Charotar

“આપણે લગ્ન કર્યા ત્યારે લોન લીધી હતી હવે લગ્ન થઈ ગયા છે એટલે તું લોન ભર અને ઘર પણ ચલાવ” તેમ જણાવીને હેરાનગતિ કરતા પતિ વિરુદ્ધ અભયમ માં ફરિયાદ

વડોદરા, તા.9
કલાલી ગામમાં રહેતી એક પરણી તને તેના પતિ દ્વારા માનસિક રીતે કરીને તેને બહાર કામ કરવા માટેનું દબાણ કરીને છૂટાછેડા આપવા માટેની ધમકી આપતા પરણીતા અભયમમાં કોલ કરી મદદ માંગતા અભયમ ટીમ દ્વારા સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
બે મહિના પહેલા આશા(નામ બદલેલ છે.) ને રોહન (નામ બદલેલ છે.) નામના વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ હોવાના કારણે બંને એ માત્ર બે મહિનાના સમયગાળામાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્ન બાદ થોડા મહિના તો પરણીતાને પતિએ સારી રીતે રાખ્યા હતા બાદમાં વારંવાર નોકરી કરવા માટેનું દબાણ પતિ તેમજ અન્ય પરિવારજનો દ્વારા કરવામાં આવતું હતું જ્યારે પતિ માત્ર ઘરમાં જ બેસી રહેતો હતો અને કોઈપણ પ્રકારનું કાર્ય કરતો ન હતો. લગ્ન પહેલા પતિએ પત્નીને જણાવ્યું હતું કે તે ડીજે નો વ્યવસાય કરે છે અને તેને કામ કરવાની જરૂરત નથી. પરંતુ લગ્ન બાદ તે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરતો ન હતો. પરણીતાને છેતરીને તેની સાથે તેને લગ્ન કર્યા હતા અને નણંદ કહે તે રીતે જ પતિ રહેતો હતો.
નણંદ દ્વારા પણ હેરાનગતિ મારપીટ થવા લાગી. નાની નાની બાબતે પતિ ઝઘડો કરતો અને પત્નીને પિયરમાં મૂકી આવવાની વાત કરતો રહેતો. પરણીતા તેના પતિને કામ ધંધો કરવા માટેનું જણાવતા પતિ તેને જણાવતો હતો કે , ‘તું નોકરી કર અને મને પૈસા આપ , મારા લગ્ન વખતે મેં લોન લીધેલી હતી તો મારા લગ્ન થયા છે તો હવે તું કમાવ અને બધી લોન ચૂકવ , નહીં તો તું મારા ઘરમાં થી નીકળી જા ‘ તેવી ધમકી આપતા પરણીતા એ આખરી ઉપાય તરીકે અભયમને આ બનાવ અંગે જાણકારી હતી. જેથી અભયમ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાઉન્સિલિંગ કરીને કાયદાકીય સમજ આપી અને સમજાવ્યા કે વહુને સારી રીતના રાખો અને ઘરની જિમ્મેદારીપૂરી કરો. કામ ધંધો કરી પોતાની પત્નીને સારી રીતના રાખે અને લડાઈ ઝઘડા ના કરે ત્યારબાદ પતિએ પરિણીતા પાસે માફી માંગી હતી.

Most Popular

To Top