Entertainment

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા ટપ્પુની એન્ટ્રી, આ એક્ટરે રાજ અનડકટને કર્યો રિપ્લેસ

મુંબઈ: ટેલિવિઝનની સૌથો લોકપ્રિય શો (Show) ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta Ka Oolta Chashma) ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી સ્ટાર્સ શો છોડીને જઈ રહ્યા હતા. તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાની સાથે રહેલા લોકોની યાદીમાં ટપ્પુ (Tappu) એટલે કે રાજ અનડકટનું (Raj Undukt) નામ પણ સામેલ હતું.  હાલમાં થોડા સમય પહેલા જ શોનો સ્ટાર ટપ્પુ એટલે કે રાજ અનડકટ શોને અલવિદા કરવાની જાહેરાત કરી હતી. શોના નિર્મતાએ ચોહકોને કહ્યું હતું કે જલ્દી શોમાં નવા ટપ્પુની એન્ટ્રી થશે, અને હવે મેકર્સે શો માટે એક નવું ટપ્પુ શોધી કાઢ્યું છે. હવે નીતીશ ભલુની (Nitish Bhaluni) આ શોમાં ટપ્પુનું પાત્ર ભજવતા જોવા મળશે.  

નવા ટપ્પુએ શૂટિંગ શરૂ કર્યું 
તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાએ માત્ર નવા ટપ્પુની શોધ જ પૂરી કરી નથી પરંતુ દર્શકોને વધુ મનોરંજન આપવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી અનુસાર, નિર્માતાઓએ ટપ્પુની ભૂમિકા માટે નીતિશ ભાલુનીને જોડ્યા છે અને કોઈપણ વિલંબ કર્યા વિના શૂટિંગ શરૂ કરી દીધું છે. જેનો અર્થ છે કે દર્શકોને ટૂંક સમયમાં નવા ટપ્પુ એટલે કે જેઠાલાલ (દિલીપ જોશી)ના પુત્રની શરારત જોવા મળશે.  

આ તસવીર જોઈને ચાહકો ખુશ થઈ ગયા
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મેકર્સે આ મામલે કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું નથી. જો કે એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં નિર્માતા અસીલ કુમાર મોદી નવા ટપ્પુ નીતિશ ભાલુનીના કાન ખેંચતા જોવા મળે છે. નીતીશ આ રોલમાં સંપૂર્ણ રીતે ઢળેલા જોવા મળે છે. આ તસવીર હવે TMKOC ના ફેન પેજ પર વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે નીતિશ ટીવી શો ‘મેરી ડોલી મેરે અંગના’માં જોવા મળ્યા હતા. 

આ અભિનેતાએ ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું
2008 થી 2017 સુધી ભવ્ય ગાંધીએ આ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવી હતી. રાજ અનડકટે શો છોડ્યો ત્યારથી આ પાત્ર ભજવી રહ્યો છે. બંને કલાકારોને આ શોના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. શો છોડ્યા બાદ રાજે ફેન્સ માટે એક નોટ લખી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘બધાને નમસ્કાર, તમામ પ્રશ્નો અને અટકળોનો અંત લાવવાનો સમય આવી ગયો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથેનું મારું જોડાણ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. શીખવાની, મિત્રો બનાવવાની અને મારી કારકિર્દીના કેટલાક શ્રેષ્ઠ વર્ષો વિતાવવાની આ એક અદ્ભુત સફર રહી છે.

Most Popular

To Top