Vadodara

અદ્યતન સોફ્ટવેરની મદદથી 20 ખાતામાંથી આઠ લાખની ઉચાપત

વડોદરા : ભાયલીની પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા બંધ માસિક યોજનાના ખાતામાંથી સસ્પેન્ડ થયેલા કર્મચારી સહિતની ઠગ ત્રિપુટી finacle સોફ્ટવેરની મદદથી 8 લાખ રૂપિયાની ઓનલાઇન ઉચાપત કરી લીધાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી પોસ્ટ વિભાગના સિસ્ટમના એડમીન દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં નાણાકીય વ્યવહારો દરમિયાન લાખો રૂપિયાની ઉચાપતનુ કૌભાંડ બહાર આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ વેસ્ટ સબ ડિવિઝન ઓફિસ ના ઇન્સ્પેક્ટર નિતીન બાબુભાઈ પરમારે તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 2015 પહેલા સંચય પોસ્ટ નામનું સોફ્ટવેર કાર્યરત હતું. ત્યારબાદ અપડેટ આવતા અદ્યતન ફિનિકલ સોફ્ટવેર પોસ્ટ વિભાગ ની કામગીરીમાં ઊપયોગ લેવાય છે.

16/6/2015 થી 3/8/2018 દરમ્યાન ભાયલી પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ પ્રદેશ બકુલ ચંદ્ર ભાઈલાલભાઈ સોલંકી.રહે:પરબડી ફળિયું ચબુતરા પાછળ સૈયદ વાસણા અને 2016થી 2019 દરમ્યાન પોસ્ટ માસ્તર હસમુખભાઈ જયંતીભાઈ બારીયાના રહે:સી 59, પર્ણકુટી સોસાઇટી, નારાયણ સ્કૂલની પાસે, ગુરુકુળ ચારરસ્તા, વાઘોડિયા રોડ.ફરજ સમય દરમ્યાન ઉચાપત થઇ હતી. માસિક આવક યોજનાના ખાતા ધારકો ઍ બાકી ચુકવણીનું લઈને ખાતા બંધ કરાવ્યા હતા. એવા 20 ખાતામાં પડી રહેલ વ્યાજની રકમની ઉચાપત સોફ્ટવેર થઈ હતી. ભેજાબાજોએ ખાતું બંધ કરવા ફોર્મ ભરી ને ખાતાધારકો ની બનાવટી સહીઓ પણ કરી હતી. ઉપરાંત પોસ્ટ ઓફિસ ના પોસ્ટલ આસિસ્ટન્ટ અશોક મણીભાઈ પટેલની પણ સીધી સંડોવણી હોવાનું જણાયું હતું. અશોક તથા બકુલચંદ્ર પાસેથી વિભાગના વડાએ ઉચાપત પેટે માત્ર 8.71 લાખ રૂપિયા રીકવર કર્યા હતા. પરંતું હસમુખ બારીયા પાસેથી આજ સુધીમાં કોઈ રકમ રિકવર થઇ શકી ન હતી. ઠગ ત્રિપુટીની બદદાનત પારખી ગયેલા અધિકારીએ આખરે ના છૂટકે કાયદા દરવાજા ખખડાવ્યા હતા. તાલુકા પોલીસે ગુનો નોંધીને ત્રિપુટીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top