National

‘જો NRC લાગુ થશે તો દેશને બાળી નાખીશું’, કેન્દ્રીય મંત્રીને બંગાળીમાં લખાયેલ લશ્કર-એ-તૈયબાનો પત્ર મળ્યો

સમગ્ર દેશમાં CAA લાગુ કરવામાં આવ્યો છે. બીજી તરફ NRCના અમલને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. આ દરમિયાન જ્યાં એનઆરસીનો (NRC) વિરોધ થઈ રહ્યો છે તેવામાં તેના સમર્થનમાં પણ અનેક લોકો ઉભા છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી (Minister) શાંતનુ ઠાકુરને NRCને લઈને ધમકીભર્યો પત્ર મળ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીને મળેલો આ પત્ર બંગાળી ભાષામાં લખાયેલો છે. આ પત્રમાં NRC લાગુ કરવામાં આવશે તો દેશને બાળી નાંખીશુ તેવી ધમકી આપવામાં આવી છે.

કેન્દ્રીય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા શાંતનુ ઠાકુરે સોમવારે દાવો કર્યો હતો કે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ તેમને એક પત્ર મોકલીને ધમકી આપી છે કે જો પશ્ચિમ બંગાળમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (NRC) લાગુ કરવામાં આવશે તો ‘આખા દેશને સળગાવી દઈશું.’ બંગાળીમાં ટાઈપ કરાયેલા કથિત પત્રમાં લખવામાં આવ્યું છે કે જો રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર લાગુ થયા પછી મુસ્લિમોને હેરાન કરવામાં આવશે તો કરવામાં આવશે માટુઆ સમુદાયના તીર્થસ્થળ ‘ઠાકુરબારી’ને ધ્વસ્ત કરી દેવામાં આવશે.

કેન્દ્રીય શિપિંગ અને જળમાર્ગ રાજ્ય મંત્રી ઠાકુરે પત્રકારોને જણાવ્યું હતું કે આ પત્ર મેળવીને હું ચોંકી ગયો છું. મેં આ અંગે મારા વિભાગને જાણ કરી છે. જ્યારે બોનગાંવ જિલ્લા પોલીસ અધિક્ષક દિનેશ કુમારનો આ સંદર્ભમાં સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે પોલીસને હજુ સુધી મંત્રી તરફથી કોઈ ઔપચારિક ફરિયાદ મળી નથી. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓએ દાવો કર્યો છે કે તેઓ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના સભ્યો છે.

Most Popular

To Top