Vadodara

શિવસેના દ્વારા દૂધ વગરની ચા બનાવી મોંઘવારીનાે વિરોધ

વડોદરા : દેશમાં મોંઘવારીએ માઝા મૂકી ત્યારે શિવસેના દ્વારા રસ્તા ઉપર ચૂલો સળગાવી દૂધ વગરની ચા પી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલ શાકભાજી સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં ભાવ વધારો નોંધાયો છે. ભાજપ સરકાર મોંઘવારી અને બેરોજગારી ઉપર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ ગયાના આક્ષેપ પણ કર્યા હતા.  સમગ્ર દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ, ડીઝલ, દૂધ, શાકભાજી, કરિયાનું સહિત જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માં ભાવ આસમાને પહોંચી ગયો છે. આમ નાગરિક નું બજેટ ખોરવાયું છે. કમર તૂટી ગઈ છે. ગઈકાલે કોમર્શિયલ ગેસ અને દૂધના ભાવમાં પણ વધારો થયો છે.  કોરોના કાળમાં મોંઘવારી અને બેરોજગારી વચ્ચે સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા શિવસેના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં ખોડીયાર નગર ચાર રસ્તા ખાતે અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ગેસના બોટલ અને દૂધના ભાવમાં વધારો થયો હોય રોડ ઉપર ચૂલો સળગાવી દૂધ વગરની ચા બનાવી  અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.  શિવ સેના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મોંઘવારીએ માઝા મૂકી છે અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી થતાં આમ નાગરિક નું બજેટ ખોરવાયું છે. ભાજપે વાયદા અને પ્રચાર ખોટા સાબિત થયા છે. અને મોંઘવારી ઉપર અંકુશ મેળવવામાં સદંતર નિષ્ફળ ગયું છે. સરકારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માં ભાવ ઘટાડવા જોઇએ. આમ નાગરિક બે ટાઈમ નું ભોજન લઈ શકે. સરકારે મોંઘવારી પર અંકુશ રાખવાની જરૂર છે.

Most Popular

To Top