આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. જોકે, મિનિટોમાં જ સભા આટોપી લેવાની ટેવના કારણે પ્રમુખ...
આણંદ : આણંદ જિલ્લામાં બોગસ દસ્તાવેજ આધારે વિદેશ મોકલવાનું વધુ એક કૌભાંડ પકડાયું છે. આ વખતે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ચાંગા ગામે આવેલા...
સુરત : સુરત એરપોર્ટ (Surat Airport) પરથી એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસની સુરત-શારજાહ (Surat-Sharjah) ફ્લાઈટમાં શારજાહ જઈ રહેલાં સુરતનાં ઉન ગામનાં પેસેન્જરને...
નવી દિલ્હી: જમીયત ઉલેમા-એ-હિંદનું સામાન્ય અધિવેશન નવી દિલ્હીના (New Delhi) રામલીલા મેદાનમાં (Ramlila Ground) જમીયત ઉલેમાના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીની અધ્યક્ષતામાં...
સુરત: સુરતમાં મંદિરના પ્લોટ પર જીમ બાંધી દેવાયા હોવાની ચકચારી માહિતી સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારના માથાભારે મુસ્લિમ શખ્સે બળજબરીપૂર્વક મંદિરની...
સુરત: કોર્ટ સંકુલમાં આજ રોજ હાઈવોલ્ટેજ ડ્રામા (High voltage drama) સર્જાયો હતો. કોર્ટ સંકુલમાં ચાની દુકાન પાસે પુરુષ સિનિયર વકીલ અને મહિલા...
સુરત : 3000 રૂપિયામાં હરિદ્વાર, આગ્રા, દિલ્હી અને મથુરામાં ખૂબ જ નજીવા દરે રહેવા જમવા સહિતની સગવડ (Facilities) આપવાનો ઝાંસો આપીને ઠગાઇ...
અમદાવાદ : રાજ્યની શાળાઓમાં (School) ગુજરાતી ભાષાનો (Gujarati language) વિષય (Subject) ફરજિયાત ભણાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) થયેલી જાહેર હિતની અરજીની...
નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) તબાહી મચાવનાર ભૂકંપે (Earthquake) સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. જાણકારી મળી આવી છે કે આ...
નવી દિલ્હી : ચૂંટણીની (Election) રણનીતિ (Strategy) ઘડનારા પ્રશાંતિ કિશોરે (Prashanti Kishor) (પીકે ) શુક્રવારે એક અજીબ નિવેદન (Statement) આપ્યું છે. જેને...
પલસાણા: (Palsana) સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં (Patrolling) હતી. ત્યારે બાતમીના આધારે કડોદરા (Kadodara) સીએનજી પંપની સામે સર્વિસ રોડ પરથી 1.83 લાખના...
બારડોલી: પલસાણામાં (Palsana) ગેરકાયદે ગેસ રિફિલિંગના (Gas Refilling) નેટવર્કનો (Network) પર્દાફાશ થયા બાદ બારડોલી પુરવઠા વિભાગ (Supply Department) પણ સક્રિય થયો છે....
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના પૂર્વ પટ્ટીના આદિવાસી નેત્રંગ તાલુકામાં ૫૯ વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં (School) ચાલુ વર્ગખંડમાં (Class)...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ભરૂચીનાકા પાસે મણીબા હોલ (Maniba Hall) ખાતે આવેલા એસબીઆઈ બેન્કના એટીએમને (ATM) તસ્કરોએ નિશાન બનાવી બે એટીએમ મશીનમાં તોડફોડ...
નવી દિલ્હી: એર તરફ તૂર્કીયેમાં આવેલ આપત્તિથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ છે. સમગ્ર વિશ્વ (World) તેનાથી બનતી તમામ મદદ તૂર્કીયેને કરી રહી છે....
ગાંધીનગર: જામનગરના (Jamnagar) ધુળસિયા ગામમાં મંજૂરી વગર રાજકીય સંમેલન કરવાના કેસમાં હવે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને સ્પેશિયલ કોર્ટ (Special Court) દ્વારા રાહત...
ગાંધીનગર: આગામી તા. ૧૩થી ૨૭મી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યભરમાં ‘અટલ ભૂજલ યોજના’ હેઠળના વિસ્તારોમાં ‘અટલ ભૂજલ પખવાડિયું’ ઉજવવામાં આવશે. જેનો આરંભ પાણી પુરવઠા...
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના ઉટિયાદરા ગામની સીમમાં કોસંબાના યુવાનની હત્યામાં (Murder) મિત્રોએ અભયને વધુ નશો કરાવવાની લાલચ આપી મોપેડ પર બેસાડી...
ગાંધીનગર: જગપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી (Ambaji) ખાતે આગામી તા. 12 મી થી 16 ફેબ્રુઆરી સુધી માં અંબાના પ્રાગટય સ્થાન ગબ્બર તળેટી...
ગાંધીનગર: કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની યોજના પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) હેઠળ ગુજરાતમાં (Gujarat) 2018-19થી ડિસેમ્બર 2022 સુધીમાં...
નવી દિલ્હી : લગ્નની સીઝન (Wedding Season) હાલ જોર પકડી રહી છે એવામાં ખુશીના સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ સોનુ...
મુંબઈ: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર (Share Market) લાલા નિશાન સાથે બંધ થયું હતું. વિશ્વભરના બજારોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો...
મુંબઈ: હવે પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે....
મુંબઈ: ટેલિવિઝનની સૌથો લોકપ્રિય શો (Show) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta Ka Oolta Chashma) ચાહકો માટે એક મોટા સમાચાર સામે...
નવી દિલ્હી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભામાં તેમના ત્રીજા કાર્યકાળનું છેલ્લું બજેટ આજે રજૂ કર્યું. બજેટ સ્પીચની શરૂઆતમાં જ અશોક ગેહલોતે મોટો...
અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગના અહેવાલને કારણે થયેલા અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે, ત્યારે હવે ગ્રુપના કર્તાહર્તા ગૌતમ અદાણી અમેરિકન...
અમદાવાદ : અમદાવાદીઓ (Ahmedabad) માટે રાહતના સમાચાર આવ્યા છે. પ્રોપર્ટી ટેક્સમાં (Property Tax) તેઓને મોટી રાહત મળતા હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં હજુ...
નવી દિલ્હી: તુર્કી (Turkey) અને સીરિયામાં (Syria) તબાહી મચાવનાર ભૂકંપે (Earthquake) સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ...
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ટીમ ઈન્ડિયા જે ખેલાડીના પરત ફરવાની રાહ જોઈ રહ્યાં...
નાગપુર: નાગરપુર ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે કેપ્ટન રોહિત શર્માની રેકોર્ડ સદી અને રવિન્દ્ર જાડેજા તથા અક્ષર પટેલની અર્ધસદીની મદદથી ઓસ્ટ્રેલિયા સામે...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ યોજાયેલી સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો. જોકે, મિનિટોમાં જ સભા આટોપી લેવાની ટેવના કારણે પ્રમુખ બોલતા રહ્યા હતા અને સભ્યો મંજુર મંજુર કરી ઉભા થઇ ગયાં હતાં. જેના કારણે પ્રમુખની પણ અમાન્યા રહી નહતી. આજની સભામાં વેરા વસુલાતમાં વધારો ઝીંકવા બાબતે વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત સોલ્ટર્સ હાઉસના મુદ્દે પણ વિપક્ષે ઉધડો લીધો હતો. આખરે બહુમતીથી 58 કામ પસાર થયાં હતાં.
આણંદ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ રૂપલબહેન વી. પટેલના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં જુદા જુદા 58 કામો રજુ કરવામાં આવ્યાં હતાં.
જેમાં ચાર નંબરના ઠરાવમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતી તમામ સેવા જેવી કે લાઇટ, પાણી, ગટર, સેનીટેશન પાછળ થતાં તમામ ખર્ચની સામે આવતી આવકમાં ખૂબ મોટા તફાવત જોવા મળતો હોય છે. નગરપાલિકાના તમામ ખર્ચની સામે ફક્ત 25થી 30 ટકા ટેક્સની આવક થાય છે. વધુમાં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, એસટીપીના મેઇટેનન્સ તેમજ નિભાવણી ખર્ચમાં ખૂબ જ જંગી વધારો થવાની શ્કયતા હોઇ આ ઉપરોક્ત થતા તમામ ખર્ચને ધ્યાને લઇ ટેક્સના માળખામાં નવેસરથી જેમ કે, પાણી વેરો, ગટર વેરો, સફાઇ વેરો તથા દિવાબત્તી વેરામાં વધારો સાથે તૈયાર કરવો જરૂરી છે. આ ઠરાવને લઇ વિપક્ષે વિરોધ કર્યો હતો.
આ અંગે વિપક્ષના સભ્ય સલીમશા દિવાન બોલતાં હતાં અને તેમના પ્રશ્નનો જવાબ પ્રમુખ આપી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક જ પાછળ બેઠેલા ભાજપના સભ્યો મંજુર મંજુર કરી ઉભા થઇ ગયાં હતાં અને ચાલતી પકડી હતી. પ્રમુખ રૂપલબહેન પટેલ અને વિપક્ષ સલીમશા દિવાન વચ્ચે ચાલી રહેલા સંવાદ વચ્ચે જ સભ્યોએ હોલ ખાલી કરી નાંખતાં પ્રમુખની આમાન્ય રહી નહતી. જેનો ગણગણાટ કેટલાક ભાજપના સભ્યોમાં પણ સાંભળવા મળતો હતો. આણંદ પાલિકાની સામાન્ય સભાના 58 ઠરાવમાં વિપક્ષે 15 જેટલા ઠરાવનો વિરોધ કર્યો છે. જેમાં વેરાનો વધારો, સીસી રોડ, બાગ બગીચા મરામત, કોમ્યુનિટિ હોલન ગંદકી સહિતના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, તમામ ઠરાવ બહુમતિથી પસાર કરી દેવામાં આવ્યાં હતાં.
નગરપાલિકાની શાળા સહિત બિલ્ડીંગોમાં 3.25 કરોડના ખર્ચે ફાયર સેફ્ટી નખાશે
આણંદ નગરપાલિકા દ્વારા તેમની માલિકીના તમામ શોપીંગ સેન્ટર, સ્કૂલ, સુપર માર્કેટ, દુકાન, કોમ્પ્લેક્સ તેમજ બિલ્ડીંગોમાં હાલ ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા ન હોય આગ લાગવાના સંજોગોમાં જાનમાલની નુકશાની થવાની સંભાવના રહેલી છે. હાલ સરકાર દ્વારા દરેક બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટીંગ કરવાની સૂચનાઓ આપવામાં આવી હોવાથી પાલિકાના હસ્તકના શોપીંગ સેન્ટર, સ્કૂલ, સુપર માર્કેટ, દુકાન, કોમ્પ્લેક્સ તેમજ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીના સાધનોનો ઇન્સ્ટોલ કરવા જરૂરી હોવાથી અંદાજીત 3.25 લાખના ખર્ચે ફાયર સેફ્ટી નાંખવામાં આવશે.
ટેક્સ વધારા સાથે સુવિધા પણ અપાશે
આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબહેન પટેલે જણાવ્યું હતું કે, આણંદમાં પાણીવેરો, ગટરવેરો, સફાઇવેરો તથા દિવાબત્તી વેરામાં વધારો કરવામાં આવશે. કેટલો વધારવો તે અંગે સભ્યો પાસેથી સૂચન મંગાવવામાં આવશે. પરંતુ વેરો વધશે તે પ્રમાણે સુવિધા પણ આપવામાં આવશે.