ગાંધીનગર: ડ્રગ્સ (Drugs) માફિયાઓ સામે પગલા લેવાના મામલે વિધાનસભામાં કોંગ્રેસ (Congress) દ્વારા છેલ્લા બે દિવસથી કોંગ્રેસ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ટાર્ગેટ...
મોહાલી: મોહાલીમાં આજથી શરૂ થયેલી શ્રીલંકા (Shrilanka) સામેની પહેલી ટેસ્ટમાં પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા વિરાટ કોહલીની (Virat Kohli) પહેલા દાવની ઇનિંગ...
ઓસ્ટ્રેલ્યાના દિગ્ગજ ક્રિક્ટર શેન વોર્નનું 52 વર્ષની ઉંમરે હાર્ટ અટેકના (Heart Attack) કારણે નિઘન (Death) થયું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ...
ગાંધીનગર: એશિયાનો (Asia) સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો 2022 ગુજરાતના (Gujarat) ગાંધીનગરમાં યોજાવાનો હતો. જો કે હાલમાં તે મામલે મોટા સમાચાર સામે આવી...
વોશિંગ્ટન : રશિયાએ શરુ કરેલા યુદ્ધ મામલે પુતિનને મોટો ઝટકો મળ્યો છે. યુક્રેન પર હુમલો કરવા મામલે હાઈલેવલની તપાસ થશે. UNSCમાં મળેલી...
સુરત: સુરતના (Surat) સરથાણામાં 10 વર્ષની બાળકી પર તેના જ પિતા (Father) દ્વારા દુષ્કર્મ (Rape) કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે....
કર્ણાટક: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૯ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનાં પગલે ભારતનાં હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે....
કીમ: કીમ (Kim) નજીક આવેલી એક રેસિડેન્સીના ફ્લેટમાંથી એક યુવકનો શંકાસ્પદ હાલમાં મૃતદેહ (Death Body) મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી....
પાકિસ્તાન: પાકિસ્તાન (PAKISTAN)માં આત્મઘાતી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં ૩૦ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા છે. એક...
અમદાવાદ: રાજ્યના શિક્ષણમંત્રી (Education Minister) જીતુ વાઘાણી (Jitu Vaghani) એ TAT અને HMATના પ્રમાણપત્ર (Certificates) અંગે મોટી જાહેરાત કરી છે. શિક્ષણમંત્રી જીતુ...
સુરત :(Surat) સુરતના કતારગામ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં એક લંપટ બાપે તેની દીકરીની નજર સામે જ પરસ્ત્રીને ફસાવી...
સુરત: (Surat) સુરત મનપાના (SMC) ભાજપ (BJP) શાસકોને ફિક્સમાં મૂકનાર અને માત્ર સાત વર્ષમાં જ ખંડેર બની જનાર ભેસ્તાન આવાસોનું (Bhestan aavas)...
મોસ્કોઃ રશિયા(Russia)એ યુક્રેન (ukrain) પર કરેલા હુમલાના પગલે સમગ્ર વિશ્વ પુતિનનો વિરોધ કરી રહ્યું છે. વિશ્વની સાથે સાથે પુતિનનો પોતાના દેશમાં પણ...
સુરત: છેલ્લાં કેટલાંક મહિનાઓથી સુરતના મોટાભાગના રસ્તાઓની હાલત બિસ્માર થઈ છે. મેટ્રો અને ડ્રેનેજના કામના લીધે કોટ વિસ્તારમાં તો દરેક ગલી, દરેક...
ખાર્કિવ: યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ભારતીય વિદ્યાથીઓને સલામત પૂર્વક દેશમાં લાવવાનાં કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને યુક્રેનના...
સુરત: (Surat) સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં મિનિ બજારની (Mini Bajar) આસપાસ આવેલી મીરાનગર, બજરંગનગર વગેરે સોસાયટીમાં અને અન્ય 12 જેટલી સોસાયટીઓના ગેટની...
સુરત : (Surat) ચકચારીત ગ્રીષ્મા (Grishma) હત્યા (Murder) કેસમાં ગુરૂવારે ફેનિલના (Fenil) વકીલે દિલ્હી હાઇકોર્ટના જજમેન્ટના આધારે વધુ સાક્ષીઓ નહીં તપાસવા માટે...
નડિયાદ: મહેમદાવાદ તાલુકાના ખાત્રજ તાબે જીભઈપુરામાં દારૂડીયા પતિ તેમજ સાસુ-સસરાંના અસહ્ય ત્રાસથી કંટાળેલી પરિણીતાએ પોતાની અઢી વર્ષની પુત્રી સાથે ટ્રેન નીચે જંપલાવી...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) માં રાત્રે હજી પણ ઠંડી (cold)ના અહેસાસ વચ્ચે દિવસે ભર ઉનાળા (Summer) જેવું વાતાવરણ લાગી રહ્યું છે. દિવસે વધી...
વડોદરા : યુકેનમાં અનેક ભારતીય વિધ્રાથી ફસાયા છે.ત્યારે પીએમ મોદી દ્વારા તમામ ફસાયેલા વિદ્યાર્થીર્ઓ ને સુરક્ષિત લાવવા માટે પ્રયત્ન થઇ રહ્યા છે.ત્યારે...
વડોદરા : દર્દીઓને તમામ સગવડો મળી રહે તે માટે એસ.એસ.જી હોસ્પિટલનું આધુનિકરણ કરવા માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડ ફાળવ્યા છે....
વડોદરા : દેશમાં મોંઘવારીએ માઝા મૂકી ત્યારે શિવસેના દ્વારા રસ્તા ઉપર ચૂલો સળગાવી દૂધ વગરની ચા પી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો....
વડોદરા : ભાયલીની પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા બંધ માસિક યોજનાના ખાતામાંથી સસ્પેન્ડ થયેલા કર્મચારી સહિતની ઠગ ત્રિપુટી finacle સોફ્ટવેરની મદદથી 8 લાખ...
સુરત : (Surat) ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) આજે મોહાલી ખાતે તેના કેરિયરની 100મી ટેસ્ટ મોહાલી ખાતે રમશે. ત્યારે...
આ વાકયને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું હતું કેમ્બે ઇન્સ્ટિટ્યુટ ઓફ કોમર્સના સ્થાપક નૌશીરવાન કરંજિયાએ. ખંભાતમાં જે સંસ્થાનો પાયો નંખાયો અને સુરતમાં...
કિવ: બોમ્બ ધડાકા બાદ રશિયા(Russia)એ યુક્રેન(ukrian)ના ઝાપોરિઝ્ઝિયા ન્યુક્લિયર પ્લાન્ટ (Nuclear plant)પર કબજો કરી લીધો છે. રશિયન સૈનિકોએ બોમ્બ ધડાકા (bomb blast)કર્યા હતા....
વૈશ્વિક સ્તરના બની રહેલા સુરતને વરસો પછી દેશનાં સ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન મેળવવામાં આખરે સફળતા મળી છે. સુરતીઓના મિજાજ અને સુરત મનપાની...
બારડોલી : ગુજરાતમાં (Gujarat) ભુવાઓ દ્વારા પરિણિતાને છેડતી કરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. આવો જ એક કિસ્સો બારડોલી (Bardoli)તાલુકામાંથી સામે આવ્યો...
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) માટે ફ્રેન્ચાઇઝી લીગ આધારિત ક્રિકેટ ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દૂઝણી ગાય જેવી ટૂર્નામેન્ટ છે. ઘણાં લોકો...
બિહાર: બિહાર(Bihar)ના ભાગલપુર(Bhagalpur)ના કાજવલીચક (Kajwalichak)ખાતે બોમ્બ વિસ્ફોટ(Bomb blast)ના પડઘાએ સૂતેલા નાગરિકોના હોશ ઉડાવી દીધા હતા. વિસ્ફોટનો અવાજ આસપાસના એક ડઝન વિસ્તારના દસ...
સયાજી બાગમાં ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ કે વેપારીઓને ફાયદો પહોંચાડવાનો ખેલ?
રાજસ્થાન ભાજપને મળ્યા નવા ‘ચાણક્ય’, અજય કુમાર બન્યા સંગઠન મહામંત્રી
જાંબુવા હાઈવે પર આઈસરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યા : ચાલક ફરાર
RCBને 5 દિવસનો આરામ, ગુજરાતને પ્રવાસનો થાક; ગાવસ્કરે કહ્યું, શું આ અન્યાય નથી?
શું ઉત્તર પ્રદેશમાં સમય પહેલાં ચૂંટણી યોજાઈ શકે? રાજકીય પક્ષો સતર્ક, ભાજપે પણ તેજ કરી તૈયારીઓ
ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટા ફેરફારના સંકેત: બંને ડેપ્યુટી CM સહિત અનેક મંત્રીઓને દિલ્હી બોલાવાયા
નશાની મહેફિલનો અંત અકસ્માતમાં ! ડસ્ટર કારમાંથી બિયર ટીન અને પત્તાં મળ્યાનો આક્ષેપ
ધો-11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ , મેરિટ અને ફોર્મની દોડધામ શરૂ
પર્યાવરણ માટે એમએસયુની હરિયાળી પહેલ : દર સોમવારે ‘નો વ્હીકલ ડે’નું પાલન
ચોમાસા પહેલા સુરત સતર્ક:
યુપી પોલીસ ભરતી બોર્ડનો મોટો નિર્ણય:
સુખનો ઉજાસ
“સકારાત્મક સમાચાર નહીં બતાવશો તો યુવાનો ‘કોકરોચ’ને અનુસરશે”: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનની મીડિયાને ચેતવણી
₹3 કરોડનો રોડ, પણ કામ હજુ અધૂરું ! પઢિયાર-વેગનપુર માર્ગ પર કોન્ટ્રાક્ટરની લાલિયાવાડીથી વાહનચાલકો હેરાન
ગૌચર જમીન પર ખનિજ માફિયાઓનું રાજ ? મેદાપુરમાં રાત્રીના ગેરકાયદેસર ખોદકામનો આક્ષેપ
મધ્યપ્રદેશમાં હૃદયદ્રાવક ઘટના
કોઠા લડાવવાની ગેમ
કુવૈતમાં યુદ્ધ જેવી સ્થિતિ: ઈરાન તરફથી ડ્રોન અને મિસાઇલ હુમલાનો દાવો, વહેલી સવારે વાગ્યા વોર સાઇરન
ફૂલોના ગુલદસ્તા નહીં,પુસ્તકો આપો: ડી.કે. શિવકુમારે સમર્થકોને કરી અનોખી અપીલ
પટનામાં મોડીરાત્રે ગેસ સિલિન્ડર વેન્ડરની હત્યા: બાઈક પર આવેલા હુમલાખોરોએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યો
કર ભલા હોગા ભલા, આપ ભલા તો જગ ભલા
આંધી, કમોસમી વરસાદના પૂરથી બચવા પર્યાવરણની જાળવણી કરવી જ પડશે
ઓરેન્જ કેપ જીતનાર વૈભવ સૂર્યવંશીનો સફળતાનો મંત્ર: “હવે હું દૂધ નથી પીતો, ફિટનેસ સૌથી મહત્વપૂર્ણ”
LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો: જાન્યુઆરીથી અત્યાર સુધી 7મી વખત ભાવ વધારો, હોટલ-રેસ્ટોરન્ટ વ્યવસાય પર વધશે બોજ
IPL ફાઇનલની હાર બાદ ગુજરાત ટાઇટન્સ સાથે મોટો અકસ્માત ટળ્યો:રસ્તા વચ્ચે ધુમાડાથી ઘેરાઈ બસ,
દિગ્ગજ ગાયિકા Suman Kalyanpurનું 89 વર્ષની વયે નિધન: સંગીત જગતમાં શોકની લાગણી
સતત બીજી વખત IPL ચેમ્પિયન બન્યું RCB: ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવી ઈતિહાસ રચ્યો
મોંઘવારીનો વધુ એક ફટકો: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹42નો વધારો, હોટલ-રેસ્ટોરન્ટનો ખર્ચ વધશે
મોટી રાસલીમાં દીપડાનો આતંક : આંગણામાં રમતી 6 વર્ષની બાળકી પર હુમલો
‘માત્ર ભારત જ નહીં, નેપાળે પણ જમીન પર અતિક્રમણ કર્યું છે’: PM બાલેન શાહના નિવેદનથી વિવાદ
ગાંધીનગર: ડ્રગ્સ (Drugs) માફિયાઓ સામે પગલા લેવાના મામલે વિધાનસભામાં કોંગ્રેસ (Congress) દ્વારા છેલ્લા બે દિવસથી કોંગ્રેસ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ટાર્ગેટ કરી રહી છે ત્યારે આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કરીને એવો આક્ષેપ કર્યો હતો કે ડ્રગ્સ માફિયાઓ સામે સરકારે લીધેલા પગલાના પ્રશ્નો પુછ્યા બાદ તેનો જવાબ સાંભળવા માટે પણ કોંગ્રેસ તૈયાર નથી. આ રીતે કોંગ્રેસ ડ્રગ્સ માફિયાઓને મોકળુ મેદાન આપવા માંગે છે. નવી સરકારે ડ્રગ્સની હેરફેર સામે 258 કેસ કર્યા છે. જ્યારે 1459 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. સંઘવીએ કહ્યું હતું કે મેં કયારેય કોઈ કોંગ્રેસના સભ્યો માટે અપશબ્દો કહ્યા નથી. મારા માતા-પિતા કે પાર્ટીએ એ મને એવા સંસ્કાર નથી આપ્યા કે હું કોંગ્રેસના સિનિયર સભ્યને તેમની ભાષામાં જવાબ આપતો નથી. વિરોધ પક્ષ કોંગ્રેસે ડ્રગ્સ માફિયાઓ સામેની લડાઈમાં સાથ આપવો જોઈએ.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ડ્રગ્સ કાર્ટેલરોને બક્ષવા માંગતી નથી. ગુજરાત પોલીસ પ્રો-એક્ટીવલી કામ કરી રહી છે ત્યારે પોલીસનું મોરલ તોડવાનો હિન પ્રયાસ કોંગ્રેસે ગુજરાત વિધાનસભામાં કર્યો છે તેને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. કોંગ્રેસ આ ડ્રગ્સ પેડલરને કેમ સહયોગ આપીને ગૃહમાં ચર્ચા માટે તૈયાર નથી? તે તેમની યુવાનોને ડ્રગ્સની પ્રવૃત્તિઓથી બચાવવા માટેની ડ્રગ્સ વિરોધી માનસિક્તા છતી થાય છે. ડ્રગ્સ જેવા મુદ્દાઓ ઉપર પોલીસ જે કામગીરી કરી છે અને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતના ડ્રગ્સ માફીયાઓ માટે હું ચોક્કસ ટપોરી છું…..ગુજરાતમાં બહેનોની છેડતી કરનાર લોકો માટે હું ચોક્કસ ટપોરી છું…… ડ્રગ્સની કાર્ટેલ ચલાવનારા અને આ લોકોની સાથે સાઠગાંઠ કરનાર લોકો માટે પણ હું ચોક્કસ ટપોરી છું…..પરંતુ યુવાનોને નશાખોરી તરફ લઇ જનાર ડ્રગ્સ માફીયાઓને આ રાજ્યમાં હું ફાવવા નહીં દઉ ભલે ને મારૂ જે થવું હોય એ થાય. મારી ગુજરાત પોલીસ પણ આવા તત્વોને બક્ષશે નહીં.’ ગૃહ મંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં મુંદ્રા અદાણી પોર્ટ ખાતે ડી.આર.આઇ. (કસ્ટમ) દ્વારા માદક પદાર્થ હેરોઇનનો અંદાજીત જથ્થો ૨૯૯૮ કિલોગ્રામ (ટેલકમ પાવડર સહીત) જેની કિંમત રૂપિયા એકવીસ હજાર કરોડ ગણી આરોપીઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ડી.આર.આઇ. ખાતે ગુનો દાખલ કરાયો છે. જેની તપાસ રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાને લઇને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવી છે જેમાં ૧૧ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે તે પૈકી ૪ અફઘાનિસ્તાનના નાગરિકો છે. રાજ્ય સરકાર એન.સી.બી/ કસ્ટમ વિભાગ/ડી.આર.આઇ., કોસ્ટલ ગાર્ડની સાથે સ્નિફર ડોગ જે ખાસ પ્રકારે નાર્કોટીક્સના પદાર્થોની તાલીમ પામેલા હોય છે તેનું પણ આયોજન કરી રહી છે.
ગતા તા: ૦૧/૦૯/૨૦૨૧ થી તા:૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં NDPS એક્ટ હેઠળ રાજ્યમાં ૨૫૭ કેસ દાખલ કરીને ૩૯૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમા અંદાજે ૧૬,૪૩૨.૩૭૫ કિલોગ્રામનો મુદ્દામાલ જપ્ત કરાયો છે જેની અંદાજીત કિંમત ૧૪૫૯ કરોડ થાય છે. રાજ્યમાં ગાંજાના કેસમાં ૧૬૭ કેસ સામે ૨૨૭ આરોપીઓ, અફીણના કેસમાં ૧૨ કેસ સામે ૧૬ આરોપી, ચરસના કેસમાં ૧૬ કેસ સામે ૩૩ આરોપીઓ, હેરોઇન/બ્રાઉન સુગરના કેસમાં ૬ કેસ સામે ૨૬ આરોપીઓ, અન્ય/સેન્થેટીક ડ્રગ્સના કેસમાં ૫૭ કેસ સામે ૯૫ આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ છે.