SURAT

પીવાના દૂષિત પાણીને લઈ મહિલાઓ મોરચો કાઢી ઉધના ઝોન આફિસ પહોંચી, અધિકારીઓ મોઢું છુપાવતા થયા

સુરત: સુરતના પાંડેસરામાં પિયુષ પોઈન્ટ નજીક આવેલી શિવનગર સોસાયટીમાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાને કારણે સામાન્ય લોકો ઘણા લાંબા સમયથી હરાજીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને મહિલાઓએ પાલિકાની ઉધના કચેરીએ મોરચો લાવી ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ અધિકારીઓની ખુરશી પર જઈને ગંદા પાણીની બોટલ મુકતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. મહિલાઓએ કહ્યું હતું કે એક વર્ષથી હેરાન થઈએ છીએ કોઈ નિરાકરણ આવતું નથી. જેના કારણએ મહિલાઓ રોષે ભરાઇ આખરે મોરયો કાઢ્યો હતો.

  • મહિલાઓએ અધિકારીઓની ખુરશી પર જઈને ગંદા પાણીની બોટલ મુકતા અધિકારીઓ પણ ચોંકી ગયા
  • એક વર્ષથી આ વિસ્તારના રહેવાસીઓ પીવાના દૂષિત પાણીની ફરિયાદ સાથે ઝઝુમી રહ્યા છે

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી આ વિસ્તારના રહેવાસીઓ પીવાના દૂષિત પાણીની ફરિયાદ સાથે ઝઝુમી રહ્યા છે. મહિલાઓ એ મહાનગર પાલિકાની ઉધના કચેરીએ વારંવાર રજુઆત કરી છે. છેવટે મોરચો લઈને જતા અધિકારીઓ મોઢું છુપાવતા થઈ ગયા છે. છેલ્લા એક વર્ષથી આ સમસ્યાનું ઉધના ઝોન પાસે કોઈ સમાધાન નથી. આખરે વિરોધ પ્રદર્શન જ ન્યાય અપાવી શકે છે. પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક આવેલ શિવનગર સોસાયટીના રહીશોએ ફરિયાદ કોઈ સાંભળતું નથી. દૂષિત પાણી બોટલમાં ભરીને લોકો સોસાયટીના પ્રમુખના ઘરે રજૂઆત માટે પોહચ્યા હતા. ત્યારબાદ સોસાયટીના પ્રમુખ અને સ્થાનિક મહિલાઓ મોરચો લઈ ઉધના ઝોન કચેરીએ જવા મજબુર બન્યા હતા.

મહિકાઓએ જણાવ્યું હતું કે, પાલિકાના અધિકારીની કેબિનમાં રજૂવાતોનો મારો ચલાવવામાં આવ્યો હતો. અધિકારીઓ મોઢું છુપાવતા થઈ ગયા હતા. વારંવાર દૂષિત પાણીની સમસ્યાથી ત્રાહિમામ લોકોનો રોષ આસમાને પહોંચી ગયો હતો. મોરચો લઈ ગયેલી મહિલાઓએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Most Popular

To Top