Fashion

વિન્ટરમાં આ લુકથી દેખાવ એકદમ સ્ટાઇલિશ

વિન્ટરની સિઝન આવતાં જ આપણા સ્ટાઇલિંગની રીત બદલાઇ જાય છે. આ મોસમમાં આપણે માત્ર શીતળ લહેરોથી બચવા જ નથી માંગતાં પરંતુ પોતાને એ રીતે લેયર કરવા માંગીએ છીએ કે આખો લુક જ સ્ટાઇલિશ લાગે. આમ તો શિયાળાની મોસમમાં તમે ઘણી રીતે સ્ટાઇલ કરી શકો છો પરંતુ જો તમે દરેક વખતે રોયલ અને ગ્રેસફુલ લુક કેરી કરવા ઇચ્છતાં હો તો તમે વેલ્વેટ પસંદ કરી શકો છો. વેલ્વેટ બહુ રીચ, રોયલ ફેબ્રિક છે જે શિયાળામાં માત્ર કેઝ્યુઅલ વેર જ નહીં પણ પાર્ટીવેર માટે પણ એક સારો ઓપ્શન છે. વેલ્વેટ એક વર્સેટાઈલ ફેબ્રિક છે જે એથનિકવેર અને વેસ્ટર્નવેર બંનેમાં સારું લાગે છે. એ બહુ જ સોફ્ટ, કમ્ફર્ટેબલ અને સ્ટ્રેચેબલ ફેબ્રિક છે. સિંપલ ટોપ હોય કે શિફ્ટ ડ્રેસ, સાડી હોય કે લહેંગા- ચોળી વેલ્વેટ બધામાં જ સારું લાગે છે.

નેટ સાથે વેલ્વેટ
નેટ અને બ્રોકેડ ફેબ્રિકનું જેકેટ વેલ્વેટ સાથે બહુ સરસ લાગે છે. તમે ઇચ્છો તો વેલ્વેટ સાથે આ બે ફેબ્રિકમાંથી કોઇ પણ ફેબ્રિકનો દુપટ્ટો પણ પેર કરી શકો. એ તમને ઠંડીથી રક્ષણ આપવાની સાથે સ્ટાઇલ પણ આપશે.
એથનિક વેર
વિન્ટરમાં તમે વેલ્વેટ સ્ટાઇલ કરતા હો તો વેલ્વેટ એથનિક વેર એક સારો વિકલ્પ છે. તમે વેલ્વેટ એથનિક વેરમાં લહેંગા-ચોળી કે કો-ઓડ ડ્રેસ પસંદ કરી શકો. પાર્ટી કે લગ્નપ્રસંગે સાડી કે કુરતી પણ પહેરી શકાય.

વેલ્વેટ સ્કર્ટ
શિયાળામાં વેલ્વેટ સ્કર્ટ પણ સ્ટાઇલ કરી શકાય. વેલ્વેટ સ્કર્ટને સ્પાર્કલ મેચિંગ વેલ્વેટ ટોપ સાથે પેર કરી શકાય. કોઇ પાર્ટી કે ફ્રેન્ડઝ સાથે આઉટિંગ માટે આ એક સારો વિકલ્પ છે.
પેન્ટ સૂટ
વિન્ટરમાં વેલ્વેટ પેન્ટ સૂટ બહુ સ્ટાઇલિશ લાગે છે. ઓફિસ પાર્ટીમાં તમે એ પહેરી શકો. વેલ્વેટ પેન્ટ સૂટ સાથે તમે બેલ્ટ સ્ટાઇલ કરી શકો.

Processed with VSCO with a8 preset

બ્લેઝર
વિન્ટરની સિઝનમાં વેલ્વેટ બ્લેઝર એક સારો આઇડિયા છે. એ તમને રોયલ લુક આપે છે. એટલું જ નહીં શિયાળામાં તમે એને કેઝયુઅલથી માંડી પાર્ટીમાં સહેલાઇથી પહેરી શકો છો. વેલ્વેટ બ્લેઝરને સ્ટાઇલ કઇ રીતે કરી શકાય એ પ્રશ્ન છે? તો એને સ્ટાઇલ કરવાની ઘણી રીતો છે બસ તમારે ઓકેઝન ધ્યાનમાં રાખવાની જરૂર છે. તમે કેઝયુઅલમાં એને જીન્સ સાથે પેર કરી શકો છો, ઓફિશ્યલ લુકમાં મોનોક્રોમેટિક લુક સૌથી સારો ગણાય છે. તો જોઇએ વેલ્વેટ બ્લેઝર સ્ટાઇલ કરવાના કેટલાક આઇડિયાઝ…..
જિન્સ સાથે વેલ્વેટ બ્લેઝર
જો તમે કેઝયુઅલ કે વીક એન્ડ પાર્ટીમાં વેલ્વેટ બ્લેઝર પહેરવા ઇચ્છતાં હો તો જીન્સ સાથે પહેરવું એક સારો વિકલ્પ છે. તમે કેઝયુઅલ કે સિકવન્સ ટોપ સાથે એ પેર કરી શકો. એની ઉપર તમે રેડ, બ્લ્યૂ કે બ્લેક વેલ્વેટ બ્લેઝર સ્ટાઇલ કરી શકો. પાર્ટી લુકમાં મેકઅપમાં તમે લિપસ્ટિકને બોલ્ડ લુક આપી શકો.

વેલ્વેટ સ્કર્ટ સાથે મોનોક્રોમેટિક લુક
જો તમે દિવસના સમયે કયાંક બહાર જતાં હો કે તમારી ઓફિશ્યલ કે કેઝયુઅલ મીટિંગ હોય અને તમે વેલ્વેટ જેકેટને એક એલિગન્સ સાથે પહેરવા ઇચ્છતાં હો તો એની સાથે મેચિંગ વેલ્વેટ સ્કર્ટ પહેરી શકાય. એ જોવામાં બહુ સ્ટનિંગ લાગે છે. આ લુકમાં તમે મિનિમલ એકસેસરીઝ સાથે બુટ્‌સ સાથે તમારા લુકને વધારે સ્ટાઇલિશ બનાવી શકો.

વેલ્વેટ લેગિંગ્સ સાથે કમ્ફર્ટેબલ લુક
તમે વેલ્વેટ બ્લેઝરને માત્ર એક સ્ટાઇલિશ રીતે જ કેરી કરવા માંગતાં ન હો પરંતુ એ બેહદ કમ્ફર્ટેબલ પણ હોય એ રીતે પહેરવા માંગતાં હો તો એની સાથે વેલ્વેટ લેગિંગ્સ પહેરી શકાય. હાઇ નેક કે ટર્ટલનેક ટોપ સાથે બ્લેક લેગિંગ્સ પહેરો. એની સાથે એક કોન્ટ્રાસ્ટિંગ કલરમાં વેલ્વેટ જેકેટ કે બ્લેઝર સ્ટાઇલ કરી શકો. જો તમે કોઇ પાર્ટીમાં જવા તૈયાર થતાં હો તો ટોપમાં સિકવન્સ લુક પસંદ કરી શકાય.

રિપ્ડ જીન્સ સાથે સ્ટ્રીટ લુક
જો તમે વેલ્વેટ બ્લેઝરને એ રીતે સ્ટાઇલ કરવા ઇચ્છતાં હો કે તમને સ્ટ્રીટ લુક મળે તો તમે ટેન્ક ટોપ સાથે રિપ્ડ જીન્સ પહેરો. એની સાથે વેલ્વેટ બ્લેઝર પહેરી તમે સ્ટનિંગ લુક ક્રીએટ કરી શકો છો. આ લુકમાં ફૂટવેર પર પણ ફોકસ કરો. સેન્ડલને બદલે બુટ્‌સ કે સ્નીકર્સ જ પેર કરો.

મેચિંગ પેન્ટ સાથે પરફેકટ લુક
તમે તમારો લુક કદી ફેલ ન જાય એ રીતે વેલ્વેટ બ્લેઝર પહેરવા ઇચ્છતાં હો તો એની સાથે મેચિંગ પેન્ટ પેર કરી શકાય. આ લુકમાં તમે ડિફરન્ટ કલર પસંદ કરી શકો. દા.ત. ઇવનિંગમાં રેડ, બ્લૂ કે બ્લેક કલર પસંદ કરી શકાય જયારે ડે ટાઇમમાં યલો, લાઇટ ગ્રીન કલર. આ મોનોક્રોમેટિક લુકને તમે ગમે ત્યારે સ્ટાઇલ કરી શકો છો.

Most Popular

To Top