Vadodara

કલાલીમાં ઉધમ મચાવનારને પોલીસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા

કલાલીના બાપુનગર વિસ્તારમાં થયેલા ઝઘડામાં બંને પક્ષમાંથી 5 આરોપીઓની અટકાયત

વડોદરા તા.13
કલાલી વિસ્તારમાં આવેલા બાપુનગર ખાતે મંગળવારે મધરાતે બે જૂથ વચ્ચે થયેલા ઝઘડાના મામલે અટલાદરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડી અટકાયત કરી હતી. સાથે જ આરોપીઓને જાહેરમાં કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું.

પ્રથમ ફરિયાદ મુજબ શ્રીજીનગર કલાલી ખાતે રહેતા રોહિત નટવરભાઈ માળીએ આરોપી દેવા રણજીત સોલંકી, નિકુંજ રણજીત સોલંકી અને રણજીત સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ખિસકોલી સર્કલ પાસે આવેલી ડીલક્ષ પાનની દુકાન નજીક મજાક-મસ્તીના મુદ્દે અદાવત રાખી આરોપીઓએ રોહિત તથા તેના મિત્ર અજય માળી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન લાકડી વડે હુમલો કરી માથા અને હાથના ભાગે ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
બીજી તરફ દેવા રણજીતભાઈ સોલંકીએ પણ રોહિત માળી સહિત છ લોકો સામે સામસામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓએ ફોન કરીને બોલાવી ગાળો આપી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લાકડાના દંડાથી હુમલો કરી દેવા, તેના ભાઈ નિકુંજ, પિતા રણજીતભાઈ તેમજ ઇલાબેન સોલંકીને ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. સાથે જ ધમકીઓ આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરાયો હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેથી બંને પક્ષના 5 આરોપીઓની અટકાયત કરી અટલાદરા પોલીસે કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી કાયદાનુ ભાન પણ કરાવ્યુ હતુ.

Most Popular

To Top