National

પ્રશાંત કિશોરનું વિવાદાસ્પદ નિવેદન, મહાત્મા ગાંધી ક્યારેય ઇચ્છતા ન હતા કે દારૂબંધી થાય

નવી દિલ્હી : ચૂંટણીની (Election) રણનીતિ (Strategy) ઘડનારા પ્રશાંતિ કિશોરે (Prashanti Kishor) (પીકે ) શુક્રવારે એક અજીબ નિવેદન (Statement) આપ્યું છે. જેને લઇ હવે વિવાદ શરુ થવાની સંભાવના વ્યક્તય કરવામાં આવી રહી છે. શુક્રવારે તેઓએ તેમના સાફ લહેજામાં દાવો કરતા કહી દીધું હતું કે, મહાત્મા ગાંધી કયારેય દારૂબંધી ઇચ્છતા ન હતા. વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે બિહારમાં દારૂબંધીને કારણે મોટું નુકશાન પણ થઇ રહ્યું છે. અને હવે આ કારણોને લઇ બિહારમાંથી (Bihar) તાત્કાલિક દારૂબંઘી નાબુત કરી દેવી જોઈએ.પીકે જે હાલ તેમની જન સુરાજ પદ યાત્રામાં છે દરમ્યાન તેઓ ગોરેયકોથીના મંચ ઉપરથી આ નિવેદન આપતા કહ્યું હતું કે હું તો દરરોજ કહું છું કે દારૂબંધી નાબૂદ કરી દેવી જોઈએ.વધુમાં તેઓ બોલી ગયા હતા કે ‘હું તો પહેલા જ દિવસથી દારૂબંઘીનો વિરોધ કરી રહ્યો છું’.તેનાથી ફાયદો નથી પણ નુકશાન જ છે.

  • પીકે જે હાલ તેમની જન સુરાજ પદ યાત્રામાં છે દરમ્યાન તેઓએ આ નિવેદન આપ્યું હતું
  • મહાત્મા ગાંધી પણ ક્યારેય ઇચ્છતા ન હતા કે દારૂબંધી થાય
  • તેઓ બોલી ગયા હતા કે ‘હું તો પહેલા જ દિવસથી દારૂબંઘીનો વિરોધ કરી રહ્યો છું

છાતી ઠોકીને કર્યો હતો આવો દાવો
પ્રશાંત કિશોરે દાવો કરતા કહ્યું હતું કે દુનિયામાં એવું ક્યાંય ઉધાહારણ નથી કે નોંધાયું કે જ્યાં એક રાજ્ય, દેશે નશાબંધી દ્વારા તેના સામાજિક રાજકારણને ઉત્થાન આપ્યું હોઈ.પ્રશાંત કિશોરે વગર નામ લીધે સીધે સીધું બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ઉપર નિશાન તાક્યું હતું.અને બોલી ગયા હતા કે ગાંધીજી એ દારૂબંધી વાત કરી હોઈ. હું આ વાતને શરૂઆતથી જરદિયો આપી રહ્યો છું.

‘ગાંધી જી એ આવું ક્યારે કહ્યું હતું ‘
પ્રશાંત કિશોરે પડકાર ફેંકતા કહ્યું હતું કે,જે પણ આવો દાવો કરે છે તે મને લાવીને કહી દે કે ગાંધી જી એ એ કહ્યું હતું કે સરકારે દારૂબંદી લાગુ કરી દેવી જોઈએ જોકે તેમને એ જરૂરથી કહ્યું હતું કે દારૂ પીવો એ ખરાબ બાબત છે. આને રોકવા માટે સમાજે પ્રયાસ કરવા જોઈએ,તેમણે આ પણ નથી કહ્યું કે કાયદો બનાવીને દારૂબંધી લાગુ કરી દેવી જોઈએ ઉલ્લેખનીય છે કે જન સૂરાજ પદયાત્રાના 132માં દિવસની શરૂઆત કિશોર સિવાનની સાદીપુર પંચાયત ખાતે પદયાત્રા કેમ્પમાં સર્વધર્મ પ્રાર્થના સાથે થઈ હતી.

Most Popular

To Top