Vadodara

વિસર્જન બાદ ગંદકી અને કુત્રિમ તળાવોની સાફ સફાઈ શરૂ કરી

વડોદરા : શહેરમાં વિઘ્નહર્તા શ્રીજી મૂર્તિ નું વિસર્જન મોડી રાત સુધી ચાલ્યા બાદ શહેરના પાંચેય કૃત્રિમ તળાવોમાંથી પાલિકા તંત્ર દ્વારા કાટમાળ બહાર કાઢવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરી દેવાઇ છે. ત્યારે બીજી બાજુ કૃત્રિમ તળાવની ઊંડાઈ ઓછી હોવાના કારણે કેટલીક મોટી શ્રીજી મૂર્તિઓ કૃત્રિમ તળાવના પાણીની બહાર દેખાઈ રહી છે જેથી તંત્ર દ્વારા શ્રીજી મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા યોગ્ય રીતે નહીં કરાયાના આક્ષેપો શરૂ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દશામાં ના વિસર્જન બાદ મૂર્તિઓ જ્યાં ત્યાં રઝળતી જોવા મળી હતી અને ભક્તો ની લાગણી દુભાતા મૂર્તિ ઓ ને યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો હતો. આ વખતે એવું ન થાય તેને ધ્યાનમા રાખીને સાફ સફાઈ તેમજ મૂર્તિઓ જ્યાં ત્યાં ન દેખાય તેની ખાસ કાળજી લેવામાં આવી રહી છે અને પાલિકા તંત્ર બે ત્રણ દિવસમા કુત્રિમ તળાવો સંપૂર્ણ સાફ સફાઈ કરી નાખશે તેમ જણાઈ રહીયુ છે. અનંત ચતુર્થીના દિવસે શહેરમાં ઠેર ઠેર પંડાલો સહિત ભક્તો દ્વારામાં ઘરે ઘરે બિરાજીત શ્રીજી મૂર્તિનું વિસર્જન શહેરના વિવિધ પાંચેક કૃત્રિમ તળાવમાં જે નજીક હોય ત્યાં કરવામાં આવ્યું હતું. જોકે નવલખી કૃત્રિકૃત્રિમ તળાવના પાણીની બહાર દેખાઈ રહી છે જેથી તંત્ર દ્વારા શ્રીજી મૂર્તિ વિસર્જનની પ્રક્રિયા યોગ્ય રીતે નહીં કરાયાના આક્ષેપો શરૂ થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અનંત ચતુર્થીના દિવસે શહેરમાં ઠેર ઠેર પંડાલો સહિત ભક્તો દ્વારામાં ઘરે ઘરે બિરાજીત શ્રીજી મૂર્તિનું વિસર્જન શહેરના વિવિધ પાંચેક કૃત્રિમ તળાવમાં જે નજીક હોય ત્યાં કરવામાં આવ્યું હતું. જોકે નવલખી કૃત્રિમ તળાવ અન્ય કૃત્રિમ તળાવ પૈકી વધુ ઊંડું હોવાના કારણે મોટી શ્રીજી મૂર્તિ વિસર્જન તળાવમાં કરાયું હતું. આમ છતાં તંત્રની અણ આવડત ના કારણે કેટલીક મોટી શ્રીજી મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન નહીં કરાયું હોવાથી આજે પણ વહેલી સવારે કેટલીક મૂર્તિઓ પાણીની બહાર દેખાઈ રહી હતી. બીજી બાજુ પાલિકા તંત્રના સફાઈ કર્મીઓ આજે વહેલી સવારથી શહેરના પાંચેક કૃત્રિમ તળાવો આસપાસ ની ગંદકી તથા તળાવમાંથી કાટમાળ બહાર કાઢવાના કામે લાગી ગયા છે.

ગણેશ વિસર્જન નદીમાં ન થાય તેટલી જ કડકાઈ ઉદ્યોગોના પ્રદુષિત પાણી માટે પણ રહેશે?
વડોદરા: કુદરતી સ્ત્રોત દુષિત ન થાય તે માટે ગણેશ વિસર્જન નદી તેમજ અન્ય કુદરતી સ્ત્રોતમાં ન થાય તે માટે આ વખતે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં  આવ્યું હતું જે સરાહનીય બાબત છે. પરંતુ આ જ રીતે ઉદ્યોગો પણ પ્રદુષિત પાણી નદીમાં ન ઠાલવે તે માટે તંત્ર કડક વલણ અપનાતે તે પણ એટલું જ જરૂરી છે.. વડોદરાની આસપાસના ઉદ્યોગો છાશવારે નદીમાં પ્રદુષિત પાણી છોડી દેતા હોવાની અનેક બુમરાણ ઉઠી છે.

કુદરતી સ્ત્રોત એવા નદી, તળાવો દુષિત ન થાય તે માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. અને ખાસ કરીને પીઓપીની મૂર્તિઓનું વિસર્જન નદીમાં ન કરાય તેના ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. આ વર્ષે ગણેશ વિસર્જન દરમિયાન મહીસાગર નદી તેમજ અન્ય કુદરતી સ્ત્રોતમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું નથી. અને તેના માટે તંત્ર દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું હતું જો કે આ જ વલણ ઉદ્યોગો માટે દાખવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. ઉદ્યોગો દ્વારા બેફામ રીતે પ્રદુષિત પાણી છોડી દેવામાં આવી રહ્યું છે. મહીસાગર તેમજ વિશ્વામિત્રી નદીમાં ઉદ્યોગો દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી છોડી મુકવામાં આવે છે.

આ અંગે વારંવાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં કોઈ કાર્યવાહી કરતી નથી. ત્યારે લોકો એમ પણ ઈચ્છી રહ્યા છે કે જે રીતે ગણેશ વિસર્જનમાં તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે તે જ રીતે ઉદ્યોગોના પ્રદુષણ મામલે પણ કડક પગલાં લેવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક ઉદ્યોગો કુદરતી સ્ત્રોતોને પોતાની જાગીર સમજી બેઠા છે અને કર્મભૂમિ ઉપર જ બેફામ પ્રદુષણ ફેલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે આવા ઉદ્યોગો સામે કડક રહે પગલાં ભરવાની રાહ જોવાઈ રહી છે અને કુદરતી સ્ત્રોતો પ્રદુષિત ન થાય તે માટે લોકો તંત્ર પાસે આશ લગાવીને બેઠા છે.

Most Popular

To Top