Business

હિન્ડનબર્ગને જડબાતોડ જવાબ આપવા અદાણીએ અમેરિકાની આ કંપનીને કામ સોંપ્યું

અમેરિકન રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગના અહેવાલને કારણે થયેલા અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે, ત્યારે હવે ગ્રુપના કર્તાહર્તા ગૌતમ અદાણી અમેરિકન રિસર્ચ ફર્મ સામે લડી લેવાના મૂડમાં આવ્યા છે. શોર્ટ સેલર કંપની હિંડનબર્ગને જડબાતોડ જવાબ આપવા માટે અદાણી ગ્રુપે હવે બદલો લેવાની પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. અદાણી ગ્રુપે હિન્ડનબર્ગ સામે કાયદાકીય લડત લડવા માટે અમેરિકામાં એક મોટી અને મોંઘી લૉ ફર્મને કામ સોંપ્યું છે.

ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી ગ્રુપે હિંડનબર્ગ સાથેની કાનૂની લડાઈ લડવા માટે અમેરિકન કાનૂની ફર્મ વૉચટેલની પસંદગી કરી છે. વિવાદિત મામલાઓમાં કાનૂની લડત માટે આ ફર્મ વિશ્વમાં પ્રખ્યાત છે. હિંન્ડનબર્ગના અહેવાલ પછી અદાણી જૂથ પ્રત્યેના રોકાણકારોના સેન્ટિમેન્ટને પુનઃસ્થાપિત કરવાની દિશામાં અદાણી ગ્રુપ દ્વારા લેવાયેલું આ એક મોટું પગલું છે.

અદાણી કાનૂની લડાઈ લડવા તૈયાર છે
અદાણી ગ્રુપ દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું હતું કે તે શોર્ટ સેલર હિંન્ડનબર્ગ રિસર્ચ સામે તેની કાનૂની લડાઈની તૈયારી કરી રહ્યું છે. અદાણી જૂથે ન્યૂ યોર્ક સ્થિત વૉચટેલ લિપ્ટન, રોસેન અને કેટ્ઝના ટોચના વકીલોને ટૂંકા વેચનાર ફર્મને કામમાં લેવા માટે હાયર કર્યા છે. નોંધનીય છે કે 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલા સંશોધન અહેવાલમાં અદાણી જૂથ પર એકાઉન્ટિંગ ફ્રોડ, સ્ટોક મેનીપ્યુલેશન સહિતની લોનને લઈને ઘણા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

અદાણી ગ્રુપ ઉપર લાગ્યા છે ગેરરીતિના આક્ષેપો
ઉલ્લેખનીય છે કે અદાણી જૂથ ઉપર કરવામાં આવેલી ટિપ્પણી હિંડનબર્ગના એક અહેવાલમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ પર “ખુલ્લમ ખુલ્લી રીતે શેરના ફ્રોડ અને એકાઉન્ટિંગ ફ્રોડ” માં ગડબડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જ કંપનીના આક્ષેપને પગલે ડાઈવર્સિફાઈડ બિઝનેસ સાથે સંકળાયેલી લિસ્ટેડ ગ્રુપ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો થયો હતો.

આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે
તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે અદાણી ગ્રુપ લાગેલા આક્ષેપોમાં શું કહેવામાં આવ્યું છે. યુએસ ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગના જણાવ્યા અનુસાર, બે વર્ષના સંશોધન પછી, એવું જાણવા મળ્યું છે કે અદાણી જૂથ દાયકાઓથી “ઓપન સ્ટોક ફ્રોડ અને એકાઉન્ટિંગ ફ્રોડ” માં સામેલ છે. અદાણી એન્ટરપ્રાઇઝની 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (એફપીઓ) અરજીના થોડા સમય પહેલા જ આ રિપોર્ટ આવ્યો છે.

Most Popular

To Top