SURAT

સરથાણામાં ઉછીનાં નાણાંની ઉઘરાણી માટે ભાવનગરથી આવી યુવકને માર મરાયો

સુરત: (Surat) શહેરના ડભોલી ગામમાં રહેતા યુવકે ભાવનગર મિત્ર પાસેથી લીધેલા ઉછીનાં નાણાં (Rupees) ચૂકવી દીધા પછી પણ ભાવનગરથી (Bhavnagar) સાગરીતો સાથે આવીને યુવકને માર મારી ધમકી (Threat) આપતાં સરથાણા પોલીસ સ્ટેશનમાં (Sarthana Police Station) ફરિયાદ નોંધાવી હતી. સરથાણા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી ગામની શ્રીનગર સોસાયટીમાં રહેતો 27 વર્ષીય ખનાજી હાલાજી ભાઠી મૂળ ભાવનગર પાલીતાણાનો વતની છે. તે છેલ્લા છ મહિનાથી પત્ની દક્ષાબેન, પુત્ર રુદ્ર અને પ્રિયાંશુ સાથે રહી કાર્ટિંગનો કમિશનથી ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ પહેલાં તે પાલીતાણા ખાતે રહેતો હતો, ત્યારે બે વર્ષ પહેલાં ટ્રેક્ટર લેવા માટે તેના મિત્ર અલ્પેશ વિક્રમ વાઘેલા (રહે.,પીપરડી, પાલીતાણા, ભાવનગર) પાસેથી ઉછીનાં નાણાં લીધાં હતાં. તે ચૂકવી પણ આપ્યાં હતાં. ત્યારબાદ ખનાજી ધંધા અર્થે સુરત આવી ગયા હતા. ખનાજીએ નાણાં ચૂકવી દીધા હોવા છતાં અલ્પેશ અવારનવાર ફોન કરી નાણાંની ઉઘરાણી કરતો હતો. ગઈકાલે સાંજે અલ્પેશ તેની સાથે કિરણ દીપક મકવાણા, વિશાલ ગોરધન મકવાણા અને પ્રહલાદ પ્રેમજી ગોહિલ સાથે સુરત આવી ફોન કરી સરથાણા જકાતનાકા પાસે મળવા માટે બોલાવ્યો હતો. ખનાજીને ગાળાગાળી કરી લાફા મારી નાણાં નહીં આપે તો જીવતો નહીં છોડીશું તેવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

અમરેલીના ચલાલામાં પરિણીતાનો બે માસુમ પુત્રીઓ સાથે સામુહિક આપઘાત

અમરેલી : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે પરિણીતાએ પોતાની બે પુત્રીઓ સાથે આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી છે.
જાણવા મળતી માહિતી મુજબ ચલાલાના હરીધામ સોસાયટીમાં રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા ભરતભાઈ દેવમુરારીની પત્ની સોનલબેન (ઉ.વ.૪૦) તેની મોટી પુત્રી હિતાલી (ઉ.વ.૧૪) અને નાની પુત્રી ખુશી(ઉ.વ.૩) સાથે જ્વનલશીલ પદાર્થ છાંટી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા ભરતભાઈ ઘરે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે પેનલ પોસ્ટમાર્ટમ કરાવ્યું હતું. પરિણીતાએ ઘરકંકાસમાં સામુહિક આપઘાત કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. નાની પુત્રી તો ઘોડીયામાં સળગી ગઈ હતી. આ ઘટનાને કારણે સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. ઘરકંકાસને કારણે આખો પરિવાર વિખેરાઈ ગયો હતો.

Most Popular

To Top