Sports

ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ: ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં, 50 રન પહેલા 4 વિકેટ ગુમાવી

નવી દિલ્હી: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની (Test Series) બીજી મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારત 4 વિકેટે ગૂમાવી 45 રન બનાવ્યા હતા. તેને આ મેચ જીતવા માટે વધુ 100 રન બનાવવાની જરૂર છે. આ પહેલા બાંગ્લાદેશનો બીજો દાવ 231 રનમાં સમેટાઈ ગયો હતો. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે બીજી ઇનિંગમાં 73 રન બનાવ્યા હતા.પહેલી ઇનિંગના આધારે ભારતને 87 રનની લીડ મળી હતી. આવી સ્થિતિમાં તેને જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ પહેલા ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં વિકેટકીપર ઋષભ પંત અને શ્રેયસ અય્યરે શાનદાર રમત બતાવી હતી. રિષભ પંતે 93 અને શ્રેયસ અય્યરે 87 રન બનાવ્યા હતા. બંનેની આ શાનદાર ઇનિંગનું પરિણામ એ આવ્યું કે ટીમ ઇન્ડિયાને 87 રનની લીડ મળી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસન અને તૈજુલ ઈસ્લામે ચાર-ચાર વિકેટ લીધી હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચના ત્રીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. જીત માટે 145 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે ચાર વિકેટે 45 રન બનાવ્યા હતા. જયદેવ ઉનડકટ 3 અને અક્ષર પટેલ 23 રન બનાવીને રમી રહ્યા છે. ભારતને જીતવા માટે હજુ 100 રનની જરૂર છે અને તેની છ વિકેટ હાથમાં છે.

કોહલી પણ આઉટ
બાંગ્લાદેશની ટીમ ઈન્ડિયા પર ભારી પડી રહી છે. એક બાદ એક વિકેટ બાંગ્લાદેશના ખેલાડીઓ ઝડપી રહ્યા છે. વિરાટ કોહલી એક રન બનાવીને આઉટ થયો હતો. કોહલીને મેહદી હસન મિરાજે આઉટ કર્યો હતો. કોહલીનો કેચ મોમિનુલે શોર્ટ લેગ પર લીધો હતો. આઉટ થયા બાદ વિરાટ કોહલીનો ગુસ્સો ફાટી નીકળ્યો કારણ કે બાંગ્લાદેશી ખેલાડીઓ બાઉન્ડ્રીની બહાર આવીને ઉજવણી કરવા લાગ્યા હતા. કોહલીએ આ અંગે અમ્પાયરને ફરિયાદ પણ કરી હતી. ભારતનો સ્કોર – 38/4. અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ ક્રિઝ પર છે.

ભારતને ત્રીજો ઝટકો
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. શુભમન ગિલ પણ મેહદી હસન મિરાજના હાથે આઉટ થઈ ગયો હતો. ગિલે 35 બોલ સામે માત્ર સાત રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલી ક્રિઝ પર આવી ગયો છે. ભારતનો સ્કોર – 29/3.

પૂજારા પણ આઉટ
ભારતીય ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ચેતેશ્વર પૂજારા સ્ટમ્પ આઉટ થયો છે. પૂજારાને મેહદી હસને આઉટ કર્યો હતો. ભારતીય ટીમનો સ્કોર – 12/2. હવે અક્ષર પટેલ શુભમન ગિલના સમર્થનમાં આવ્યો છે

કેએલ રાહુલ
ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે. કેપ્ટન કેએલ રાહુલ બે રન બનાવીને આઉટ થયો હતો. શાકિબ અલ હસન કેએલ રાહુલને આઉટ કર્યો હતો. ભારતનો સ્કોર – 3/1. શુભમન ગિલ અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે.

ભારતને 145 રનનો લક્ષ્યાંક મળ્યો
ભારતને મીરપુર ટેસ્ટ મેચ જીતવા માટે 145 રનનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશનો બીજો દાવ 70.2 ઓવરમાં 231 રનમાં સમેટાઈ ગયો હતો. લિટન દાસે 73 અને ઝાકિર હસને 51 રન બનાવ્યા હતા. ભારત તરફથી અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે આર. અશ્વિન અને મોહમ્મદ સિરાજને બે-બે સફળતા મળી. આ સિવાય ઉમેશ યાદવ અને જયદેવને 1-1 સફળતા મળી હતી. બાંગ્લાદેશનો છેલ્લો બેટ્સમેન રન આઉટ થયો હતો.

બાંગ્લાદેશની નવ વિકેટ પડી
બાંગ્લાદેશને નવમો ઝટકો લાગ્યો છે. તૈજુલ ઇસ્લામ LBW આઉટ થયો છે. તૈજુલ ઇસ્લામ રિવ્યુ લે છે પરંતુ તે અમ્પાયરનો કોલ હોવાનું બહાર આવ્યું છે. બાંગ્લાદેશનો સ્કોર 9 વિકેટે 220 રન છે. તસ્કીન અહેમદ અને ખાલેદ અહેમદ ક્રિઝ પર છે.

લિટન દાસ પણ આઉટ
લિટન દાસની ઇનિંગ્સનો અંત આવી ગયો છે. લિટન દાસને મોહમ્મદ સિરાજે બોલ્ડ આઉટ કર્યો હતો. લિટને 98 બોલનો સામનો કરીને કુલ 73 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશનો સ્કોર આઠ વિકેટે 219 રન છે. બાંગ્લાદેશની કુલ લીડ 132 રનની થઈ ગઈ છે.

ભારતને મળી સાતમી સફળતા
નુરુલ હસનની તોફાની ઇનિંગ્સનો અંત આવી ગયો છે. અક્ષર પટેલે નુરુલને રિષભ પંતના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો. નુરુલે 29 બોલમાં 31 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશનો સ્કોર 159/7. લિટન દાસ 41 અને તસ્કીન અહેમદ 0 રન બનાવીને રમી રહ્યા છે. બાંગ્લાદેશની લીડ 72 રનની છે.

બાંગ્લાદેશને છઠ્ઠો ઝટકો
બાંગ્લાદેશને છઠ્ઠો ઝટકો લાગ્યો છે. મેહિદી હસન મિરાજ એકપણ રન બનાવ્યા વગર LBW આઉટ થયો હતો. મેહદીની વિકેટ અક્ષર પટેલે લીધી હતી. હાલમાં લિટન દાસ અને નુરુલ હસન ક્રિઝ પર છે. બાંગ્લાદેશની લીડ માત્ર 26 રનની છે. બાંગ્લાદેશ બીજા દાવમાં – 113/6.

બાંગ્લાદેશને પાંચમો ઝટકો
બાંગ્લાદેશને પાંચમો ઝટકો લાગ્યો છે. ઝાકિર હસનની સંઘર્ષપૂર્ણ ઇનિંગ્સનો અંત આવી ગયો છે. ઝાકિરને ઉમેશ યાદવે મોહમ્મદ સિરાજના હાથે આઉટ કર્યો હતો. ઝાકિરે 135 બોલનો સામનો કરીને 51 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશનો સ્કોર – 102/5. લિટન દાસ અને મેહિદી હસન ક્રિઝ પર છે.

ઝાકિર હસને ફિફ્ટી ફટકારી
બીજી ઇનિંગમાં આ સમયે બાંગ્લાદેશનો સ્કોર ચાર વિકેટે 101 રન છે. ઝાકિર હસન 51 અને લિટન દાસ 15 રન બનાવીને રમી રહ્યા છે. ઝાકિર હસનની આ માત્ર બીજી ટેસ્ટ મેચ છે. ઝાકિરે છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. બાંગ્લાદેશ હવે 14 રનથી આગળ છે.

બાંગ્લાદેશને ચોથો ફટકો
બાંગ્લાદેશની ફરી એક વિકેટ પડી છે. હવે મુશ્ફિકુર રહીમ પણ એલબીડબલ્યુ થયા બાદ ચાલી રહ્યો છે. અક્ષર પટેલે મુશફિકુર રહીમને આઉટ કર્યો હતો. બાંગ્લાદેશનો સ્કોર – 70/4. ઝાકિર હસન અને લિટન દાસ ક્રિઝ પર છે.

શાકિબ આઉટ
બાંગ્લાદેશને ત્રીજો ઝટકો લાગ્યો છે. શાકિબ અલ હસન પેવેલિયન પરત ફર્યો છે. શાકિબને જયદેવ ઉનડકટે શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. બાંગ્લાદેશનો સ્કોર – 51/3. મુશફિકુર અને ઝાકિર હસન ક્રિઝ પર છે.

બાંગ્લાદેશનો સ્કોર – 42/2
20.2 ઓવરના અંતે બાંગ્લાદેશનો સ્કોર બે વિકેટે 42 રન છે. ઝાકિર હસન 19 અને કેપ્ટન શાકિબ અલ હસન 12 રન બનાવીને રમી રહ્યા છે. બાંગ્લાદેશ હજુ પણ ભારતીય ટીમથી 45 રન પાછળ છે.

સિરાજે વિકેટ લીધી
બાંગ્લાદેશની બીજી વિકેટ પણ પડી છે. આ વખતે મોહમ્મદ સિરાજે સફળતા અપાવી છે. સિરાજે મોમિનુલ હકને આઉટ કર્યો હતો. બોલ મોમિનુલના બેટના બહારના ધાર પર બોલ વાગી પંતના ગ્લોવમાં કેચ આવી ગયો હતો. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશનો સ્કોર 26/2. શાકિબ અલ હસન 0 અને ઝાકિર હસન 16 રન બનાવીને ક્રિઝ પર છે.

ભારતની પ્રથમ સફળતા
ભારતીય ટીમને પ્રથમ સફળતા મળી છે. આર. અશ્વિને નજમુલ હુસૈન શાંતોને LBW આઉટ કર્યો હતો. નજમુલ સમીક્ષા માટે જાય છે પરંતુ તે નિષ્ફળ જાય છે. બોલ પહેલા પેડ પર વાગ્યો અને ત્રણ રેડ બતાવવામાં આવ્યા હતા. નજમુલે પાંચ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશનો સ્કોર – 14/1. ઝાકિર હસન અને મોમિનુલ ક્રિઝ પર છે.

ત્રીજા દિવસની રમત શરૂ
મીરપુર ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. નજમુલ હુસૈન શાંતો અને ઝાકિર હસન ક્રિઝ પર છે. મોહમ્મદ સિરાજે ભારત માટે દિવસની પ્રથમ ઓવર ફેંકી જેમાં પાંચ રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ બીજા દાવમાં – 12/0. નજમુલ હુસૈન શાંતો 5 અને ઝાકિર હસન સાત રને રમી રહ્યા છે.

Most Popular

To Top