Gujarat

હાટકેશ્વર બ્રિજ તોડાતા લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

અમદાવાદ: અમદાવાદ શહેરના હાટકેશ્વર બ્રિજના ડિમોલેશન બાદ સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને વાહનચાલકોમાં હર્ષ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી ભ્રષ્ટાચાર અને બાંધકામની ખામીઓના પ્રતિક તરીકે ઓળખાતા આ બ્રિજને આખરે તોડી પાડવામાં આવતા લોકો રસ્તા પર ઉતરી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસએ જણાવ્યું હતું કે, અમદાવાદ મનપા દ્વારા બનેલો આ બ્રિજ શરૂઆતથી જ તકલાદી બાંધકામનો દાખલો હતો. બનાવ્યા બાદ થોડા જ સમયમાં તેની ખામીઓ બહાર આવતાં સ્થાનિક લોકો દ્વારા વિરોધ અને આંદોલન કરવામાં આવ્યું હતું. જો સમયસર આ બ્રિજ તોડવામાં આવ્યો ન હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. સ્થાનિક નાગરિકો અને વેપારીઓના પ્રયાસોથી એક મોટી આફત ટળી હતી. આ બ્રિજના ડિમોલેશન બાદ સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ઝડપી કામગીરી બદલ કોન્ટ્રાક્ટર અને મજૂરોનું ગુલાબના હાર પહેરાવી અને શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top