આણંદ: આણંદના મોગરમાં આવેલ 200 વર્ષ ઉપરાંતના જુના ઐતિહાસિક વડવૃક્ષનું વિકાસના નામે નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેના સદર્ભમાં મોગર ગામની યુવાઓ...
નડિયાદ: મહુધા તાલુકાના અલીણા ગામે વર્ષ ૨૦૧૭ માં પ્રેમ લગ્ન કરનાર દંપતિની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. હત્યાના...
સુરતઃ (Surat) કોટ વિસ્તાર એટલે કે સેન્ટ્રલ ઝોનમાં (Central ZOne) વર્ષો જૂની પાણી (Water) અને ગટરની લાઇનો બદલી નેટવર્કનું સંપુર્ણ નવિનીકરણ થઇ...
નડિયાદ: આણંદ જિલ્લાના ખંભાતમાં અગાઉના ઝઘડાની અદાવતમાં મહિલા અને તેના પરિવારજનો પર હિચકારો હુમલો કરીને, ટોળાં દ્વારા પથ્થરમારો કરતા તંગદિલી સર્જાઇ હતી....
નવી દિલ્હી: કોરોના (corona) સંક્રમણની ગતિ ધીમી થયા પછી, લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે હવે મહામારીનો અંત આવ્યો છે. આ વિચારને...
વડોદરા : વડોદરા શહેરના નિઝામપુરા એસ.ટી ડેપો સામે આવેલી આશીર્વાદ હોસ્પિટલમાં શુક્રવારની નમતી બપોરે અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી આગને...
વડોદરા : આજવા રોડ પર રહેતા ત્રણ સંતાનોના પિતા કમાટીબાગ ખાતે મોર્નિંગવોક કર્યા બાદ ઘરે પરત ફરતી વેળાએ કોઠી ચાર રસ્તા પાસે...
રાજકોટ : રાજકોટ (RAJKOT) શહેરના વીંછિયા તાલુકાના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનો અધિકારી ટેન્ડર નું બિલ પાસ કરવા માટે 25 હજારની...
વડોદરા : ગુજરાતના સૌપ્રથમ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા માથાભારે આરોપી સમીર અબ્દુલ કુરેશીએ તેના હિન્દુ સસરાના ઘરમાં ઘૂસીને ઢોર માર મારતા જાતિ વિરુદ્ધ...
વડોદરા : ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ દ્વારા તાજેતરમાં જ વહીવટી કારણોસર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ...
વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા અલીફનગર પાસે સર્મસાર ઘટના બની હતી. પડોશમાં રહેતી ફુલ જેવી માત્ર ૧૧ વર્ષની સગીરાને 37 વર્ષના...
વડોદરા: કારેલીબાગ ચારભુજા કોમ્પલેક્ષ પાછળ ઈશ્વર શાંતિ સોસાયટીના મકાન નંબર છ માં પહેલે માળે રહેતા મીનાક્ષી ધોનીલાલ ચૌધરી એરપોર્ટ ખાતે એએસઆઈ...
સુરત: (Surat) વધતા જતાં હવાના પ્રદૂષણના(Air Pollution) લીધે લોકો ફ્રેશ એર માટે તડપી રહ્યાં છે. દિલ્હીની હાલતથી બધા જ વાકેફ છે. ગુજરાતમાં...
વડોદરા :કોરોનાની ત્રીજી લહેરમાં વધતા જતા સંક્રમણને કારણે વડોદરામા ભૂતડીઝાપા પાસે ભરતા શુક્રવારી બજારને બંધ કરવામાં આવ્યું હતું દરમ્યાન કેસો ઘટતાં પાલિકા...
રેડ હાર્ટ બલુન્સ અને કેન્ડલલાઈટ ડિનર વેલેન્ટાઈન ડેએ દરેક યુવા હૈયાંઓની ચાહત હોય છે. રેસ્ટોરન્ટ, હોટલ ગમે ત્યાં તમે જાવ વેલેન્ટાઈન્સ સ્પેશ્યલ...
જેમ જેમ અલકા મોટી થતી ગઈ તેમ તેમ રમેશભાઈની ચિંતા વધતી ગઈ. એક તો મોંઘવારી અને બીજી બાજુ કોરોનાકાળ પછી ધંધો મંદો...
સુરત : (Surat) છેલ્લા થોડા દિવસથી ‘આમ આદમી પાર્ટી’ના (AAP) નગર સેવકોને (Corporator) ભાજપમાં ખેંચી જવા માટે ચાલી રહેલા દાવપેચને કારણે રાજયના...
‘વેલેન્ટાઈન્સ ડે’- પ્રેમનો એકરાર કરવાનો દિવસ. યંગસ્ટર્સ આ દિવસ સેલિબ્રેટ કરવા થનગની રહ્યાા હોય છે. આજનું યુથ સમય મળે ત્યારે મોજમજા, ધમાલમસ્તીથી...
વ્યારા: બાજીપુરા (Bajipura) ખાતે સહકાર મંત્રી તથા ગૃહમંત્રી અમિત શાહના (Home minister Amit shah) કાર્યક્રમને પરવાનગી ન આપવા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ...
સુરત : (Surat) વડોદરામાં (Vadodara) મામાની સાથે રહેતી સગીરાનો કબજો લેવા માટે ફ્રાન્સમાં (France) રહેતા સાવકા પિતાએ (Step Father) કરેલી વાલી અરજી...
વાસંતી વાયરાના ખુશનુમા વાતાવરણ સાથે વેલેન્ટાઈન ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… મહાસુદ પાંચમ એ હિન્દુ મહિનાનો વસંતપંચમીનો દિવસ છે. તો પશ્ચિમના લોકો...
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની મેગા ઓક્શનનો આજે પ્રથમ દિવસ છે અને ખેલાડીઓની (Player) કિસ્મત ચમકવા જઈ રહી છે. પરંતુ...
વ્હાલા વાચકમિત્રો, ફરી એક શૈક્ષણિક વર્ષના અંતિમ પડાવ તરફ જઇ રહ્યા છીએ ત્યારે વાલીઓ, વિદ્યાર્થીઓ – ખાસ કરીને ધો. 10-12નાં- ઘણા બધા...
ગતાંકે આપણે હાઇપો થાઈરોઈડીઝમની સમસ્યા હોય તો શું ખાવું અને શું ન ખાવું એ વિશે જાણ્યું. આ અંકે આપણે એનાથી વિરુદ્ધ અવસ્થા...
અનાવલ: (Mahuwa) મહુવાના વેલણપુર ગામની (Village) સીમમાં દારૂ (liquor ) ભરેલી કાર (Car) નહેરની બાજુમાં લગાવેલી એંગલ સાથે અથડાતાં લોકટોળું ભેગા થયા...
કેમ છો?‘હેપ્પી વેલેન્ટાઇન ડે’આપના જીવનમાં પ્રેમની વસંત સદાય ખીલેલી રહે એવી અમારી શુભેચ્છાઓ…જેમ્સ બૈરી નામના લેખકે એક સરસ વાત કરી છે કે...
આપણા દેશમાં ધર્મ અને સંસ્કૃતિને લઈને જેટલા વિવાદો ચગાવવામાં આવતા હોય છે, તેમાં મોટા ભાગે રાજકારણીઓ સંડોવાયેલા હોય છે. થોડા દિવસ પહેલાં...
સાપુતારા : જય જોહાર અને જય આદિવાસીનાં સૂત્ર સાથે ડાંગ (Dang) જિલ્લાનાં વિવિધ આદિવાસી સંગઠનનાં (Tribal organization) ગૃપોએ પાર તાપી (Par tapi)...
સુરત : (Surat) પાંડેસરામાં સ્નાન મહિલાને (Women) જોઇ રહેલા યુવકને ઠપકો આપનારની સાથે અદાવત રાખીને તેને ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી...
સુરત : (Surat) પાંડેસરા (Pandesara) વિસ્તારમાં ક્રાઇમ રેટમાં (Crime Rate) સતત વધારો થઇ રહ્યો છે, બે દિવસ પહેલા જ મારામારી ઉપરાંત આજે...
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, ‘નો સ્ટોક’ ના પાટિયા લાગ્યા
BCAના સત્તા-સંઘર્ષમાં નવો વળાંક, રોયલ સત્યમેવ જયતે ગ્રુપનો CEO પર મનસ્વી નિર્ણયોના આક્ષેપ
અમૂલ દૂધ ₹2 પ્રતિ લિટર મોંઘુ થયું: મધર ડેરીએ પણ ભાવમાં ₹2 પ્રતિ લિટરનો વધારો કર્યો
અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹૨ સુધીનો વધારો: આવતીકાલથી નવા ભાવ લાગુ
વિજયે 24 કલાકમાં જ પોતાના ખાસ જ્યોતિષીને OSD પદ પરથી હટાવ્યા: પક્ષોએ વિરોધ કર્યો હતો
પેટ્રોલિયમ મંત્રી: ભારતમાં ક્રૂડ ઓઇલનો 60 દિવસનો સ્ટોક, PMના નિવેદન પર કાલ્પનિક અર્થઘટન ન કરો
પ્રતીક યાદવનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, મૃત્યુના કારણ અંગે બહાર આવી ચોંકાવનારી વિગતો
ગુજરાતના પોલીસ વડાની કડક ચેતવણી: હવે પોલીસે આરોપીઓની ટાંટીયાતોડ સર્વિસ બંધ કરવી પડશે
પ્રતીક યાદવનો પાર્થિવ દેહ ઘરે લાવવામાં આવ્યો, આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
ગુજરાતમાં 1 જૂનથી ઘરયાદીની કામગીરી શરૂ
ગુજરાતને નવા લોકાયુક્ત મળ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જસ્ટીસ બિરેન વૈષ્ણવને શપથ લેવડાવ્યા
ગુજરાત વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર – મોડી રાત્રે 72 IAS અધિકારીઓની સામૂહિક બદલી, અનેક જિલ્લાઓમાં નવા કલેક્ટર અને મનપા કમિશનરોની નિમણૂંક
દક્ષિણ ગુજરાતના સુરત સહિત કચ્છ, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’
પીએમ મોદીની ‘આર્થિક આત્મરક્ષા’ની અપીલનો ગુજરાતમાં પડઘો: રાજ્યપાલ, સીએમ અને મંત્રીઓ દ્વારા સાદગીના શપથ
CBSE 12માનું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, રિઝલ્ટમાં વિદ્યાર્થીનીઓ આગળ
મરેલો ઉંદર 10 હજારનો પડ્યો, ‘Mr. Puff’ ને પાલિકાએ ફટકાર્યો આકરો દંડ!
વાઘોડીયા ચોકડીથી સિદ્ધેશ્વર હાર્બર સુધીનો મુખ્ય માર્ગ 15 દિવસ માટે બંધ
તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ક્ષણ.
પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારીનો મોટો નિર્ણય: નંદીગ્રામ બેઠક છોડશે, ભવાનીપુરથી રહેશે ધારાસભ્ય
તમિલનાડુના CM વિજયનો મોટો યુ-ટર્ન
ફતેપુરા-સુખસર તાલુકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો, પ્રજામાં રોષ
આણંદમાં ચાલુ રીક્ષામાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો
બોરસદના બદલપુરમાં 3.89 લાખની મતાની ચોરી
ઉમરેઠમાં ડિવાઈડર સાથે બાઈક અથડાતા યુવકનું કરૂણ મોત
મહિસાગર એસપી પોતે તાલુકા મથકો પર આવીને લોકોની વ્યથા સાંભળશે
પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે PM મોદીનો મોટો નિર્ણય
વડાપ્રધાન મોદીની ઈંધણ બચત અપીલનો પ્રભાવ
સોનિયા ગાંધી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, સર્જરી થવાની માહિતી બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ચિંતા
બંગાળમાં મોટો ફેંસલો
કલાલીમાં ઉધમ મચાવનારને પોલીસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા
આણંદ: આણંદના મોગરમાં આવેલ 200 વર્ષ ઉપરાંતના જુના ઐતિહાસિક વડવૃક્ષનું વિકાસના નામે નિકંદન કાઢવામાં આવી રહ્યુ છે. જેના સદર્ભમાં મોગર ગામની યુવાઓ વિધાર્થીઓ આગળ આવીને આ વૃક્ષને બચાવા સાસંદને રજુઆત કરી અને કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં આ વૃક્ષ સાથે ગામલોકોની લાગણી જોડાયેલ હોવાથી વિકાસના નામે તેને કાપી વિકાસ કાર્ય કરવા સામે આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.
આણંદના મોગરમાં જાહેર માર્ગને પોહળો કરવા કરવા 40 થી વધુ 200 વર્ષ ઉપરાંત જુના વૃક્ષો કાપવા તજવીજ હાથ ધરાઈ છે.જેને લઈ સ્થાનિકો તેમજ પ્રકૃતિપ્રેમી યુવાઓ અને વિધાર્થીઓ આંદોલિત થયા છે.આ માટે તેઓએ સાંસદ મિતેષભાઈ પટેલને રજૂઆત કરી તેમજ કલેકટરને પણ આવેદનપત્ર આપ્યું છે.આ ઉપરાંત જો વૃક્ષ કાપવાની કાર્યવાહી કરાશે તો આ યુવાઓ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
કલેકટર ને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મોગરી ના જાહેર માર્ગો ઉપર આશરે 200 વર્ષ જુના વટવૃક્ષ વર્ષોથી ત્યાના લોકોને શીતળતા આપે છે જેનુ હાલમાં વિકાસના નામે વૃક્ષ કાપવાની તૈયારીઓ કરાઈ રહી છે. જેમાં વડ જેવા વૃક્ષોને આપણા ગ્રંથોમાં ખુબ જ મહત્વ આપવામાં આવેલ છે. જે વૃક્ષ પુજનીય છે. તેમજ કેટલાય પંખીઓ પોતાના માળા બનાવીને રહે છે. આવી વર્ષો જુની ધરોહરને હાલ રોડ પહોળો કરવાના હેતુથી વૃક્ષો કાપવાની તજવીજ કરવી ખોટી છે.આ રોડ ઉપર સ્કુલ, કોલેજ તેમજ હોસ્પીટલ આવેલ છે.
સદર ઘટાદાર વૃક્ષો નીચે ઉનાળા જેવા આકરા તાપમાં કેટલાય પશુ- પંખોઓ, આશરો મેળવે છે. તેમજ અનુપમ મિશન સ્કુલ તથા કોલેજના બાળકો યુવાનો સદર વૃક્ષના છાંયડામાં ઠંડક મેળવે છે. તેમજ હોસ્પીટલ નજીક હોવાને કારણે હોસ્પીટલના દર્દીઓને પણ પુરતા પ્રમાણમાં ઓકસીજન મળી રહે છે. તેમજ તેમના પરીવારજનોને તેમજ આજુબાજુમાં રહેતા કેટલાય પરીવા૨જનો આશ્રય મળે છે. સદર વૃક્ષોને લીધે વાતાવરણ ખુબ જ આરોગ્યમય અને આનંદમય લાગે છે.
વળી સરકાર ધ્વારા “વૃક્ષ વાવો વરસાદ લાવો” તેમજ “વધુ વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો” જેવા સુત્રોચાર કરે છે. તો પછી આવા ઘટાદાર વર્ષો જુના વૃક્ષોનું જતન કરવાને બદલે પતન કરવામાં આવી રહયું છે. જે પર્યાવરણ તેમજ જનજીવનમાં તેમજ આવનારી પેઢીઓ માટે ખુબ જ નુકશાન કારક છે. “વૃક્ષો ધરતીની શોભા છે.” વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. તેના પાન માંના કાર્બન ડાયોકસાઈનો ઉપયોગ કરી વનસ્પતી માટે સ્ટાર્ગ બનાવે છે. અને પ્રાણવાયુ (ઓકસીજન) મુક્ત કરે છે. આમ તે હવાને શુધ્ધ કરે છે. મોગરી ગામ તરફ જતાં રસ્તા ઉપર સમારકામ દરમ્યાન આવા વૃક્ષો કાપી નાખવાને બદલે વૃક્ષની સાઈડમાંથી રોડ બનાવવામાં આવે અને વૃક્ષોને જીવતદાન આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.
આ અંગે આવેદનપત્રમાં રૂચા પટેલે જણાવ્યું હતું કે, હું અને મારા સાથી યુવા મિત્રો જયારે આ રસ્તા પરથી પસાર થતા હતા (જનતા થી મોગરી ) ત્યારે જાણ્યું કે આ ઘટાદાર વૃક્ષઓનું ડેવલપમેન્ટના નામે નિકંદન કાઢવામાં આવશે. ત્યારે અમારા સર્વેની આખોમાંથી આંસુ નીકળી ગયા હતા. એના પરિણામના વિચારમાત્રથી અમારું કોઈ વહાલું સ્વજન હોસ્પિટલમાં દાખલ હોય અને ડોક્ટરએ ફક્ત 24 કે 72 કલાકનો સમય આપ્યો હોય તેવું દુઃખ અનુભવાયું હતું આથી અમે યુવાનોએ નક્કી કરી લીધું કે આ વૃક્ષોને કોઈપણ ભોગે બચાવીને રહીશુ અને અને માટે અમે એક ઉગ્ર આંદોલન કરવાનું નક્કી કર્યું છે.