SURAT

‘વિધર્મીઓ આ વિસ્તારની બહેન-દીકરીઓને લવજેહાદમાં ફસાવે છે’, સુરતમાં સોસાયટીઓના ગેટ પર બેનર લાગ્યાં

સુરત: (Surat) સુરતના વરાછા (Varacha) વિસ્તારમાં મિનિ બજારની (Mini Bajar) આસપાસ આવેલી મીરાનગર, બજરંગનગર વગેરે સોસાયટીમાં અને અન્ય 12 જેટલી સોસાયટીઓના ગેટની બહાર બેનરો લગાવી વિધર્મીઓને ભાડેથી (Rent) દુકાનો કે મકાનો ન આપવા માટે લખાણ લખવામાં આવ્યાં છે. બેનરમાં સ્પષ્ટ લખાયું છે કે, વિધર્મીઓ આ વિસ્તારની બહેન-દીકરીઓને લવજેહાદમાં ફસાવે છે. જેને કારણે આપણી મહિલાઓ આ વિસ્તારમાં વિધર્મી યુવકોના કારણે સુરક્ષિત નથી. તેથી ભાડેથી મકાન કે દુકાન આપવા નહીં એ પ્રકારની વાત બેનરમાં લખવામાં આવી છે. વધુમાં બેનરમાં લખવામાં આવ્યું છે કે, તાત્કાલિક અસરથી વિધર્મીઓને આપેલી દુકાનો અને મકાનો ખાલી કરાવી લેવા જરૂરી છે. અન્ય રાજ્યમાંથી તડીપાર થઈને આવેલાં અસામાજિક તત્ત્વો જે વિધર્મીઓ છે તેઓ અહીં આવીને પણ ગુનાહિત કૃત્ય કરે છે અને બહેન દીકરીઓને લવ જેહાદમાં ફસાવીને તેમના પર દુષ્કર્મ પણ આચરે છે. સોસાયટીના પ્રમુખોએ મળીને આ પ્રકારનો નિર્ણય કર્યો છે તેમ પણ બેનરમાં લખવામાં આવ્યું છે.

નાના ભાઇ-બહેનને ઘરની બહાર બેસાડી અજાણ્યાનો 10 વર્ષની બાળા પર બળાત્કાર
સુરત : સરથાણામાં રહેતી 10 વર્ષની બાળા સાથે બળાત્કાર થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બળાત્કાર કરવા માટે આરોપીએ 10 વર્ષની બાળકીના ભાઇ-બહેનને ઘરની બહાર બેસાડ્યા બાદ તેણીની સાથે રેપ કર્યો હોવાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની મહિલા ઘરકામ કરવા માટે બહાર જાય છે, જ્યારે તેનો પતિ હોટેલમાં કામ કરે છે, અને તેમના ત્રણ સંતાનો ઘરે જ રહે છે. આ દરમિયાન કોઇ અજાણ્યો નેપાળી પરિવારના ઘરે આવ્યો હતો, આ યુવકે ત્રણ ભાઇબહેન પૈકી એક ભાઇ અને બહેનને ઘરની બહાર મોકલી આપ્યા હતા, સાથે જ 10 વર્ષની બાળકી સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ આરોપી ભાગી છૂટ્યો હતો અને ઘરમાં 10 વર્ષની બાળા રડી રહી હતી. ત્રણેય ભાઇ-બહેને ભેગા થઇને પાડોશમાં રહેતા દાદીને ઘટનાની જાણ કરી હતી. આ સાથે જ બાળકીના માતા-પિતાને પણ જાણ કરવામાં આવી હતી. તેઓએ ઘરે આવીને તપાસ કરતા 10 વર્ષની માસૂમ બાળાને ગુપ્તાંગના ભાગે ઇજા થઇ હતી. આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top