World

રશિયાએ યુક્રેનના આ શહેરમાં મિસાઈલ અને બોમ્બનો વરસાદ વરસાવ્યો, એક કલાકમાં 17 વાર હુમલા કર્યા

નવી દિલ્હી: એર તરફ તૂર્કીયેમાં આવેલ આપત્તિથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ છે. સમગ્ર વિશ્વ (World) તેનાથી બનતી તમામ મદદ તૂર્કીયેને કરી રહી છે. એ વચ્ચે જ રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધ (War) ફરીવાર શરૂ થયું છે. જેનાં કારણે સમગ્ર યુક્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાણકારી મુજબ શુક્રવારના રોજ રશિયાએ યુક્રેનના અમુક શહેરોમાં મિસાઈલો તેમજ ડ્રોનથી (Drawn) હુમલા (Attack) કર્યા હતાં. યુક્રેનના પૂર્વ વિસ્તારમાં આવેલા લુહાંસ્ક તેમજ દોનેત્સ્ક પ્રાંતમાં બોમ્બનો જાણ વરસાદ વરસ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત જાપોરિજ્જિયામાં એક કલાકમાં 17 વખત ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર જાપોરિજ્જિયા શહેર કંપી ઉઠ્યું છે. હવાઈ હુમલો થવાના કારણે સમગ્ર આકાશમાં તો જાણે ઘુમાળાના ગોટેગોટા ઉડ્તા જોવા મળ્યાં હતા. સમગ્ર આકાશ કાળા તેમજ લાલ રંગથી ધેરાઈ ગયું છે. એકાએક આટલા બધાં હુમલા થવાના કારણે ઘણી ઈમારતો તો જાણે પત્તાઓનું ઘર બનાવ્યું હોય અને તૂટે તેવી રીતે તૂટી પડી હતી. હુમલો થતાં સાઈરન વાગતા ધણાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા તો ધણાં લોકોએ બંકરોનો સહારો લીધો હતો.

યુક્રેન છેલ્લાં કેટલાય મહિનાઓથી રશિયાને આક્રમણની ચેતવણી આપી રહ્યું છે, જે મોસ્કોના આક્રમણની પ્રથમ વર્ષગાંઠ એટલે કે 24 ફેબ્રુઆરીએ શરૂ થઈ શકે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ એક દિવસ પહેલા લંડન અને પેરિસની તેમની યાત્રા પછી બ્રસેલ્સમાં EU નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ચાલુ આક્રમણ વચ્ચે યુક્રેનની લડાયક ક્ષમતાઓને વધારવાના પ્રયાસમાં વધુ ફાઈટર જેટ મોકલવા કહ્યું હતું.

જણાવી દઈએ કે આગામી 24 ફેબ્રુઆરીએ રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થશે પરંતુ લડાઈ હજુ પણ ચાલુ છે. આ વચ્ચે યુક્રેનના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે રશિયન દળોએ એક સપ્તાહમાં પૂર્વી લુહાન્સ્ક ક્ષેત્રમાં આક્રમણ વધારી દીધું છે. જાણકારી મુજબ લુહાન્સ્કના ગવર્નર સેરહી હૈદાઈએ જણાવ્યું હતું કે રશિયા તરફથી યુક્રેનના કુપ્યાન્સ્ક અને લીમેન શહેરોની નજીક રશિયન કામગીરીમાં વધારો જોયો હતો.

Most Popular

To Top