Dakshin Gujarat

બારડોલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કારોબારનો પર્દાફાશ

બારડોલી: પલસાણામાં (Palsana) ગેરકાયદે ગેસ રિફિલિંગના (Gas Refilling) નેટવર્કનો (Network) પર્દાફાશ થયા બાદ બારડોલી પુરવઠા વિભાગ (Supply Department) પણ સક્રિય થયો છે. શુક્રવારે પુરવઠા વિભાગે ધુલિયા ચોકડી (Dhulia Chowk) પાસે રંગોળી હોટલની પાછળથી ગેસ રિફિલિંગના ગેરકાયદે ધંધો ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગત દિવસો દરમિયાન સુરતના પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના નેટવર્કનો વિડીયો વાયરલ થતાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ બારડોલી મામલતદાર વિભાગ પણ સક્રિય થયો છે અને શુક્રવારના રોજ ધુલિયા ચોકડી પાસે રંગોળી હોટલની પાછળ તકદીરખાન કલંદર બેરાન નામનો ઇસમ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હોવાની સૂચના મળતા જ પુરવઠા વિભાગે છાપો માર્યો હતો. ત્યાંથી 7 ગેસ સિલિન્ડર સહિત કુલ 35438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  • પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના નેટવર્કનો વિડીયો વાયરલ
  • પુરવઠા વિભાગે ધુલિયા ચોકડી પાસે ગેસ રિફિલિંગના ગેરકાયદે ધંધો ઝડપી પાડ્યો
  • સૂચના મળતા જ પુરવઠા વિભાગે છાપો માર્યો હતો. ત્યાંથી 7 ગેસ સિલિન્ડર કબજે કર્યા

ભરૂચમાં ચાની લારી પાસે મોપેડ પર વરલી મટકાનો જુગાર રમતા ત્રણ ઝડપાયા
ભરૂચ: ભરૂચના શીતલ સર્કલ પાસે ચાની લારી નજીક આંક ફરકનો આંકડો રમતા ત્રણ ઈસમ રૂ.48 હજારથી વધુના મુદ્દામાલ સાથે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. ભરૂચ સી ડિવિઝન ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે, શીતલ સર્કલ પાસે ગંગા હોટલની બાજુમાં આવેલી ચાની લારી પાસે સિલ્વર મોપેડ પર બેઠેલો એક ઇસમ વરલી મટકાનો આંકડો જુગાર અન્ય ગ્રાહકોને રૂબરૂ કે ફોન પર જુગાર રમાડે છે. આથી પોલીસે રેડ કરતાં મોપેડ નં.જીજે-૧૬, સીકે-૮૫૩૧ પાસે ત્રણ ઈસમ ઊભેલા હતા.

પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ જુગારધારાનો ગુનો નોંધ્યો
પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડતાં વરલી મટકાનો જુગાર રમાડતો શકીલ અઝહર પટેલ સાથે સમીર યાસીન દિવાન અને સુનીલ સોમાભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી આંકડાનો જુગાર રમાડતા અંગજડતીમાંથી કુલ રૂ.18,180 બે મોબાઈલ કિંમત રૂ.10 000અને એક મોપેડ કિંમત રૂ.20 000 મળીને કુલ રૂ.48,180 મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રફ્સદખાન ફિરોઝખાન પઠાણને વોન્ટેડ જાહેર કર્યો હતો. સી ડિવિઝન પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ જુગારધારાનો ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top