી.
- જ્ઞાતિવાદનો અંત: તેમણે જ્ઞાતિવાદ, જાતિવાદ અને પ્રાંતવાદના રાજકારણને તિલાંજલિ આપીને વિકાસની નવી દિશા બતાવી છે. આજે દેશના ૧૯ રાજ્યોમાં ભાજપા અને NDAની સરકારો જનસેવા કરી રહી છે.
કોંગ્રેસના શાસનના ‘કાળા દિવસો’
કોંગ્રેસના કથિત કુશાસન પર પ્રહાર કરતા તેમણે ૧૯ માર્ચ ૧૯૮૭ના દિવસને યાદ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતું કે , જે રીતે આજે પંજાબમાં ખેડૂતો પર અત્યાચાર થાય છે, તે જ રીતે કોંગ્રેસે ગુજરાતમાં ૧૯ નિર્દોષ ખેડૂતો પર ગોળીબાર કરી તેમને શહીદ કર્યા હતા. “કોંગ્રેસનો આ ‘કાળો પંજો’ ફરી એકવાર ગુજરાતની તિજોરી પર નજર બગાડી રહ્યો છે, પરંતુ જનતા તેમને ૩૦ વર્ષથી સચોટ જવાબ આપી રહી છે,” તેમ તેમણે ઉમેર્યું હતું.
ખેડૂત હિતલક્ષી નિર્ણયો
સરકારની કામગીરી ગણાવતા તેમણે કહ્યું હતું કે , મોદીજીએ વડાપ્રધાન બનતાની સાથે જ ૧૭ દિવસમાં નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી પાણીની સમસ્યાનો અંત આણ્યો. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતોને અતિવૃષ્ટિ સહાય પેટે ૧૦ હજાર કરોડ અને ૨૪ કલાક વીજળી જેવી પાયાની સુવિધાઓ મળી રહી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પીએમ મોદીને ‘આતંકવાદી’ કહેવા બદલ જગદીશ વિશ્વકર્માએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતીઓનું આ અપમાન જનતા ક્યારેય સહન નહીં કરે. જે પક્ષ પોતાના મેન્ડેટ આપેલા ઉમેદવારોને પણ સાચવી શકતો નથી, તે રાજ્ય કે દેશનું શું ભલું કરશે ? અંતમાં, તેમણે ૨૬ તારીખે જંગી મતદાન કરી ‘વિકાસના કમળ’ને વધુ મજબૂત બનાવવા અને ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા જનતાને આહ્વાન કર્યું હતું.
નાગરિકો માટે સુરક્ષા કવચ: શું કરવું અને શું ન કરવું?
આરોગ્ય વિભાગે નાગરિકોને ગરમીથી બચવા માટે નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરી છે:
- સમયનું ધ્યાન: બપોરે ૧૨:૦૦ થી ૪:૦૦ દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.
- રક્ષણ: બહાર જતી વખતે માથા પર ટોપી અથવા ભીનું કપડું રાખવું અને હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.
- હાઈડ્રેશન: પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત કે નાળિયેર પાણી જેવા પ્રવાહી પીવાનું રાખવું.
- વિશેષ કાળજી: વડીલો, બાળકો અને સગર્ભા મહિલાઓની વિશેષ સંભાળ લેવી.
- તબીબી સહાય: જો અશક્તિ, ચક્કર, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો જણાય, તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
તંત્રની સજ્જતા: ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત
આરોગ્ય વિભાગે હીટસ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થાઓ કરી છે: - ડેડિકેટેડ બેડ: દરેક જિલ્લા હોસ્પિટલમાં ૫ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ૨ બેડના સમર્પિત ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ’ તૈયાર કરવામાં આવ્યા છે.
- દવાઓનો સ્ટોક: તમામ હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઈડ્સ, ORS અને આઈસ પેકનો સ્ટોક રાખવા સૂચના અપાઈ છે.
- સઘન મોનિટરિંગ: ૧ માર્ચ ૨૦૨૬થી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP) દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું દૈનિક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
- ફાયર અને ઇલેક્ટ્રિક ઓડિટ: વીજળીનો વપરાશ વધતા હોસ્પિટલોમાં શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓ રોકવા ઈલેક્ટ્રિક લોડ ઓડિટ અને અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવા નિર્દેશ અપાયા છે.
હવામાન વિભાગની દૈનિક ચેતવણીઓને આધારે રાજ્યમાં ‘હીટ-હેલ્થ એક્શન પ્લાન’ કાર્યરત છે. આરોગ્ય કર્મીઓને ખાસ તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે જેથી ગરમીને કારણે થતી બીમારીઓમાં દર્દીઓને ત્વરિત સારવાર મળી રહે. આરોગ્ય વિભાગે જનતાને સાવચેત રહીને સુરક્ષિત રહેવા ખાસ અનુરોધ કર્યો છે.