Business

કોઠા લડાવવાની ગેમ

સામાન્ય રીતે કોઠા આપણે સૌ કોઈ જાણીએ છીએ જે એક બહારથી કઠણ ફળ છે. જેની અંદર ખાટ્ટો માવો હોય છે. જો કે આ સામાન્ય દેખાતા કોઠા આપણા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે. કોઠાને અંગ્રેજીમાં વુડ એપ્પલ કહેવામાં આવે છે, કોઠાં એવું જ એક ફળ છે જેનું ઝાડ વધારે મહેનત કરાવ્યા વગર આપમેળે ફલિત થાય છે. કોઠાંના કાચા ફળમાં પાકા ફળની સરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રુટ એસિડની માત્રા વધારે હોય છે. તેના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેના બીજમાં દરેક જરૂરી મિનરલ્સ મળી આવે છે. તેના ગરભમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. વિટામિન સી સહિત આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક પણ તેમાં મળી આવે છે. આ સાથે જ કોઠાં વિટામિન બી 12 સારી માત્રામાં જોવા મળે છે. અમારે ત્યાં સલાબતપુરાની ગુજરાતી શાળા પાસે ૮૦ના દાયકામાં ઉનાળા વેકેશનમાં કોઠા લડાવવાની રમત રમાતી હતી. આ રમતમાં એક છોકરો હાથમાં કોઠું પકડે અને બીજો છોકરો કોઠાથી ઘા કરે,જો કોઠું ફાટી જાય તો પહેલા છોકરાનું કોઠું મારનાર બીજા છોકરાને મળે અને કોઠું નહિ ફાટે તો એ કોઠું પહેલા છોકરાનું થાય. અમુક છોકરાઓની કોઠા લડાવવાની રમતમાં માસ્ટરી હતી.અંતે થેલી ભરીને કોઠા જીતી જતા.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top