Dakshin Gujarat

થર્ટી ફર્સ્ટની તૈયારી: દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા જાતજાતની તરકીબો અજમાવતા બુટલેગરો

વલસાડ : વલસાડના (Valsad) ચણવઈ હાઇવે ઓવરબ્રિજ (Overbridge) પાસેથી ગટર તેમજ ખાળકુવાની સફાઈ કરતા ટ્રેક્ટરની ટાંકીમાં (Tractor Tank) લઈ જવાતો રૂ.2.67 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. ટ્રેક્ટર ચાલક ભાગી છુટતાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટની તૈયારીના ભાગરૂપે બુટલેગરો દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જાતજાતની તરકીબો અજમાવતા હોય છે. વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસને બાતમી મળેલી કે ટ્રેક્ટરમાં ઇંગ્લિશ દારૂ ભરીને સુરત તરફ લઈ જવાય છે.

પોલીસે ટાંકીમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી
જે બાતમીના આધારે પોલીસની ટીમે વલસાડ ચણવઈ ઓવરબ્રિજ નેહાનં. 48 સુરત તરફ જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળું નંબર વગરનું ખાળકુવા સફાઈ કરતું ટ્રેક્ટર આવતાં ટ્રેક્ટર ચાલક પોલીસને જોઈને ટ્રેક્ટર મુકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ટાંકીમાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ટ્રેક્ટરની ટાંકીમાંથી રૂ.2,76, 600 નો ઇંગ્લિશ દારૂ બોટલને 2604 નંગ મળી આવી હતી. પોલીસે ટ્રેક્ટર ચાલકને વોન્ટેડ જાહેર કરી ટ્રેક્ટર અને દારૂ મળીને કુલ રૂ.5.67 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

ચીખલીથી લોખંડની પ્લેટોની આડમાં ટેમ્પામાં લઇ જવાતા દારૂ સાથે બેની ધરપકડ

ઘેજ : ચીખલી પોલીસે પીપલગભણ ગામેથી દારૂ ભરેલા ટેમ્પા સાથે બે શખ્સની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ચીખલી પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરનો ટેમ્પો નં : જીજે-૧૨-એવી-૫૫૬૯ માં સ્લેબ ભરવાની લોખંડની પ્લેટોની આડમાં દારૂ ભરી પસાર થનાર છે. જે બાતમીના આધારે ચીખલી પોલીસે પીપલગભણ ઝાડી ફળીયા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબનો ટેમ્પો આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 936 સાથે જોગેન્દ્રર નવીનભાઈ પટેલ (ઉ.વ-૨૦ રહે.બામટી ગામ ધોધર ફળીયા તા.ધરમપુર જી.વલસાડ) અને ગણેશ બાબુભાઇ પટેલને ઝડપી પાડ્યા હતા.

જ્યારે દારૂનો જથ્થો ભરી આપનાર આશિષ ઉર્ફે મિલન બીપીન પટેલ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર શિવાંગ પટેલને વોન્ટેડ જાહેર કરી પોલીસે ટેમ્પાની કિં.રૂ.1,50,000 બે મોબાઈલ કિં.રૂ.10,0000મળી કુલ્લે રૂ. રૂ.2,74,400નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ એમ.કે.ગામીત કરી રહ્યા છે.

Most Popular

To Top