Vadodara

6 દિવસ ભૂખ્યા રહી 30 કિમી ચાલી પોલેન્ડ પહોંચ્યા, વડોદરા પરત ફર્યા

વડોદરા : યુકેનમાં અનેક ભારતીય વિધ્રાથી  ફસાયા છે.ત્યારે પીએમ મોદી દ્વારા તમામ ફસાયેલા વિદ્યાર્થીર્ઓ ને સુરક્ષિત લાવવા માટે પ્રયત્ન થઇ રહ્યા છે.ત્યારે યુક્રેનથી વડોદરા એરપોર્ટ પર બે વિધાર્થીઓ આવી પહોંચ્યા હતા.તેમનું નામ ઋત્વિક ડોબરીયા અને રોનીલ ભટ્ટ ટેરનોપિલ ખાતે આવેલી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા.કિવ થી 500 કિલોમીટર દૂર આવેલું ટેરનોપિલ સીટી ઑપરેશન ગંગા અંતર્ગત વિશેષ વિમાન દ્વારા દિલ્હી પહોંચ્યા બાદ બંને  વિદ્યાર્થીઓ એરપોર્ટ પહોંચ્યા હતા. દિલ્હીથી સ્વખર્ચે વિમાન માર્ગે વડોદરા પહોંચ્યા હતા.બંને ના પરિવારજનો, અને પૂર્વ આર્મી ઓફિસરો એ બંને વિધાર્થીઓ ને આવકારવા સાથે યુવા ભાજપના કાર્યકરોએ પણ બંને વિધાર્થીઓનું સ્વાગત કર્યું હતું.

વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતો વિદ્યાર્થી રોનીક ભટ્ટ અને અન્ય એક વિદ્યાર્થી ઋત્વિક ડોબરીયા યુક્રેન થી વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર રોનીકે જણાવ્યું હતું કે યુક્રેનમાં છ દિવસ ભૂખ્યા રહેવું પડ્યું હતું.ભારત યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ નહી કરે એવા મેસેજ થી યુક્રેનની આર્મી પણ ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કરતી હતી.યુક્રેન થી પોલેન્ડ અને ત્યાંથી વિમાનમાર્ગે દિલ્હી થઈને વડોદરા એરપોર્ટ પર આજે બે વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા.બંને મેડિકલનો અભ્યાસ કરવા માટે વિદેશ ગયા હતા.પરંતુ રશિયા યૂક્રેન પર હુમલો કરતાં ભારતીય વિદ્યાર્થીઓ અટવાઇ પડયા હતા.સ્વદેશ પરત ફરતા વડોદરા આવેલા રોનીક ભટ્ટે જણાવ્યું હતું કે યુક્રેન થી પોલેન્ડ બોર્ડર પહોંચવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે.ત્યાં ખાવા પીવાની કોઈ સુવિધા ન હતી.તાપમાન પણ માઇનસ 10 ડિગ્રીથી નીચે રહેતું હતું.

6 દિવસ જમ્યા વિના પસાર કરવા પડ્યા હતા.ભારત સરકારે યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાનો ઇનકાર કરતા યુક્રેન આર્મી પર નેગેટિવ અસર પડી હતી.તેના જવાનો ભારતના વિદ્યાર્થીઓને હેરાન કરતા હતા.યુક્રેન થી પોલેન્ડ પહોંચ્યા બાદ ભારતની એમબીસીએ ઘણી મદદ કરી હતી.જ્યારે વડોદરા એરપોર્ટ પહોંચેલા વિદ્યાર્થી ઋત્વિક ડોબરીયા એ જણાવ્યું હતું કે યુક્રેનના ટર્નોબીલ થી પોલેન્ડ પહોંચ્યો હતો.યુદ્ધના કારણે પરિસ્થિતિ કથળતા સાત-આઠ દિવસ થયા હતા.યુક્રેન થી બસમાં નીકળ્યા હતા. યુક્રેનના લોકો પણ પોલેન્ડ આવી રહ્યા હતા.તેથી 30 કિલોમીટર સુધી ટ્રાફિક જામ હતો.જેથી અમે 30 કિમી સુધી ચાલ્યા અને પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચ્યા હતા.પોલેન્ડ બોર્ડર પર બે દિવસ સુધી જમવાની તકલીફ પડી.જો કે અમને પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે નાસ્તો સાથે રાખવો.જેથી અમે નાસ્તો સાથે રાખ્યો હતો.હાલ ઓનલાઈન ક્લાસ માં અભ્યાસ કરવાનું કહ્યું છે. હાલ વડોદરા શહેર અને જિલ્લાના ચાર વિદ્યાર્થી દિવ્યા મહાડીક, અમિત પ્રજાપતિ,કેયુર પટેલ અને નીરવ બારોટ પણ દિલ્હીથી ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમના પરિવારજનો મળવા માટે પહોંચ્યા હતા અને તેઓ ઘરે પરત ફર્યા છે.

Most Popular

To Top