આજનો માનવી ટેકનોક્રેટ, AI યુગમાં જીવતો થઇ ગયો છે. એટલે ખુલીને – ખુશી જીવી શકતો નથી. આજની સ્ટ્રેસફુલ જીવનશૈલીમાં દરેક વ્યક્તિને માનસિક શારીરિક થાક લાગતો હોય છે. પોતાના સ્વાસ્થ્યની કાળજી-કૌટુંબિક જવાબદારી – લીમીટેડ નાણાંકીય આવક વિ. પણ બધી અગમ્ય પરિસ્થિતિ વચ્ચે પણ માનવીએ મજબૂત મનોબળ કેળવવું જરૂરી છે. સંપત્તિ-શરીર કે સગાંવહાલાં, સાથ (વિકટ સમયમાં) ન આપે તો પણ ધીરજપૂર્વક સમજદારીથી નિર્ણય લેવો ખૂબ જ આવશ્યક છે. આજે માનવી અનેક સુવિધા વચ્ચે પણ એકલતા મહેસૂસ કરતો હોય છે. જે તેના સુખના ઉજાસને ઝાંખો કરી દેતો હોય છે. આ વિઘ્ન દૂર કરવા, વ્યક્તિને પોતાનો શોખ જેવી કે સંગીતકળા-વાદ્યકળા-ચિત્રકળા – કે સમાજસેવાનો શોખ રાખવો છુટી છે, જે તને એકલતાના આવરણથી દૂર રાખી, સુખનો ઉજાસ અનુભવ કરાવે છે.
સુરત – દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગેસ બિલ બે મહિને નહીં દર મહિને આવવું જોઈએ
2006 માં સુરતમાં આવેલાં પૂર વખતે ગુજરાત ગેસ કંપનીએ ગ્રાહકોને ગેસનો પુરવઠો ચાલુ રાખ્યો હતો તે બદલ નોંધ લેવાઈ હતી તે બરાબર છે પરંતુ ગુજરાત ગેસ કંપની રેલ ભરાઈ હતી તેવા વિસ્તારોમાં પણ ગેસ પુરવઠો પૂરો પાડ્યો હતો તો તેમાં તેણે કોઈ ધાડ મારી નથી. ગેસ સપ્લાય રાબેતા મુજબ ચાલુ રાખવામાં ગુજરાત ગેસ કંપનીએ કોઈ પણ જાતની જેહમત ઉઠાવવી પડી ન હતી કારણ કે પાણીની નીચેથી કોઈ પાઇપ ફાટે અને ગેસ લીકેજ થાય તો એવા સમયે ગુજરાત ગેસ કંપની કોઈ પણ કામ કરી શકવાની સ્થિતિમાં ના હોય તે દેખીતી વાત છે. ચાલુ સર્વિસને પૂર આવતાં ચાલુ રાખવી એ કોઈ ધાડ મારવાની વાત નથી અને બીજું કે રીડિંગ લેવા ન આવે અને બિલ ના આવવાની ફરિયાદ ગુજરાત ગેસ કંપનીને કરવી જોઇએ અને બિલ બે મહિને નહીં પરંતુ દર મહિને આવવું જોઈએ જેથી નાનાં ગ્રાહકોને બીલ ભરવામાં સરળતા રહે.
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.