Vadodara

વડોદરાનું ‘આરોગ્ય’ સુધારવા બજેટમાં 350 કરોડની જોગવાઈ

વડોદરા : દર્દીઓને તમામ સગવડો મળી રહે તે માટે એસ.એસ.જી હોસ્પિટલનું આધુનિકરણ કરવા માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડ ફાળવ્યા છે. દર્દીઓના હ્રદયની હૃદય રોગ સંબંધી બીમારીઓની સારવાર માટે અનસુયા ગ્રાઉન્ડ, વડોદરાખાતે હોસ્પિટલની સ્થાપના કરવા માટે ૧૫૦ કરોડના આયોજન પૈકી ૨૩ કરોડની જોગવાઈ કરેલ છે. આરટીઓ ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે અલાયદુ ફાળવવામાં જગ્યા આવી. સાવલી ખાતે ૧૫ કરોડના ખર્ચે સિંચાઈ માટે ચેકડેમ અને દેશભરમાં રાજ્યની પહેલી સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે વધુ દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. ગરીબ અને ઉચ્ચ કક્ષાની આરોગ્યલક્ષી સેવાઓ આપવાના પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરની  સરકારી મેડિકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા 106 કરોડની જોગવાઈ કરેલ છે. ગોમતા પોષણ યોજના માટે 500 કરોડની જોગવાઈ રખડતા નિરાધાર પશુ માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે જાણકારી આપતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે આ નવીન હૃદયરોગ સારવાર સુવિધા માટેની દરખાસ્ત સયાજી હોસ્પિટલ દ્વારા  તૈયાર કરવામાં આવી છે.

આ ઉપરાંત અંદાજપત્રમાં આંખ,કિડની અને સ્પાઈન વિભાગની વર્તમાન સુવિધાઓ ના અદ્યતનીકરણ અને નવીનીકરણ માટે રૂ ૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તબક્કાવાર રૂ.૨૦૦ કરોડના ખર્ચે આ કામ થવાનું છે.તે પૈકી પહેલા તબક્કામાં ઉપરોક્ત રકમ ફાળવવામાં આવી છે. આમ,વડોદરામાં આરોગ્ય રક્ષાની બહેતર સુવિધાઓ માટે કુલ રૂ ૫૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના પૂર્વ વિસ્તારમાં અનસૂયા લેપ્રસી મેદાન ખાતે હૃદયરોગ સંબંધિત અદ્યતન સારવારની સુવિધા સુલભ બનાવવા  આરોગ્ય વિભાગે આયોજન કર્યું છે જે સયાજી હોસ્પિટલના છત્ર હેઠળ વિસ્તરણ આરોગ્ય સેવા સંસ્થા તરીકે સાકાર કરવામાં આવશે. તેમાં અદ્યતન કાર્ડિયાક કેથલેબ અને સુપર સ્પેશિયાલિટી કાર્ડિયાક હોસ્પિટલની સ્થાપનાનો સમાવેશ થાય છે. આ અતિ અદ્યતન હૃદયરોગ સારવાર કેન્દ્રની સ્થાપના તબક્કાવાર રૂ.૧૫૦ કરોડના ખર્ચે થવાની છે.

વડોદરામાં અલાયદો આરટીઓ ટેસ્ટ થયો માટે 43 કરોડો ફાળવવામાં આવ્યા હતા. સાવલી તાલુકા માટે પોઇચા સિંચાઈ ચેક ડેમ માટે ૧૫ કરોડ પણ ફાળવવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી માટે વધુ દસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજ્યની પ્રથમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ.માં 90 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે અને બાકીની કામગીરી પણ ચાલુ વર્ષના અંત સુધી પૂર્ણ કરી દેવાનો અંદાજો છે. આ યુનિ.માં 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે અને તેમાં વિદ્યાર્થીઓને રહેવા માટે હોસ્ટેલની સુવિધા પૂરી પડાશે. ધારાસભ્યો કહે છે, પ્રોગેસિવ, ગુજરાતને સર્વાંગી વિકાસે લઈ જનાર, મહિલાઓ માટે જોગવાઈ, સામાન્ય માણસને સ્પર્શે તેવું બજેટ રાજ્ય સરકારનું બજેટ સારું છે ને આત્મનિર્ભર ની સાથે પ્રોગ્રેસીવ બજેટ છે .જોકે વડોદરા શહેર ને પણ બજેટ માટે સિંચાઈ , મધ્ય ગુજરાત ની સૌથી મોટી હોસ્પિટલ અતિઆધુનિક બનાવવા માટે બજેટ માં જોગવાઈ કરવામાં આવી હતી. – ધારાસભ્ય જીતુ સુખડિયા

બજેટ તમામ વર્ગ ને ધ્યાન માં રાખી ને બનાવવામાં આવ્યું છે કોરોના મહામારી ની વચ્ચે પણ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. જે આર ટી ઓ ટેસ્ટ માટે અલાયદુ ટેસ્ટ ડ્રાઈવ વ્યવસ્થાની માંગ કરી હતી તે બજેટમાં તેની જોગવાઈ કરવામાં આવી છે. જેથી વડોદરા શહેરના નાગરિકોને અલગથી ટેસ્ટ માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવશે. લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હૃદય સંબંધી બીમારીઓ માટે આધુનિક કાર્ડિયોગ્રામ 150 કરોડ પૈકી ૨૩ કરોડ ફાળવવામાં આવ્યા છે. – ધારાસભ્ય સીમા મોહિલે
બજેટ ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ઊંચાઇ ઉપર લઇ જનારું છે. તેમ જ રાજ્યની જનતાની આશા-અપેક્ષા ની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂરું કરી રહેનારું બનશે. શિક્ષણ, ખેતી ,સ્વાસ્થ્ય રોજગાર, ઉદ્યોગો, ગામડાનો મહિલાઓ યુવાનોની સાથે રાજ્યના મુખ્ય ઢાંચાને વધુ સશક્ત કરવા માટે રજૂ કરવામાં આવેલું આ બજેટ રાજ્યની સાથે દેશના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે. – ધારાસભ્ય શૈલેશ મેહતા
બજેટમાં મહિલા અને બાળ વિકાસ ને ધ્યાન આપવામાં આવ્યું છે સગર્ભા મહિલાને ૧૦૦૦ આવનાર દિવસ માટે કાળજી માટે 811 કરોડનું બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે મહિલા લક્ષી બજેટ છે.
– રાજ્ય મંત્રી મનીષા વકીલ
આ બજેટ ને સર્વ રીતે પ્રજાલક્ષી, સામાન્ય નાગરિકને સ્પર્શતુ અને પ્રજા પરના કોઈપણ વધારાના કરબોજ વગરનું સર્વ – હિતકારી બજેટ ગણાવ્યું છે અને આજના તબક્કે નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદૃષ્ટી માટે તથા રાજ્યના નાણામંત્રી ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે. ડો. વિજયભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ

Most Popular

To Top