વાપી: (Valsad) વલસાડ નજીકના ફલધરા ગામે એક પરિણીતાની (Married woman) આંખ રિક્ષાવાળા (Auto Driver) સાથે મળી જતાં પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડા વધતા...
હાલમાં પોર્ટુગલ સરકારે કર્મચારીનાં અંગત જીવનને સંરક્ષણ આપતો શ્રમ કાયદો પસાર કર્યો છે. જેનાં નોકરીનાં કામનાં કલાક પૂરા થયા બાદ કે રજાના...
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલીત ભારતીય પોસ્ટ વિભાગ આધુનિક ટેકનોલોજી અપનાવી ઘણો વિકાસ કર્યો છે. પોસ્ટ પણ બેંક જેવું કાર્ય કરતી એક સરકારી...
રાંચી: (Ranchi) નક્સલવાદી (Naxal) સંગઠન સીપીઆઈ-માઓવાદીએ (CPI-Maoist) ચાર રાજ્યો ઝારખંડ (Jharkhand), બિહાર (Bihar) , ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને છત્તીસગઢમાં (Chattishgadh) 23...
ભારતમાં સરકાર નિયંત્રિત શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણ ક્ષેત્રની નિર્ણાયક જગ્યાઓ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રિય કક્ષાએ યુજીસી, એનસીઆરટી, કે રાજય કક્ષાએ સરકારી...
અમેરિકામાં કોવિડ-૧૯ના રોગચાળાને કારણે હવાઇ યાત્રાઓ ઘણે અંશે બંધ થઇ ગઇ હતી અને સંખ્યાબંધ એરલાઇનોએ તેમના નિષ્ક્રિય વિમાનો વિવિધ સ્થળે પાર્ક કરી...
નાનકડા નવ વર્ષનો રિયાન તેને સામેના બંગલામાં રહેતા આંટી હેઝલ બહુ ગમે …ખુબ જ સુંદર …એટલાજ પ્રેમાળ …નાનકડા રીયાનને બહુ વ્હાલ કરે...
ટાઢો તો ટાઢો, પણ શિયાળા જેવો ‘કાઢો’ નહિ. આ શિયાળો મને ગમે બહુ..! પૂરબહારમાં ખીલે ત્યારે તો ‘રોમેન્ટિક’ કન્યા જેવો એન્ટીક લાગે....
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તળિયે ગઈ છે, જેને કારણે ભાજપના મીડિયા સેલને કિસાન આંદોલન બાબતમાં સરકારની સિદ્ધિનો જોરશોરથી પ્રચાર કરવાની...
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. ડ્રગ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતના લાંબા દરિયા કિનારાનો ઉપયોગ કરી રહ્યાં છે....
રાજ્યમાં હમણાં ઠંડીમાં સહેજ ઘટાડો થયો છે. દિવસે રાજ્યમાં ગરમીનો પારો 32થી 34 સુધી ઉંચે જવા પામ્યો હતો. જ્યારે ઠંડીનું પ્રમાણ પણ...
દિલ્હી: (Delhi) અયોધ્યા, ચિત્રકૂટ સહિત ભગવાન રામ સાથે સંબંધિત ધાર્મિક સ્થળોની યાત્રા માટે શરૂ કરાયેલી ભારતીય રેલવે (IRCTC) ની રામાયણ એક્સપ્રેસમાં (Ramayan...
નાના-લઘુ અને મધ્યમ ઉદ્યોગો, MSME સેક્ટર અને બેન્કર્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે, તેમ મુખ્યમંત્રી...
રાજ્યમાં છેલ્લા સોમવારે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 9 તેમજ સુરત મનપામાં 6, વડોદરા મનપામાં 5,...
ડાંગ: (Dang) સાપુતારા (Saputara) ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડાઓમાં સોમવારે સાંજનાં અરસામાં ધોધમાર સ્વરૂપેનો કમોસમી વરસાદ (Rain) તૂટી પડતા...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં સરકારી નોકરીની (Government Job) તૈયારી કરી રહેલા યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે ગુજરાત સરકારે રાજ્યમાં બિનસચવાલય (Non-Secretariat)...
વડાપ્રધાને ભલે એગ્રીકલ્ચર એક્ટને પાછો ખેંચવાની જાહેરાત કરી હોય, પરંતુ સંસદ દ્વારા તેને રદ ન થાય ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન (Protest) ચાલુ...
પંજાબ: (Panjab) આવતા વર્ષે પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ (Election) યોજવાની છે તેથી બધી જ રાજનીતિક પાર્ટીઓએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે....
દિલ્હી: (Delhi) આજે સપ્તાહનો પહેલો દિવસ સોમવાર એ ભારતીય શેરબજાર (stock market) માટે સારો રહ્યો નથી. દિવસભર BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી...
આજે ગુજરાત (Gujarat) રાજ્ય ચૂંટણીપંચે (Election Commission) રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની (Gram Panchayat) બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરી...
અમરેલી: (Amreli) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના (Dhari Taluko) ચલાલા ગામે પરિણીતાએ પોતાની બે પુત્રીઓ (Daughter) સાથે આપઘાત (Suicide) કરી લેતા અરેરાટી પ્રસરી...
સુરત: (Surat) શહેરના ડભોલી ગામમાં રહેતા યુવકે ભાવનગર મિત્ર પાસેથી લીધેલા ઉછીનાં નાણાં (Rupees) ચૂકવી દીધા પછી પણ ભાવનગરથી (Bhavnagar) સાગરીતો સાથે...
ગાંધીનગર: આજ સોમવારથી સમગ્ર ગુજરાતમાં (Gujarat) ઓફલાઇન શિક્ષણની (Offline Education) શરૂઆત થઈ ગઈ છે. ગઇકાલે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Education...
સુરત: (Surat) સુરત એસટી નિગમમાં (ST Corporation) હાલમાં સુરતથી અલગ અલગ વિસ્તારોમાં કુલ 148 જેટલી બસો (Bus) દોડી રહી છે. દરમિયાન હાલમાં...
પાકિસ્તાનની (Pakistan) ધરતીમાં ઘુસીને તેના ફાઈટર વિમાનને (Fighter jet) ધ્વસ્ત કરી દેનાર બાલાકોટ એરસ્ટ્રાઈકના (Balakot Airstrike) હીરો અભિનંદન વર્ધમાનને (Abhinadan Vardhman) આજે...
ભરૂચ: (Bharuch) વિદેશી ફંડિંગના (Foreign Fund) જોરે જ્યાં આમોદ (Aamod) તાલુકાના કાંકરિયા (Kankariya) ગામે ૧૫૦ જેટલા આદિવાસીઓના ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે,...
સુરત: રાજ્યના વાહન વ્યવહાર કમિશનરે 20 નવેમ્બરના રોજ તમામ આરટીઓને (RTO) એક જાહેરનામું મોકલાવી લાઇસન્સ (Licence) સહિતની 20 જેટલી સેવાઓ (Services) ફેસલેસ...
સુરત: બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (Civil Aviation Security) અને કેન્દ્રના ગૃહ મંત્રાલય (Home ministry) દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Surat Custom...
એક તરફ રાજ્યના રાજ્યના ગૃહમંત્રી (State Home minsiter) હર્ષ સંઘવી (Harsh Sanghvi) પોલીસકર્મીઓને ટ્રાફિક નિયમ તોડનારા વાહનચાલકો રીઢો ગુનેગાર નથી, તેઓ જોડે...
ગત બે અંકોમાં જ્ઞાનીનો વિશેષ મહિમા સમજ્યા. હવે ભગવાન જ્ઞાનીને પોતાનો આત્મા કેમ કહે છે તે જાણીએ. સમસ્ત વિશ્વમાં સરસ્વતીના આરાધકો અર્થાત્...
મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ ચમત્કાર? જાદુ હજુ યથાવત, આર્જેન્ટિનાનો વિશ્વાસ અડગ; ફરી એકવાર વિશ્વ વિજયનું સપનું
કચ્છના મુન્દ્રાથી મુંબઈ-ગોવા સહિત 8 શહેરો માટે સીધી ફ્લાઈટ સેવા શરૂ
ગુજરાતમાં ચોમાસું નબળું પડતાં વરસાદમાં 76% સુધીની ઘટ! ગરમીનો માર યથાવત, હવે ક્યારે ધમાકેદાર એન્ટ્રી કરશે મેઘરાજા?
લખનૌ અગ્નિકાંડમાં બુઝાઈ ગયા બે મિત્રોના સપના: કાનપુરના સંયમ અને સૂરજની કરુણ કહાની સાંભળીને આંખો ભીની થઈ જશે
આધાર યુઝર્સ માટે ખુશખબર: ઈમેલ અપડેટ સેવા 31 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક
RTIના નવા નિયમો સામે અન્ના હજારેનો બળવો: સરકારને અંતિમ ચેતવણી, 5 જુલાઈથી અનિશ્ચિત ભૂખ હડતાળની જાહેરાત
તેજપ્રતાપ યાદવના સરકારી આવાસમાં મોટી ચોરીનો દાવો: 20 લાખની રોકડ, પાર્ટી ફંડ અને દાગીના ગાયબ, PA સામે FIR નોંધાઈ
ટ્રમ્પની એક ધમકીથી ઈરાન ભડક્યું, પછી મનાવવાના મિશનમાં લાગ્યું પાકિસ્તાન! સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા-ઈરાન વાતચીત દરમિયાન સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા
અલ-નીનો અને ઇથેનોલની ડબલ માર! ભારતના ખાંડ નિકાસ પર લાગી શકે છે લાંબી બ્રેક
પેટલાદમાં રેતીની લીઝમાં ભાગીદારીના નામે હૈદરાબાદના વેપારી સાથે ₹ ૧૫ લાખની ઠગાઇ
ગંગાની વચ્ચે નાવડીમાં ચિકન અને દારૂની મહેફિલ! ભાજપના કોર્પોરેટરની નાવડીનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ, 5 લોકો ઝડપાયા
લખનૌ અગ્નિકાંડ પર CM યોગીનો કડક એક્શન! SITની રચના, 6 FIR, 4 ધરપકડ, 4 અધિકારીઓ સસ્પેન્ડ
કામરેજ તાલુકાનું ખૂબ જ નાનું અને હિન્દુ લોકોની વસતી ધરાવતું સમૃદ્ધ ગામ
વડોદરામાં ચોમાસાના આગમન સાથે આકાશમાં રચાયું અદભુત મેઘધનુષ :
ઉમરેઠમાં ટ્રેક્ટર-ટ્રોલી ભાડે રાખવાના બહાને ખેડૂત સાથે ₹6.30 લાખની છેતરપિંડી
“બારી તોડીને પાઈપના સહારે નીચે ઉતરી, કોઈએ ફોન પણ ન ઉઠાવ્યો” લખનૌ અગ્નિકાંડમાંથી બચી ગયેલી યુવતીએ વર્ણવી મોતના તાંડવની હૃદયદ્રાવક કહાની
3 મેચ, 2 દિગ્ગજ અને 1 મોટો સવાલ,શું ઈંગ્લેન્ડમાં બચશે રોહિત-વિરાટનું વર્લ્ડ કપ સપનું?
ઈરાનને ₹300 બિલિયન કોણ આપશે? ખાડી દેશોના પ્રવાસે નીકળ્યા અમેરિકાના વિદેશમંત્રી
લાલચ અને બેદરકારીમાં હોમાઈ ગયા 15 યુવાનોના જીવ! લખનૌ અગ્નિકાંડનો અસલી ગુનેગાર કોણ?
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: માત્ર 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, સુરત-વલસાડમાં ભારે વરસાદ
ICCના નિયમો તોડતા ઇંગ્લેન્ડને આકરી સજા, મેચ ફીના 50% દંડ સાથે 12 પોઇન્ટ્સ કપાયા
બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું: એન્ડી બર્નહામ નવા વડા પ્રધાન બની શકે છે
‘ધ બોયઝ’ અને ‘બ્રેકિંગ બેડ’ના સ્ટારે ઇસ્લામ ધર્મ અપનાવ્યાની ચર્ચા તેજ
MCX પર સોના-ચાંદીમાં તેજી, વૈશ્વિક બજારમાં નરમાઈ: રોકાણકારો માટે શું છે સંકેત?અમેરિકા-ઈરાન શાંતિ વાટાઘાટો
SSC CGL 2026 માટે અરજી કરવાની આજે છેલ્લી તક: 12,256 સરકારી જગ્યાઓ માટે ભરતી
કતરના બરજાન ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 54 લોકો ઈજાગ્રસ્ત; 18 કર્મચારીઓ હજુ લાપતા
શાકભાજી લેવા ગયેલા ગ્રાહકની ઈકો કાર ગામ તળાવમાં પલટી
અમેરિકા-ઈરાન ચર્ચાઓ વચ્ચે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 350થી વધુ અંક ઉછળ્યો, નિફ્ટી 24,100ની નજીક
NEET UG 2026 રી-એગ્ઝામ પૂર્ણ: ફિઝિક્સ સૌથી મુશ્કેલ, બાયોલોજી સરળ પરંતુ લાંબી; 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા
સરહદ વિવાદ પર નેપાળનો યુ-ટર્ન, બાલેન શાહે કહ્યું- ભારત સાથે સીધી વાતચીત જ ઉકેલ
વાપી: (Valsad) વલસાડ નજીકના ફલધરા ગામે એક પરિણીતાની (Married woman) આંખ રિક્ષાવાળા (Auto Driver) સાથે મળી જતાં પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડા વધતા ગયા હતા. પ્રેમસબંધમાં (Love Relationship) આડખીલી બનતા પતિની પત્નીએ તેના પ્રેમી સાથે મળી ઘાતકી હત્યા (Murder) કરી દીધી હતી. જે કેસની અંતિમ સુનાવણી સોમવારે હાથ ધરાતા વલસાડ કોર્ટના મુખ્ય સેશન્સ જજ એમ. કે. દવેએ પ્રેમી સાથે મળી પતિની આંખમાં મરચાંની ભૂકી નાખી હત્યા કરનાર પત્ની શોભનાબેન જયસુખભાઇ પટેલ અને પ્રેમી રિક્ષા ચાલક અજીત ઝવેરભાઈ પટેલને ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી દોષીત જાહેર કરવાનો હુકમ કર્યો હતો. જેમાં બંને હત્યારાને આજીવન કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.
વલસાડના ફલધરાની પરિણીતાની રિક્ષાવાળા સાથે આંખ મળી ગઈ હતી, આડખીલી રૂપ બનતા પતિની 2018માં હત્યા કરી હતી
આ કેસની વિગત એવી છે કે, વલસાડ નજીકના ફલધરા ગામેં કંભાર ફળિયામાં રહેતી શોભનાબેન જયસુખભાઈ ધો. પટેલ અને પારડીના નેવરીમાં રહેતો રિક્ષાવાળો અજિત ઝવેરભાઈ પટેલ વચ્ચે આંખ મળી જતાં બંને પ્રેમમાં પાગલ બની ગયા હતા. આ બંને પ્રેમીપંખીડા પ્રેમમાં આંધળા બની જતાં પરિણીતા શોભનાના પતિ જયસુખને જાણ થતાં આ સંબંધ પર પૂર્ણવિરામ મુકવા ઘણીવાર સમજાવ્યા હતા. પતિ-પત્ની વચ્ચે આ પ્રેમ સંબંધને લઈ રોજબરોજ નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા. શોભના અને અજિતના પ્રેમસબંધમાં આડખીલી બનનાર પતિ જયસુખને હટાવવા શોભના અને અજિતે એક પ્લાન બનાવી અદાવત રાખી બંનેએ ભેગા મળી એકબીજાની મદદથી ગત 22/01/2018ના રોજ કોઈ હથિયાર વડે માથાના, કાનના અને ઉપરના હોઠના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાંખી હતી.
આ કેસમાં રૂરલ પોલીસના પીએસઆઈ એસ.જે.પંડ્યાએ શોભના અને અજીતની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. આ કેસ વલસાડ કોર્ટમાં 3 વર્ષ સુધી ચાલતાં અંતિમ સુનાવણી સોમવારે હાથ ધરાઈ હતી. જેમાં વલસાડ કોર્ટના મુખ્ય સેશન્સ જજ એમ. કે. દવેએ અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી પતિની હત્યા કરનાર પત્ની શોભના અને પ્રેમી અજીત હત્યા કેસેમાં દોષીત જાહેર કરી બંને હત્યારાને આજીવન કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડના ભરે તો વધુ છ મહિના સજાનો હુકમ કર્યો હતો. આ ઉપરાંત આઇપીસીની કલમ ૨૦૧નાં ગુનામાં એક વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫૦૦૦નો દંડ અને દંડના ભરે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. બંને આરોપીઓએ તમામ સજા એક સાથે ભોગવવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉપરાંત જયસુખ પટેલના બે સંતાનને વળતર ચૂકવવા કોર્ટ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને કેસ રીફર કરવામાં આવ્યો છે.

જિલ્લામાં મહિલાને આજીવન કેદની સજા થયાનો બીજો બનાવ
વલસાડ જિલ્લામાં પ્રેમસંબંધને લઈ નડતરરૂપ પતિ કે સંતાનને મોતને ઘાટ ઉતારનાર મહિલાને આજીવન કેદની સજા થયાનો આ બીજો કેસ છે. અગાઉ ગત 30/10/2010ના રોજ એક પરિણીતા અને તેના પ્રેમીએ સાથે મળી પ્રેમસબંધમાં આડખીલી બનનાર દિકરીને ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેમાં કોર્ટે દિકરીની હત્યા કરનાર હત્યારી માતાને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યો ઉપરોક્ત બીજા બનાવ ગત 22/01/2018ના રોજ બન્યો હતો. આ બંને કેસમાં પ્રેમસંબંધ જ કારણભૂત રહ્યો હતો.