Vadodara

સસરાને માર મારનાર સમીર કુરેશીના જામીન નામંજૂર

વડોદરા : ગુજરાતના સૌપ્રથમ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા માથાભારે આરોપી સમીર અબ્દુલ કુરેશીએ તેના હિન્દુ સસરાના ઘરમાં ઘૂસીને ઢોર માર મારતા જાતિ વિરુદ્ધ અપમાનજનક ગાળો બોલ્યો હતો. પોલીસ ફરિયાદ બાદ નાસી છૂટેલા જમાઇ એ સેશન્સ કોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજીને કોર્ટે એ નામંજૂર કરી હતી. છ માસ પૂર્વે ગોત્રી પોલીસ મથકમાં લવ જેહાદનો ગુનો નોંધાયો હતો. તરસાલીના આદર્શ નગરમાં રહેતો સમીર અબ્દુલભાઈ કુરેશીએ સોશિયલ મીડિયા ઉપર માર્ટિન્સ સેમ નામ ધારણ કરીને બનાવેલા ફેક આઈડી દ્વારા ગોત્રીની હિન્દુ યુવતી સાથે સંપર્ક થયો હતો થોડા સમયના પરિચય બાદ  બંને વચ્ચે પ્રેમ થયો હતો. Christian સમજીને જેની સાથે હિંદુ યુવતીએ લગ્ન કર્યા હતા તેણે મુસ્લિમ ધર્મ મુજબ નીકાહ કર્યા હતા. વારંવાર ધાક ધમકી  આપતા પતિએ અનેક વખત મારઝુડ કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરતો હતો.

પતિ અને સાસરિયાઓથી ત્રાહિમામ પોકારી ગયેલી હિન્દુ પરણિતાએ આખરે નાછૂટકે તમામ સાસરિયા વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને તમામ આરોપીઓને ઝડપી પાડયા હતા જોકે ભેજાબાજ સાસરિયાઓએ આયોજન બદ્ધ કાવતરું રચીને ફરિયાદી પરણિતાના જ સોગંદનામા કરાવીને કોર્ટમાંથી જામીન પર છૂટકારો મેળવ્યો હતો ત્યારબાદ પણ પરણિતાને વારંવાર ત્રાસ આપતા હતા જેથી પીડિતા તેના પિયરમાં આવીને માતા-પિતાને તમામ હકીકત જણાવતી હતી. થોડા દિવસ પૂર્વે પરિણીતાના પતિએ ઝઘડો પટ્ટાથી ઢોરમાર માર્યો હતો.તેમજ જાતિવાચક અપમાનીત કરી ને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત સસરાએ ફરિયાદ નોંધાવતા જ હુમલાખોર જમણી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સેશન્સ કોર્ટમાં શુક્રવારે જામીન અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ બીએસ પુરોહિતે જણાવ્યું કે આરોપી માનસિક અને શારીરિક ત્રાસ આપીને કેસને નુકસાન પહોંચાડી શકે છે. તો જામીન આપવામાં આવશે તો રસીલા rupee વધુ ગંભીર ગુનો કરીને ફરીથી ઝઘડો કરે તેવી શક્યતા નકારી શકાય નહીં. સરકારી વકીલની દલીલો ને કોર્ટે ગ્રાહ્ય રાખતા માથાભારે મનાતા અરજદાર આરોપી સમીર કુરેશીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

Most Popular

To Top