SURAT

ટપોરીમાંથી ભાઈલોગ બનેલા સુરતના સિદ્દીકીએ મંદિરના પ્લોટ પર જીમ બાંધી દીધું

સુરત: સુરતમાં મંદિરના પ્લોટ પર જીમ બાંધી દેવાયા હોવાની ચકચારી માહિતી સામે આવી છે. સુરતના લિંબાયત વિસ્તારના માથાભારે મુસ્લિમ શખ્સે બળજબરીપૂર્વક મંદિરની જગ્યા પર જીમ બાંધી દીધું હોવાની વિગતો બહાર આવતા હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે.

મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં હાસીમ સિદ્દીકી (Hasim Siddiqui) સામે મારામારી, ધાકધમકી અને ગેરકાયદે દબાણો તથા જમીનનાં બાંધકામ કરવાની સંખ્યાબંધ ફરિયાદો (Complaints) છે. આ મામલે સ્થાનિક પોલીસની (Police) મિલીભગત ચર્ચામાં છે. તેમાં ડિંડોલીમાં આવેસી સોસાયટીમાં એક કરોડ કરતા વધારેની કિંમતના પ્લોટ જે મંદિર માટે સીઓપી તરીકે વપરાશમાં લેવામાં આવ્યો હતો, તેની પર રાતોરાત હાસીમ સિદ્દીકી દ્વારા જીમ બાંધી દેવામાં આવ્યું છે. આ મામલે છ મહિના પહેલાં લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.

હાસીમ સિદ્દીકીએ દોઢસો કરતા વધારે ટપોરીઓની ગેંગ બનાવી
આ ફરિયાદમાં મોટા પાયે સેટિંગની વાતો ઊડી હતી. તેમાં એક પોલીસ અધિકારીને ક્રેટા ગાડી આપી હોવાની વાતો પોલીસ બેડામાં ચર્ચામાં આવી હતી. મૂળ બિહારનો હાસીમ સિદ્દીકી વર્ષોથી સુરતમાં રહે છે. તેણે ભાઇગીરીનો શોખ ધરાવતા હોય તેવા લોકોને ભેગા કરી દોઢસો કરતા વધારે ટપોરીઓની ગેંગ બનાવી છે. ભૂતકાળમાં ઉધના ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં હપ્તા ઉઘરાવવામાં આ ગુંડો બદનામ થયો હતો. ઉધના, લિંબાયત, ડિંડોલી, પાંડેસરા, સચિન વિસ્તારમાં આતંક હોવાની વિગત જાણવા મળી છે.

  • પોલીસ અધિકારીને ક્રેટા કાર ગિફ્ટમાં આપતાં હાસીમ ચર્ચામાં આવ્યો હતો
  • દોઢસો કરતાં વધારે ટપોરીની ગેંગ ધરાવે છે હાસીમ
  • ગરીબોના પ્લોટ્સ ઉપર કબજો અને હપ્તા ઉઘરાવવામાં હાસીમ કુખ્યાત

આ છે હાસીમ સિદ્દીકીનાં કારનામાં|
હાલમાં જે અનાજ કૌભાંડમાં ફરિયાદો થઇ તેમાં પડદા પાછળ હાસીમ હોવાની વાત છે. દર મહિને પાંચ લાખ જેટલો હપ્તો હાસીમ સિદ્દીકી દ્વારા વસૂલવામાં આવતો હોવાની વાત છે .પોલીસ સાથે સેટિંગબાજીને કારણે તેની સામે ફરિયાદ નહીં કરાઇ હોવાની વિગત જાણવા મળી છે.ખટોદરામાં દુકાનદાર પાસે ખંડણી માંગનાર હાસીમને વેપારીએ પૈસા નહીં આપતાં તેનો ગલ્લો લૂંટી લેવામાં આવ્યો હતો. ઉધનામાં બુટલેગર પાસે નાણાં માંગ્યાં હતાં તે નહીં આપતાં તેના માણસો પર તલવાર વડે હુમલો કર્યો હતો

આ ઉપરાંત ખાલી જગ્યા તથા સીઓપી પર કબજો કરવા જેવા સંખ્યાબંધ વિવાદ આ ટપોરી સામે છે.પોલીસની મિલીભગત અને છાવરવાની નીતિને કારણે આ ટપોરી મોટો ગુંડો બની ગયો હોવાની ચર્ચા છે. તેમાં સ્થાનિક રાજકીય માફિયાઓનું પીઠબળ પણ હાસીમ સિદ્દીકીને હોવાની વાત છે.

Most Popular

To Top