ડાકોર: યાત્રાધામ ડાકોરમાં પોલીસતંત્રની રહેમનજર હેઠળ દેશી-વિદેશી દારૂની બદી સતત વધી રહી છે. જેના પુરાવા સ્વરૂપ નગરમાં ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો અને...
નડિયાદ : નડિયાદ શહેરના મુખ્ય માર્ગો પર સમસ્યાઓ હવે સામાન્ય બની ગઈ હોવાનું જણાઈ રહ્યુ છે. શહેરના નાનાકુંભનાથ રોડ પર ગટરના પાણી...
કોઈ પણ યુદ્ધના અંતે કોઈ વિજેતા હોતા નથી. યુદ્ધ લડનારા બંને પક્ષોને ભારે હાનિ થયા વિના રહેતી નથી. મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય...
બિહાર: બિહાર (Bihar)નાં મોતિહારી (Motihari) જીલ્લામાં એક મોટો અકસ્માત (Accident) સર્જાયો હતો. રામગઢવાના નારિલગિરીમાં ઈંટની ભઠ્ઠાની ચીમનીમાં (Brick kiln chimney) બ્લાસ્ટ (Blast)...
કોરોનાની સાથે-સાથે હવે અમેરિકામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક મિલિયન લોકો શીતલહરની ચપેટમાં છે. ભારે હિમવર્ષાનાં કારણે લોકો પોતાના ઘરોમાં...
આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, પરંતુ બહુ ઓછાં લોકો એવાં છે કે હિન્દી ભાષા જાણે છે અને હિંદીમાં દરેક વ્યવહાર કરે છે....
એકસપ્રેસ હાઇ વે આજના નવા યુગ માટે વરદાનરૂપ છે. આજના મોંઘા પેટ્રોલના ભાવને ધ્યાનમાં લઇ એકસપ્રેસ હાઇ વે એક લાઇફલાઇનનું કામ કરે...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રનાં ભાજપનાં ધારાસભ્યને ગંભીર અકસ્માત નડ્યો છે. પોતાના ગામ જતી વખતે ડ્રાઈવરને ઊંઘ આવી જતા કાર 30 ફૂટ ઊંડી ખીણમાં પડી...
જો જો હોં! માસ્ક અને સેનિટાઇઝર ફરી પાછાં વસાવી લેજો. કાળજું કંપાવતી ઘટનાઓનો ભૂતકાળ કોરોના ફરી પાછો વર્તમાન બને તો નવાઇ નથી!...
સાવ નાની અમથી વાત પર નેહલ રિસાઈ ગયો.મમ્મીએ રાત્રે જમવામાં આજે નરમ ખીચડી ,કઢી અને સલાડ બનાવ્યા હતા. જે નેહલને ઓછા ભાવતાં...
રાજસ્થાન: ગુજરાતની (Gujarat) જેમ રાજસ્થાન (Rajasthan) પણ ભરતી પેપર લીક (Paper leak) થયા હોવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર...
હાલમાં ક્રિસમસની તૈયારીઓ જોરશોરમાં થઈ રહી છે અને સાથે જ નવા વર્ષને વધાવવાનો ઉલ્લાસભર્યો માહોલ પણ જોવા મળી રહ્યાો છે. ક્રિસમસની ઉજવણીની...
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો’ યાત્રાએ તા. ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ને દિને ૧૦૦ દિવસ પૂરા કર્યા છે. ૨૫૦૦ કિલોમીટરની...
સુંદર જીવન જીવો’ આ વિષય પર એક પરિસંવાદ હતો. એક પછી એક બધા સુંદર વિચારો રજૂ કરી રહ્યા હતા. આખા દિવસના પરિસંવાદ...
નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની (Test Series) બીજી મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ...
દેશ અને દુનિયામાં કોરોનાનો ભય ફરીથી ફેલાયો છે. કોવિડ વાયરસનો નવો વેરિયન્ટ ચીનમાં અનિયંત્રિત રૂપે ફેલાયો હોવાની વાતે દુનિયા ફરીથી ધ્રૂજી રહી...
વિન્ટરની સિઝન આવતાં જ આપણા સ્ટાઇલિંગની રીત બદલાઇ જાય છે. આ મોસમમાં આપણે માત્ર શીતળ લહેરોથી બચવા જ નથી માંગતાં પરંતુ પોતાને...
વલસાડ : વલસાડના (Valsad) ચણવઈ હાઇવે ઓવરબ્રિજ (Overbridge) પાસેથી ગટર તેમજ ખાળકુવાની સફાઈ કરતા ટ્રેક્ટરની ટાંકીમાં (Tractor Tank) લઈ જવાતો રૂ.2.67 લાખનો...
સુરત : મહાલક્ષ્મી માર્કેટમાં (Mahalaxmi Market) શેઠની તિજોરીમાં પડેલા પોણો કરોડની ચોરીને (Stealing) શેઠના અંગત ઇસમે જ અંજામ આપ્યો હોવાની વિગત ક્રાઇમ...
વલસાડ : તિરૂવન્તપુરમ વેરાવળ (Thiruvananthapuram Veraval) એક્સપ્રેસ ટ્રેનમાં (Express Train) મુસાફરી કરી રહેલી મહિલા સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.2.30 લાખનો મુદ્દામાલ પર્સમાં...
સુરત: ચીનમાં (China) કોરોનાની (Corona) સાતમી લહેરમાં મળી આવેલા નવા વેરિએન્ટના પરિણામે મોટી સંખ્યાંમાં હોસ્પિટલ, દવાખાનાં ઊભરાવા સાથે ઘણા લોકોનાં મૃત્યુ (Death)...
સુરત: અમેરિકન સંસદમાં ઇગલ એક્ટ (Eagle Act) અમલમાં આવે એ પહેલાં જ ડેમોક્રેટિક (Democratic) અને રિપબ્લિકન (Republicans) પાર્ટીના સભ્યોએ બહુમતથી વિરોધ નોંધાવતાં...
નવી દિલ્હી : વીડિયોકોન (Videocon) લોન કૌભાંડમાં સીબીઆઈ એજેન્સીને (CBI Agency) મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. તપાસ એજન્સીએ શુક્રવારે સાંજે ICICI બેંકના...
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ દેશના 80 કરોડ લોકોને મફતમાં (Free) અનાજ (Grain) આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિયમંત્રી પીયુષ ગોયલએ કેબિનેટ...
સુરત : સુરત એરપોર્ટથી (Surat Airport) ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અસુવિધાઓને લીધે ફ્લાઈટની (Flight) સંખ્યા સતત ઘટી રહી છે. હવે એર ઇન્ડિયાએ (Air India) અચાનક...
સુરત : માનદરવાજા ખાતે રહેતી અને શિક્ષિકા (Teacher) તરીકે નોકરી (Job) કરતી યુવતીના પડોશમાં રહેતા ડિવોર્સી ભૂતપૂર્વ પ્રેમીએ તેની સાથેના ફોટો (Photo)...
પલસાણા: આગમી દીવશોમાં ન્યુયરની ઉજવણીને લઇ લોકોમાં થનગનાટ છે ત્યારે બુટલેગરો પણ ખુબ સક્રિય થઇ ગયા છે.નવી નવી તરકીબ અજમાવી દારૂની હેરાફેરીનો...
નવી દિલ્હી : લીયોનેલ મેસ્સી (Lionel Messi) સમયનો મહાન ફૂટબોલર છે. તેણે રમતગમતની દુનિયામાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. ફીફા ફાઇનલમાં (FIFA...
અમદાવાદ : ગુજરાતના (Gujarat) નાગરીકોને સાઈબર સુરક્ષામાં ભાજપ (BJP) સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) અને કોમ્યુનિકેશનના યુગમાં ઈન્ટરનેટ વપરાશ...
ગાંધીનગર : ચીન, જાપાન, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) જેવા કેટલાક દેશોમાં તાજેતરના કોરોનાના (Corona) કેસોમાં થયેલા વધારાને પગલે કેન્દ્ર સરકારે હવે...
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
અમેરિકાએ ચીની રિફાઈનરીને નિશાના પર લીધી, ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો પર પ્રતિબંધ
વડોદરામાં પાલિકાની દબાણ શાખાએ ‘એક્શન મોડ’માં આવી રાજકીય બેનરોનો સફાયો કર્યો
હાલોલ તાલુકામાં ચૂંટણી માટે તંત્ર તૈયાર: 21 બેઠકો પર મતદાન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં પોલીસતંત્રની રહેમનજર હેઠળ દેશી-વિદેશી દારૂની બદી સતત વધી રહી છે. જેના પુરાવા સ્વરૂપ નગરમાં ઠેર-ઠેર દારૂની ખાલી બોટલો અને પોટલીઓના ખડકલાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને મંદિર તેમજ ગોમતીઘાટ જેવી પવિત્ર જગ્યાની આસપાસ જ દારૂની ખાલી બોટલો અને પોટલીઓ પડેલી જોઈને શ્રધ્ધાળુઓની લાગણી દુભાઈ રહી છે. ત્યારે ડાકોરમાં બેફામ બનેલાં બુટલેગરો સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં છેલ્લાં ઘણાં સમયથી પોલીસતંત્રની નબળી કામગીરીને કારણે બુટલેગરો બેફામ બન્યાં છે. જેથી નગરમાં દેશી-વિદેશી દારૂની બદી ફુલીફાલી છે.
નગરના મુખ્ય માર્ગો પર રાત્રીના સમયે દારૂડીયાઓ લટાર મારતાં જોવા મળી રહ્યાં છે. તો વળી બીજી બાજુ ડાકોરમાં આવેલ વિશ્વ વિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર આસપાસના વિસ્તારો ઉપરાંત ગોમતીઘાટ, સ્કુલ-કોલેજના મેદાનો સહિતની વિવિધ જગ્યાઓ પર વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ દેશી દારૂની ખાલી પોટલીઓ જ્યાં-ત્યાં પડેલી જોવા મળે છે. તે જોતાં યાત્રાધામ ડાકોરમાં દારૂબંધીનો કાયદો લાગુ પડતો ન હોવાનું લાગી રહ્યું છે. મંદિર તેમજ ગોમતીઘાટ જેવી પવિત્ર જગ્યાઓ આસપાસ જ દારૂની ખાલી બોટલો અને પોટલીઓ જોઈ યાત્રાળુઓની લાગણી દુભાઈ રહી છે.
સાથે-સાથે યાત્રાધામ ડાકોરની છબિ પણ ખરડાઈ રહી છે. તેમછતાં પોલીસતંત્ર નગરમાં દારૂના વેપલાને રોકવા માટે કોઈ તસ્દી લેતું નથી. જેને પગલે પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાની ચર્ચા પણ ફુલીફાલી છે. ત્યારે યાત્રાધામની છબિ ખરડાતી અટકાવવા અને યુવાધનને ખોટા રવાડે ચઢતાં અટકાવવા માટે પોલીસતંત્ર સક્રિયતા દાખવી નગરમાં દારૂબંધીનો કડકપણે પાલન કરાવે તેવી જાગૃત તેમજ ગાંધીવાદી નાગરીકોની માંગ ઉઠવા પામી છે. ડાકોરમાં દારૂબંધીના અમલ માટે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી. પરંતુ સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાથી આ બદી ફુલી ફાલી છે.