અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે બુલેટ ટ્રેન પરિયોજના અંતર્ગત ગેરતપુર–અમદાવાદ ખંડ પર મહત્ત્વપૂર્ણ એન્જિનિયરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત તા. 24 એપ્રિલ 2026ના રોજ ચોથા પ્રીકાસ્ટેડ પોર્ટલ બીમના લોન્ચિંગ માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે અમદાવાદ મંડળમાંથી ચાલતી અને પસાર થતી અનેક ટ્રેનો પર અસર પડશે.
વંદે ભારત ટ્રેનોમાં ફેરફાર
ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 24 એપ્રિલે અમદાવાદ સ્ટેશનથી જ શરૂ કરવામાં આવશે, એટલે ગાંધીનગર કેપિટલથી અમદાવાદ વચ્ચેની સેવા રદ રહેશે. જ્યારે ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આગળની સેવા રદ રહેશે.
શતાબ્દી એક્સપ્રેસ મોડેથી રવાના
ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ 24 એપ્રિલે મુંબઈ સેન્ટ્રલથી 1 કલાક 15 મિનિટ મોડી રવાના થશે.
રદ થયેલી ટ્રેનો
કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે, જેમાં 69102 વટવા–વડોદરા મેમૂ (24 એપ્રિલ)
69115 વડોદરા–વટવા મેમૂ (24 એપ્રિલ), 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી (23 એપ્રિલ), 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી (24 એપ્રિલ)
આંશિક રદ
19033 વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન ટ્રેન 24 એપ્રિલે વડોદરા–અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોના સમયપત્રકમાં વિલંબ
કેટલીક લાંબા અંતરની ટ્રેનોને વડોદરા મંડળમાં નિયંત્રિત (રેગુલેટ) કરવામાં આવશે:
19484 આસનસોલ–અમદાવાદ એક્સપ્રેસ: આશરે 1 કલાક 40 મિનિટ વિલંબ
12834 હાવડા–અમદાવાદ એક્સપ્રેસ: આશરે 1 કલાક 40 મિનિટ વિલંબ
12755 કાકીનાડા પોર્ટ–ભાવનગર સુપરફાસ્ટ: આશરે 45 મિનિટ વિલંબ
12474 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–ગાંધીધામ એક્સપ્રેસ: આશરે 1 કલાક 45 મિનિટ વિલંબ