Top News

નવીનનો મૃતદેહ ભારત લાવવા મામલે ભાજપના ધારાસભ્યનું વિવાદિત નિવેદન : કહ્યું – ફ્લાઈટમાં મૃતદેહ વધુ જગ્યા રોકે

ર્ણાટક: યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા ૯ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનાં પગલે ભારતનાં હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. તેઓની હાલત ખુબ જ ખરાબ છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે જમવાનું ખૂટી પડ્યું છે. તો કોઈની ધીરજ ખૂટી પડી છે. જેના પગલે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ શરુ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન બીજી માર્ચના રોજ કર્ણાટકનો વિદ્યાર્થી નવીન શેખરઅપ્પા નામના વિદ્યાર્થીનું રશિયાના હુમલામાં મોત થયું હતું. નવીન ગવર્નર હાઉસ પાસે અન્ય કેટલાક લોકો સાથે ખાવા માટેની ચીજ-વસ્તુ લેવા માટે સ્ટોર પાસે ઊભો હતો, તે જ સમયે તે રશિયાના સૈનિકોના ગોળીબારની ઝપેટમાં આવી ગયો હતો.

નવીનનાં મોત બાદ વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીના મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે ઘટના બાદ કર્ણાટક ભાજપના ધારસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેને જણાવ્યું હતું કે એક મૃતદેહ ફ્લાઇટમાં 8થી 10 લોકોની જગ્યા રોકે છે. મૃતદેહો લાવવાને બદલે વિમાનમાં લોકોને લાવી શકાય છે. ધારાસભ્ય અરવિંદ બેલાડી હુબલી ધારવાડ ક્ષેત્રના ધારાસભ્ય છે અને નવીન પણ આ વિસ્તારનો જ રહેવાસી હતો. આ નિવેદનના પગલે લોકોમાં રોષ દેલાયો હતો.

કીવમાં એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી
યુક્રેન યુદ્ધમાં રાજધાની કિવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને રશિયાના હુમલા દરમ્યાન ગોળી વાગી જતા ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે અડધા રસ્તેથી પરત કિવ લઇ જવામાં આવ્યો હતો. પોલેન્ડમાં હાજર કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહે કહ્યું કે અમે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમજ રશિયન હુમલાના ગોળી વાગવાથી ઘાયલ થયેલા વિદ્યાર્થીની ઓળખ મેળવવામાં આવી રહી છે. તેઓ સતત આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

પંજાબના વિદ્યાર્થીનું યુક્રેનમાં બીમારીથી મોત
પંજાબના ચંદન જિંદાલ નામના 22 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે મૃત્યુ થયું હતું. જોકે, ચંદનનું મૃત્યુ હુમલામાં નહીં પરંતુ બીમારીના કારણે થયું હતું. ચંદનને બ્રેઈન સ્ટ્રોક આવતા યુક્રેનની વિનિત્સા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલનાં આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બુધવારે ચંદનનું મોત નીપજ્યું હતું. 7 ફેબ્રુઆરીના રોજ તેમના પિતા શિશન કુમાર જિંદાલ અને કાકા કૃષ્ણ કુમાર જિંદાલ તેમના એકમાત્ર પુત્રની સંભાળ લેવા યુક્રેન ગયા હતા કે ત્યાં અચાનક યુદ્ધ શરૂ થયું. કાકા કૃષ્ણ કુમાર જિંદાલ 1 માર્ચની રાત્રે બરનાલા પરત ફર્યા હતા. જો કે, પિતા શીશન કુમાર જિંદાલ હજુ પણ પુત્રની સારવાર માટે ફસાયેલા હતા. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીના મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ આપણા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરે છે. દૂતાવાસે અગાઉ કિવ અને ખાર્કિવ છોડીને કોઈ પણ સંજોગોમાં બીજે ક્યાંક પહોંચવાની અપીલ કરી હતી.

Most Popular

To Top