Business

સોનાની કિંમત થઈ આટલી ઓછી, ચાંદીમાં નોંધાયો ઘટાડો જાણો 22 કેરેટ ગોલ્ડનો કેટલો છે ભાવ

નવી દિલ્હી : લગ્નની સીઝન (Wedding Season) હાલ જોર પકડી રહી છે એવામાં ખુશીના સમાચાર આવી રહ્યા છે. જો તમે પણ સોનુ (Gold) ખરીદવાનું મન બનાવી રહ્યા હોવ તો તુરંત જ નિર્ણય લઇ લો તમારા નિર્ણયને બીજા દિવસ ઉપર ઠેલાવવાની ભૂલ ના કરશો કારણકે શુક્રવારે સોનાની કિંમતોમાં (Prices) ઘટાડો થયો હોવાનું નોંધાયું છે. વૈશ્વિક બજારમાં ઓછા થયેલા સોનાના ભાવને કારણે પણ તેની અસર ભારતના બજાર ઉપર પડી હોવાનું સપાટી ઉપર આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની સરાફા બજારના (Bullion Market) શુંક્રવારે સોનાની કીંમતમાં 669 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો એન આ સાથે જ 10 તોલા સોનાના ભાવ ઘટીએન 56 હજાર 754 રૂપિયા જેટલો થઇ ગયો હતો. જ્યારે પાછલા કારોબારની નોંધ લઈએ તો સોનુ 57 હજાર 423 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર બંધ થયું હતું..

  • જો તમે પણ સોનુ ખરીદવાનું મન બનાવી રહ્યા હોવ તો તુરંત જ નિર્ણય લઇ લો
  • શુંક્રવારે સોનાની કીંમતમાં 669 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો
  • ચાંદીના ભાવમાં પણ શુક્રવારે જોરદાર ઘટાડાની સાથે તેનો ભાવ 1023રૂ તૂટ્યો છે

ચાંદીના ભાવમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે
બીજી તરફ ચાંદીના ભાવની વાત કરીએ તો તેના ભાવમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો છે. ચાંદોની કિંમત 1026 રૂપિયા તૂટીને 66 હજાર 953 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ થઇ ગયો છે. આ અંગે એચડીએફસી સિક્યોરિટીના વરિષ્ઠ વિશ્લેષક કોમેડિટીઝ સૌમિલ ગાંધીને જણાવ્યું હતું કે,દિલ્હીના બજારોના સોનાની હાલની કિંમત 669 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટવાની સાથે 56 હજાર રૂપિયા થઇ જવા પામી છે.

સોનુ અને ચાંદી બન્ને બહુમૂલ્ય ધાતુની કિંમતોનો વિદેશી બજારોમાં પણ કડાકો બોલી ગયો હોવાની સૂચના પ્રાપ્ત થઇ છે. 1.866 ડોલર પ્રતિ ઔંસ અને 22.12 ડોલર ઔંસ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.આ તરફ જયારે એશિયન બજારોમાં પણ કલાકે કલાકે બન્ને ધાતુની કિંમતોમાં ઉત્તર ચઢાવ જોવા મળ્યા હતા.

સોનાના વાયદાના ભાવમાં નોંધાયો ઘટાડો
સોમવારે સોનાની કિંમત 161 રૂપિયા ઘટીને 56 હજાર 691 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી હતી. કોમેડીટી બજારના એક્સચેન્જમાં એપ્રિલના પુરવઠા કરારમાં ભાવ 161 રૂપિયા એટલે કે 0.28 ટાકાનો ઘટાડો થયો હતો. તેની સાથે સોનાનો ભાવ 56 હજાર 691 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયો હતો. જેંમા 15 હજાર 476 લોટનો કારોબાર થયો હતો. બજારના વિશ્લેષકોએ કહ્યું હતું કે કારોબારીઓએ તેમના સોદામાં કટીંગને કારણે સોનાના વાયદામાં ઘટાડો થયો હતો.

Most Popular

To Top